દરેક પ્રકારના દુખાવા અને શરદી-ખાંસી માં ખૂબ જ અસરકારક છે આ તેલ, જરૂર જાણો ઘરે બનાવવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

૧૦૦ ગ્રામ તલના તેલમાં ૨૦ ગ્રામ મરીનો પાવડર મેળવીને તેલનો કલર કાળો થાય ત્યાં સુધી ઉકાળો. આ તેલમાં બે ટીપાં પાણી નાખવાથી તડતડ અવાજ આવે તો સમજવાનું કે તેલ તૈયાર થઈ ગયું છે. આ તેલને ઠારીને ઠંડું થયા પછી ગાળીને બોટલમાં ભરી દેવું. આ જ પદ્ધતિથી સફેદ મરીનું તેલ બનાવી શકાય છે. આ તેલના ઉપયોગથી કોઢના સફેદ ડાઘ સારા થાય છે.

તો ચાલો હવે આપણે જાણીએ કાળા મરીના તેલ અને કાળા મરીથી થતાં ફાયદાઓ વિશે. મરી પાવડર અને જીરા પાવડર સરખા પ્રમાણમાં લઈ ભેગું કરી એક બોટલમાં ભરી દો. દિવસમાં ત્રણ વખત ૧ ગ્લાસ પાતળી છાશમાં ૧ ચમચી આ પાવડર બરાબર મેળવીને પીઓ તેનાથી વિવિધ રોગોથી ઉત્પન્ન થયેલી નબળાઈ દૂર થાય છે.

મરીના ગરમ તેલના બે ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટી જશે અને બીજી બીમારીઓમાં પણ રાહત થશે. ખસ, ખુજલી, ધાધર, ખરજવું વગેરે ચામડીની બીમારીઓમાં આ તેલ લગાડવાથી ફાયદો થાય છે. વાની બીમારીમાં મરી ના તેલને સહેજ ગરમ કરીને હલકા હાથે માલીશ કરવાથી ફાયદો થાય છે. લકવા માં હલકા હાથે માલીશ કરવાથી પણ ફાયદો થશે. આ તેલથી દુઃખાવો, સોજો અને ફોલ્લીઓમાં પણ ખૂબ રાહત મળે છે.

કાળામરીનો પાવડર અને સાકરનો પાવડર અડધી ચમચી ગરમ પાણી સાથે લેવાથી શરદ-સળેખમ, શ્વાસ આદિ કફ જેવા રોગોમાં ફાયદો થશે. ૩૦ ગ્રામ શુદ્ધ ઘી માં દસ નંગ કાળા મરી બરાબર શેકીને ચાવીને ખાઓ અને એક કપ દૂધમાં બે ટીપાં ઘી નાખીને પી જાઓ. આ પ્રયોગ શક્તિશાળી બનાવશે. આ પ્રયોગથી આંખોનું તેજ પણ વધે છે.

કળા મરી શરદી, ખાંસી, દમ, ટી.બી., ડાયાબિટીસ, કોઈપણ જાતનો દુઃખાવો વગેરે બીમારીઓનો અકસીર ઇલાજ છે. આ પ્રયોગથી હૃદયવિકાર માં પણ ફાયદો થાય છે. મરી વજન ઓછું કરે છે, અને અરસ મટાડે છે. આંખનું તેજ  અને યાદશક્તિ વધારવા માટે  કાળામરીના દાણા, ૭ બદામ, ૭ કાળીદ્રાક્ષ અને ૧ ઈલાયચી રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણી નિયમિત પીવાથી આંખનું તેજ  અને યાદશક્તિ વધે છે.

છાતીમાં કફ ભરાવો, દુઃખાવો, શ્વાસ, કાંસ, કોઈપણ કફ વિકારમાં અડધી ચમચી મરી પાવડર, ૧ ચમચી સાકરનો પાવડર, ઘી અડધી ચમચી અને મધ ૧ ચમચી બરાબર મેળવીને દિવસમાં ૩ થી ૪ વખત ચાટવાથી વિકૃત, દૂષિત કફ સહેલાઈથી બહાર નીકળીને કફના રોગોમાં ફાયદો કરે છે.

કાળા મરીનો પાવડર બનાવીને તુલસીના પાંદડાના રસમાં મેળવીને સવાર-સાંજ લેવાથી ગમે તેવો મેલેરિયાનો તાવ મટી જશે. સાડા પાંચ ચમચી કાળામરીનો પાવડર અને ૧ ચમચી મધ નિયમિત ૧ મહિનો સવાર-સાંજ લેવાથી માસિક બરાબર આવે છે.

કાળા મરીનો ઉકાળો કરીને કોગળા કરવાથી દાંતની કોઈપણ બીમારી કે દુ:ખાવો મટી જશે. આ ઉકાળો  પીવાથી ગળાના રોગો પણ મટી જશે. કાળા મરી ચુસવાથી પણ ફાયદો થશે. આદુ અને લીંબુના રસમાં કાળા મરીનો પાવડર નાખીને પીવાથી પેટના દુઃખાવા માં અસર કરે છે.

એક ચમચી કાળા મરીનો પાવડર એક કપ શેરડીના વીનેગારમાં મેળવીને માથુ ધોવાથી માથાના વાળ વધશે અને લાંબા થશે. અને ખરતા પણ બંધ થશે. વાળ રેશમ જેવા મુલાયમ બનીને ચમકદાર બનશે. વાળ ચામડીના રોગથી ખરતા હોય તો મીઠું અને ડુંગળીનો રસ મેળવીને માથામાં બરાબર ઘસીને નહાવાથી ફાયદો થાય છે.

કૃમિ વિકારમાં કાળામરીના ૪ દાણા સવાર-સાંજ ખાવાથી થોડા જ દિવસોમાં કૃમિનો નાશ થાય છે. ભૂખ લગાડનાર બધી જ દવામાં કાળા મરીનો ઉપયોગ થાય છે. ૧ ચમચી મરી પાવડરમાં ૧ ચમચી મધ મેળવીને દિવસમાં એક વખત ચાટવાથી થોડા જ દિવસોમાં ભૂખ લાગશે અને પાચનશક્તિ પણ બરાબર થશે.

આફરો ચડ્યો હોય તો ૨૦ કાળામરીના દાણા ૧ ચમચી ગોળમાં બરાબર ગરમ કરીને ચાવીને ખાવાથી આફરો મટે છે. પેટ બરાબર સાફ થઈ જશે અને પેટમાં પ્રમાણસર વાયુ રહેશે. ઝેર પેટમાં ગયું હોય તો ૫ ગ્રામ કાળા મરીનું ચૂર્ણ માખણમાં મેળવીને દિવસમાં ૪ થી ૫ વખત ખાવાથી ફાયદો થાય છે. હડકાયું કૂતરું કરડે તો ૫ નંગ કાળા મરી અને ૬ ગ્રામ ભોંયરીંગણી વાટીને પાણી અથવા દૂધ સાથે પીવું જોઈએ તેનાથી લાભ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top