ખરતા અને સફેદ વાળથી લઈને માથા અને નખની દરેક સમસ્યા મતીએ રામબાણ છે આનો ઉપયોગ, અત્યારે જ જાણો આરોગ્ય માટે ના આ ચમત્કારી ફાયદો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મહેંદી ભારતથી નહીં પણ આરબ દેશમાંથી લાવવામાં આવતી વસ્તુ છે. મહેંદીનો ઉપયોગ મહિલાઓ તેમના હાથની સુંદરતા વધારવા માટે કરે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ વાળને રંગવા માટે પણ થાય છે. લગ્ન હોય કે અન્ય કોઈ તહેવાર ભારતની મહિલાઓ મેંદી લગાવે છે.

આ સિવાય મહેંદીનો ઉપયોગ આરોગ્યની ઘણી સમસ્યાઓના ઇલાજ માટે પણ થાય છે. ભારત અને અન્ય દેશોમાં મહેંદીનો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને મહેંદીના આવા જ કેટલાક ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ચોક્કસ અજાણ હશો.

તો ચાલો આપણે જાણીએ મહેંદીના ફાયદાઓ વિશે. શરીરના કોઈપણ ભાગમાં વાગે ત્યારે અસહ્ય દુઃખાવો થાય છે. મહેંદીના પાનાને પીસીને તેમાં થોડી હળદર મિક્સ કરીને વાગ્યું હોય ત્યાં લગાવી પાટો બાંધી દેવો. આમ લેપ કરવાથી થતાં દુખાવામાં ચોક્કસ રાહત મળશે.

મહેંદીમાં એવા ઘણા ગુણો રહેલા છે જેનાથી પેટની બીમારીઓમાં રાહત મળે છે. આયુર્વેદમાં મહેંદીનો ઉપયોગ પેટની બીમારી સામે રક્ષણ આપતી દવાઓ બનાવવામાં થાય છે. જો પગમાં ફોલ્લા પડે કે ચપ્પલ  ડકે તો નારિયેળના તેલમાં મહેંદી મિક્સ કરીને લગાવો.

આમ કરવાથી ફોલ્લમાં થતી બળતરામાં રાહત મળશે. મોંઢામાં પડેલા ચાંદા ખૂબ પીડાદાયક હોય છે. મહેંદીના પાનને રાત્રે ચોખ્ખા પાણીમાં પલાળી દો. સવારે પાણીમાંથી પાન કાઢીને આ જ પાણીથી કોગળા કરો. આમ કરવાથી મોઢા ના ચાંદામાં રાહત મળશે.

મહેંદીમાં ટીબી જેવી ઘાતક બીમારી સામે લડવાની તાકાત છે. મહેંદીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોવાથી ટીબી સામે લડવામાં સક્ષમ છે. મહેંદીના પાનને પીસીને ઉપયોગ કરવાથી ટીબીમાં રાહત મળે છે. જો કે આ પાંદડાનો પ્રયોગ કરતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી.

મહેંદીની તાસીર ઠંડી હોય છે જેથી દુઃખાવામાં રાહત મળે છે. જો માથું દુઃખે તો મહેંદીના પાન ઘસીને લેપ લગાવવાથી રાહત થશે. માઈગ્રેનના દુઃખાવા માટે મહેંદી સારો પ્રાકૃતિક ઉપચાર છે. શરીરના કોઈપણ ભાગમાં વાગે ત્યારે અસહ્ય દુઃખાવો થાય છે. મહેંદીના પાનને પીસીને તેમાં થોડી હળદર મિક્સ કરીને વાગ્યું હોય ત્યાં લગાવી પાટો બાંધી દો. તેનાથી રાહત મળે છે.

વાળમાં ખોડો કે અન્ય કોઈપણ સમસ્યા હોય તો મહેંદી લગાવો. મહેંદી વાળ માટે કુદરતી કંડિશનરનું કામ કરે છે અને વાળ ચમકદાર બનાવે છે. મહેંદી બહુ ઠંડી હોય છે જેના કારણે તે ગુણકારી છે. મહેંદીના પાન શરીરમાંથી ગરમી દૂર ભગાવે છે. જો પગમાં મહેંદી લગાવવામાં આવે તો ગરમીમાં લૂ લગતી નથી.

આગથી જો કોઈ અંગ દાઝી જાય તો મહેંદીના પાનનો લેપ કરી તેને દાઝેલી ત્વચા પર લગાવો. તેનાથી બળતરા તરત શાંત થઈ જાય છે અને ઘા પણ ઝડપથી રૂઝાઈ છે. ચામડીના રોગને ખતમ કરવા માટે મહેંદીની છાલ ખૂબ કામ આવે છે. આ માટેઆ છાલનો ઉકાળો બનાવીને તેનુ સેવન કરવુ જોઈએ. તેનુ સેવન લગભગ સવા મહિના સુધી કરવાનુ જોઈએ. પણ આ વાતનુ ધ્યાન રાખો કે ત્વચા પર સાબુનો ઉપયોગ નથી કરવો નહિ.

જો નખની ચમક ઝાંખી પડી ગઈ છે તો નખ ઉપર મહેંદી લગાવો, નખની ચમક વધી જશે. મહેંદીમાં એન્ટી ફંગલ તત્વો રહેલા છે. તે શરીરમાં કોઈપણ પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. ધાધર ની સમસ્યા હોય તો મહેંદીને પીસીને લગાવો થોડા દિવસમાં ધાધર મટી જશે.

અડધો લીટર પાણીમાં ૫૦ ગ્રામ મહેંદીના પાનને વાટીને મિક્સ કરી લો અને પછી તેને ઉકાળી લો. ઉકાળ્યા પછી જ્યારે ૧૦૦ ગ્રામ પાણી વધે ત્યારે તેને ગાળી લો અને તેનુ સેવન કરો. આ ઉકાળો પથરીના દુખાવાથી રાહત આપે છે. રાત્રે ૨૦૦ ગ્રામ પાણીમાં ૧૦૦ ગ્રામ મહેંદીના પાનને વાટીને પલાળી દો. સવારમાં તેને ગાળીને પીવો. આ ઉપાયને લગભગ એક અઠવાડિયા સુધી દરરોજ કરો. આ ઉપાય કમળાને દૂર કરવામાં ફાયદાકારક છે.

મહેંદી હાઈ બીપી એટલે કે હાઈ બ્લડ પ્રેશરમાં પણ ખૂબ ફાયદાકારક છે. આજના સમયમાં નાના-મોટા દરેક માણસો આ સમસ્યાને લીધે ચિંતિત છે. જેમને હાઈ બી.પી.ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તેઓએ મહેંદીનાં પાન પીસીને તેમના હાથ અને પગમાં સારી રીતે લગાવવા જોઈએ. તેનાથી ઘણો ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top