પેટના દરેક પ્રકારના દુખાવામાં તરત જ રાહત મેળવવા કરો આ ઘરેલું ઔષધીઓ નો ઉપયોગ 

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પેટના દુખાવાના નિદાનમાં મોડુ થાય તો સમસ્યા વધારે જટિલ થઇ જાય છે. તેના ઉપરાંત બીજી ઘણી ભૂલો છે જેને પેટના દુખાવાના સમયે ના કરવી જોઈએ. પેટના દર્દને ફક્ત અપચનથી સંબંધી સમસ્યા કે એસિડિટી માનીને ના ટાળવી જોઈએ. ક્યારેક ક્યારેક આ સ્વાસ્થ્યથી સંબંધી ગંભીર સમસ્યાનો સંકેત હોઇ શકે છે.

સમુદ્રફળનાં બી, સૂંઠ, મરી, પીપર, જવખાર, સાજીખાર, પાંચલવણ અને ચિત્રકના મુળ  સરખે ભાગે લઈ ચૂર્ણ તૈયાર કરવું. રોજ બે વખત અડધો તોલો સરખે ભાગે ચૂર્ણ ઘી સાથે ખાવાથી પેટનાં દર્દ મટે છે. જો પીત્ત વગરનો પેટનો દુખાવો હોય તો રાઈનું ચુર્ણ નાની ચમચી અને એક ચમચી સાકરનું ચુર્ણ ભેગું કરી ઉપયોગમાં લેવાથી વાયુનું શમન થતાં ઉદરશુળ મટે છે.

૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મીઠું ભેળવવું. એને શીશીમાં ભરી મજબુત રીતે બંધ કરી એક અઠવાડીયા સુધી રાખી મુકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ ૫૦-૬૦ ગ્રામ દીવસમાં ત્રણ વાર પીવાથી પેટનો દુખાવો મટે  છે.

પેટમાં દુખતું હોય તો હીંગ, છીંકણી કે સંચળ નાખી ગરમ કરેલું તેલ પેટ  પર ચોળવાથી અને શકે કરવાથી દર્દ મટે છે. લીંબનુી બે ફાડ કરી મીઠું મરી અને જીરુ લગાવી ગરમ કરી ચસુવાથી પટેનો દુખાવો મટે છે. આફરાના દર્દ માં ઈંગ, અજમો અને ડીકામરીનું સમભાગે કરેલું ચૂર્ણ રોજ બે વખત ગરમ પાણી સાથે પીવું.

નસોતર ૨ તોલા, પીપર ૪ તોલા, હરડે ૫ તોલા અને ગોળ ૧૧ તોલા લઈ ગોળ સિવાયની વસ્તુનું વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરી ગોળમાં બરાબર ભેળવીને ગોળીઓ વાળવી. ૧ થી ૨ ગોળીઓ લેવી. ગમે તેવો આફરો હોય તો મટી જાય છે. લીંબુના રસમાં થોડું જાયફળ ઘસીને ચાટવાથી પણ આફરો મટી જાય છે.

લાંબા સમય સુધી જાંબુ ખાતા રહેવાથી પેટમાં ગયેલ વાળ કે લોખંડ ગળી જાય છે. કાકચા, અજમો અને સંચળનું ચુર્ણ પાણી સાથે લેવાથી પેટનો વાયુ તથા દુખાવો મટે છે. મીઠાવાળા પાણીમાં પલાળીને સુકવેલી કેરીની ગોટલી શેકીને બનાવેલા ચુર્ણનું દીવસમાં ચારેક વખત સેવન કરવાથી પેટનો સામાન્ય દુ:ખાવો મટે છે.

જીરૂને તાવડી ઉપર શેકો અને ૨-૩ ગ્રામ મુજબ ગરમ પાણી સાથે દિવસમાં ૩ વખત લો. તેને ચાવીને ખાવાથી પણ ફાયદો થાય છે. ઇસબગુલના બીજ દુધમાં ૪ કલાક પલાળો. રાત્રે સુતી વખતે આ દૂધ પીવા થી પેટ નો દુખાવો અને પેચીશ ઠીક થાય છે.

મેથીના દાણાને પાણીમાં પલાળો.અને પછી તેને વાટીને પેસ્ટ બનાવો. અને આ પેસ્ટને ૨૦૦ ગ્રામ દહીંમાં ભેળવીને દિવસમાં બે વખત સેવન કરવાથી પેટનો વિકાર દુર થાય છે. પેટના જે ભાગમાં ચૂંક આવતી હોય તેના પર ગરમ પાણીની થેલી વડે શેક કરવાથી ફાયદો થાય છે.

આંકડાના પાનને ગરમ કરી પેટ પર બાંધવાથી પેટનો દુખાવો મટે છે. પેટના રોગો માટે વરિયાળી બેસ્ટ માનવામાં આવે છે. એટલે જમીને મુખવાસમાં વરિયાળી ખાવામાં આવે છે. વરિયાળી પેટ દર્દ, પેટમાં ગેસ, પેટમાં બળતરા, પેટમાં સોજાની સમસ્યાને ખતમ કરે છે. તમે વરિયાળીની ચા બનાવીને પી શકો છો. પેટ દુખે ત્યારે એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળીને પીવી જોઈએ.

પીળી હરડેનો દળ અને કાળાં મરી, બે તોલા હરડે , સૂંઠ, મરી પીપર, સિંધવ, સાંભરલુણ અને સંચળ ચાર ચાર તોલા, એલચી, શેકેલું જીરુ,વરિયાળી અને આમળાં વીસ વીસ તોલા, દાડમના દાણા ૮૦ તોલા અને અજવાયન ૨૦ તોલા દરેકનું વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરી થોડોક લીંબુ નો રસ ભેળવીને છાયામાં સુકવવું, આ રીતે તૈયાર કરેલ ચૂર્ણ ને જમ્યા પછી બંને વખતે પા તોલો લેવું. આ ચૂર્ણ દરેક પ્રકારના ઉદરરોગમાં તેમજ પાચનના વિકારોમાં સારો ફાયદો કરે છે.

આકડાનાં પાન ૨ તોલા, એરંડાના પાન ૨ તોલા, નવસાર ૨ તોલા, ફૂલાવેલો ટંકણખાર ૨ તોલા, પીપરમીન્ટનાં કૂલ ૧ તોલા, બધાને વાટી જરા પાણીની છાંટ આપી બરાબર બબ્બે રતીભારની ગોળી વાળવી, ગરમ પાણી સાથે ૧ થી ૨ ગોળી લેવાથી પેટનું શુળ તરત મટી જાય છે.

સાટોડીનું મૂળ, હરડે, સૂંઠ, ગળો અને પુષ્કળમૂળનો સમભાગે જાડો ભૂકો કરવો. આ ચૂર્ણ દરવખતે એરંડીયું પ્રમાણસર નાખીને પીવુ. પેટદર્દમાં દેવદાર અને ચિત્રકનો ઉકાળો બે વખત જવખાર નાખીને પીવો. આદુમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેથી જો પેટ ખરાબ હોય કે પેટમાં દુખાવો રહેતો હોય તો આદુ ઔષધીનું કામ કરે છે. જમ્યા પહેલાં એક ટુકડો આદુ ખાઈ શકો છો અથવા તો પેટમાં દુખે ત્યારે આદુના રસમાં મધ મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top