માત્ર 1 ચમચી સવારે થોડો સમય આનું સેવન રાખે છે 100 થી વધુ રોગોને કાયમી દૂર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તજની ડાળીઓ મજબૂત થવા આવે ત્યારે તેની છાલ ઉપર કાપ મુકવામાં આવે. ગરમીથી એની છાલ આપ મેળે ઊતરી જાય છે. તેને આપણે તજ કહીએ છીએ. આ તજ તેજ વાસ વાળી, તમતમતી, રાતી હોય છે. તે તીખી, મધુર, કડવી, સુગંધીદાર, વીર્યને વધારનાર, શરીરનો રંગ સુધારનાર તેમજ વાયુ, પિત્ત, મુખશુષ્કતા અને તરસ મટાડનાર છે.

પા ચમચી તજનું ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી અજીર્ણ, ઉલટી, પેટની ચૂંક, આફરો વગેરે પેટનાં દર્દો મટે છે. હવે અમે તમને જણાવીશું તજથી થતાં લાભો. પાતળી તજ ઉત્તમ ગણાય છે.  તજ ગુણમાં ગરમ તથા વાયુ અને કફનાં રોગ મટાડે છે, તે દીપન છે, તે વાતહર અને ધાતુ વર્ધક છે. તજથી પિત્ત વધે છે. તે તરસ મટાડે છે. હૃદય રોગ, હરસ, અજીર્ણ, ઊલટી, પેટનું શૂળ, આફરો તથા મૂત્રરોગ મટાડે છે.

માથાના દુ:ખાવામાં તજનો લેપ કરીને લગાવતા રાહત જણાય છે. તજ યકૃતને બળ આપે છે. પથરીને તોડે છે. તજના ઉકાળાને વિનેગર સાથે પીવાથી ઝીણી હેડકી મટે છે. વિનેગર સાથે મેળવી લેવાથી તે સોજા તથા ધાધર મટાડવા માટે વપરાય છે. શુળ તથા ચસકા ઉપર તજ ચોપડવાથી ફાયદો થાય છે, તજમાં તેલ હોય છે તે માથાના દુઃખાવો મટાડવા ઉપયોગી થાય છે.

તજનો અર્ક પેટનાં દર્દો, વાયુ, આફરો, મરડો, ચૂંક વગેરે મટાડવા થાય છે.  તજ ગર્ભાશયમાંથી થતાં રક્તસ્રાવને બંધ કરે છે. દંતમંજનમાં પણ તજનો ઉપયોગ થાય છે. આંતરડાંનાં દર્દીને એનો ઉકાળો આપવાથી સારો લાભ થાય છે. કંઠરોગ, કફના ખાંસી તથા ક્ષયમાં તજ ઉપયોગી જણાય છે. તજ, એલચી, સૂંઠનું ચૂર્ણ ૫ થી ૧૦ ગ્રામ જેટલું ચૂર્ણ લેવાથી વાયુ, ચૂંક, મરડામાં ઉપયોગી થાય છે. કોલેરામાં તજનું પાણી પીવાથી આરામ મળે છે.

તજ, અગર અને રોસ દરેકના બે તોલા, લવિંગ, પીપર દરેક બે તોલા, સૂંઠ ત્રણ તોલા, ફૂદીનો બે તોલા, એ દરેકનું બારીક ચૂર્ણ કરી મધ અને સાકરમાં તેનો પાક તૈયાર કરવો. આ પાકના સેવનથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. પેટનો આફરો અજીર્ણ મટે છે. ઉલટી મટાડવા પણ એ ઉત્તમ પ્રયોગ છે. તોતડાપણાની સમસ્યા થી પીડિત લોકો માટે તજનું સેવન ઉત્તમ ગણાય છે.

તજ, તમાલપત્ર, સમુદ્ર ફળ, શાહી જીરું દરેક એક એક તોલો લઈ નાની નાની ગોળી બનાવી લેવી. આ ગોળી નાનાં બાળકોને આપવાથી બાળકોને થતી નબળાઈ મટે છે અને ગળું બેસી જવાના રોગ મટે છે. તજનો નાનો એવો ટુકડો, ચોથા ભાગનું અંજીર કે તુલસીના પાંદડા, નસોતર, 1 મોટી ઈલાયચી, 4 કાળી દ્રાક્ષ થોડી સાકર ભેળવીને ઝીણું વાટીને સેવન કરવાથી દમના રોગમાં લાભ થાય છે.

નિયમિત સવારે તથા સંધ્યા સમયે તજ ને મોઢાં મા ચાવી-ચાવી ને તેનુ સેવન કરવું. જેથી, આ સમસ્યા દૂર થાય છે. તજ, તમાલપત્ર અને એલચી દરેક સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી શરીરની ક્રાંતિ વધે છે. મોઢામાં રુચિ વધે છે. પિત્ત તથા કફ દોષ થતાં રોગો મટે છે. તજ, કેસર, આમચૂર, દાડમ, એલચી, સાકર, મધ અને બીજોરું સરખે ભાગે લઈ એનું ચૂર્ણ બનાવવું.

આ ચૂર્ણના ઉપયોગથી ઊલટી, મોળ, અજીર્ણ તથા અરુચિ મટે છે. એ ઓડકાર તથા ઉલટી મટાડવા ઉત્તમ ગુણ ધરાવે છે. એક કપ જેટલાં ગરમ પાણીમાં બે ચમચા મધ અને એક નાની ચમચી તજનો પાવડર મેળવીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવો તીવ્ર આર્થ્રાઇટીસ મટી શકે છે.

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચો મધ અને બે ચમચા તજ-પાવડર ઉમેરીને પીઓ. તે મૂત્રાશયમાંના જંતુઓનો નાશ કરીને ચેપને દૂર કરે છે. ૧ ગ્રામ તજ, ૩ ગ્રામ જેઠીમધ અને ૭ નાની ઈલાયચીને સારી રીતે વાટીને ૪૦૦ મી.લિ. પાણીમાં ભેળવીને ગેસ પર રાખી દો. જ્યારે પાણી અડધું રહે ત્યારે તેમાં ૨૦ ગ્રામ સાકર નાખીને પીવાથી જુકામ દુર થઇ જાય છે.

તજનું સેવન એઇડ્સની સમસ્યા દુર કરવા માટે ખુબ જ લાભદાયી છે. જો આપણા શરીરમા સફેદ રક્ત કણ નુ પ્રમાણ ઓછુ થવા માંડે તો આ સમસ્યા થઇ શકે છે. આ સમસ્યા માટે નિયમિત ૨ ગ્રામ તજ ને ચાવી ને સેવન કરવું. જેથી આ સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના ઘટી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top