ઘણા લોકો શિયાળામાં નારંગી ખાવાનું ટાળે છે. જ્યારે નારંગી ખાવાથી આ સિજન દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ. બીજા વિશ્વયુદ્ધમાં નારંગીનો રસ સૈનિકો માટે તૈયાર કરાયો હતો. આ પીણું તેમનામાં પોષક ઉણપને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યું હતું.
અમેરિકામાં, આ રસ એટલો લોકપ્રિય થયો કે તે બધામાં સૌથી પ્રિય પીણું બની ગયું. વિટામિન સી સિવાય નારંગી એ ઘણા પોષક તત્ત્વો ધરાવે છે. આ ફળ ખાવાથી અને તેનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ બરાબર રહે છે. નારંગીનો રસ, બર્ફી, ચટણી વગેરેમાં ખાવામાં આવે છે. આ ફળમાં કેલરી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્વો હોય છે.
શિયાળામાં નારંગીનો રસ પીવો તે સ્ત્રીઓ માટે ફાયદાકારક છે જેથી વજન ઓછું થાઈ છે, આંખોની દ્રષ્ટિ સુધરે છે, કિડનીની સમસ્યાઓ સુધરે છે, ત્વચાની સમસ્યાઓ માટે પણ અસરકારક છે, વાળ ખરતા અટકાવે છે, કોલેસ્ટરોલ ઘટાડે છે અને ગર્ભાવસ્થામાં સ્ત્રીઑ માટે અને દાંત માટે વિટામિન સી પણ પૂરું પડે છે.
તો ચાલો જાણીએ શિયાળામાં નારંગીનો રસ પીવાથી શું ફાયદા થાય છે. વરિષ્ઠ આયુર્વેદિક સલાહકાર એ એમ કહ્યું કે આયુર્વેદમાં તેને સ્વરાસન કહેવામાં આવે છે. શિયાળાની ઋતુ માં શરદી રહેવી સામાન્ય છે. પરંતુ શિયાળામાં નારંગી ખાવાથી કે તેનો રસ પીવાથી શરદીનો અંત આવે છે. આની પાછળનું કારણ એ છે કે નારંગીનો રસ રોગપ્રતિકારક શક્તિ બરાબર રાખે છે. નારંગીનો રસ વિટામિન સીથી ભરપૂર છે. આ કારણ છે કે નારંગીના રસથી શરદી મટે છે.
નારંગીમાં ફાઇબરનું પ્રમાણ વધારે છે. ફાઈબર વજન ઘટાડવાનો શ્રેષ્ઠ સ્રોત છે. ફાઈબર ખાવાથી પાચન શક્તિ જાળવવામાં મદદ મળે છે અને ભૂખ બહુ લાગતી નથી. નારંગી માં ઓછી માત્રા માં કેલરી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
નારંગીનો રસ રોગો સામે લડવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. નારંગી શરીરની પેશીઓને શક્તિ આપે છે જેથી શરીર શક્તિશાળી બને છે. આ જ કારણ છે કે નારંગીનો રસ પીવાથી ઘણી બીમારીઓથી દૂરરહી શકાય છે.
નારંગીમાં વિટામિન બી 9 અને ફોલેટ હોય છે. આ ગુણધર્મો સાથે તે શરીરમાં રક્ત પરિભ્રમણ કરે છે. દરરોજ બે કપ નારંગીનો રસ બ્લડ પ્રેશરની સમસ્યાને ઘટાડી શકે છે. નારંગીમાં એવા ગુણધર્મો હોય છે જે શરીરમાં ઑક્સિજનયુક્ત લોહીનો પ્રવાહ જાળવી રાખે છે. આ જ કારણ છે કે હૃદયની બિમારીઓ દૂર રહે છે.
ઘણી વખત લોકો ચહેરા પર નારંગીની છાલ લગાવે છે જેથી ચહેરા પરની ગંદકી સાફ થઈ જાય. નારંગીનો રસ પીવાથી ત્વચામાં ગ્લો આવે છે. તે ત્વચાને સાફ કરે છે અને સુધારે છે. તેમાં વિટામિન સી અને ઇ શામેલ છે, જે ચહેરાના કોષોને ફરીથી બનાવવામાં મદદ કરે છે. સૂર્યપ્રકાશને લીધે નુકસાન થયેલી ત્વચા ને પણ નારંગીનો રસ પીવાથી મટાડી શકાય છે.
નારંગીના રસની સાથે તેની છાલનો ઉપયોગ ત્વચામાં ખૂબ મદદ કરે છે. નારંગીની છાલને છાંયડામાં સુકાવીને પાવડર બનાવો અને લીંબુ, ગુલાબજળ, ચણાનો લોટ અને દહીં ભેળવીને ચહેરા પર લગાવો. તેનાથી દાગ મટે છે. નારંગીની છાલના આંતરિક ભાગ થી માલિશ કરવાથી તે તેલ મુક્ત ત્વચા બનાવે છે, અને દાગ મટે છે.
નારંગીમાં પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર હોય છે, જે કિડનીમાં પથરીને મટાડે છે. દરરોજ નારંગીનો રસ પીવાથી કેલ્શિયમની માત્રા જાળવવામાં મદદ મળે છે. જેના કારણે કિડનીની સમસ્યા દૂર રહે છે.
વિટામિન સી ત્વચા માટે સારું છે. જેના કારણે તે ચહેરાની સુંદરતામાં ઉમેરો કરે છે. નારંગીનું સેવન કરવાથી શરીર ડિટોક્સ થાય છે અને શરીર શુદ્ધ થાય છે. કરચલીઓથી છૂટકારો મેળવવા નારંગીના રસમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. તેનાથી ફાયદો થશે.
નારંગીમાં કેરોટિન અને વિટામિન બંને સારી માત્રામાં જોવા મળે છે. આ બંને આંખોની દ્રષ્ટિ માટે સારા માનવામાં આવે છે. વિટામિન આંખ ને સુરક્ષિત કરે છે. નારંગીનો રસ આંખોને બેક્ટેરિયા અથવા ચેપથી સુરક્ષિત રાખે છે. નારંગીના રસ થી કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું થાય છે. તેમાં વધુ ફાઇબર હોય છે જે કોલેટરોલને બરાબર રાખે છે.
શિયાળામાં, પ્રદૂષણનું સ્તર વધુ વધે છે. જેની અસર વાળ પર પણ પડે છે. વાળ નિર્જીવ બની જાય છે. અને લોકોમાં થતાં તાણ કારણે પણ વાળ નિર્જીવ, શુષ્ક બની જાય છે. તેથી શિયાળામાં વાળ સુંદર બનાવવા માટે નારંગીના રસ ને લીંબુનો રસ અને મધ સાથે મિક્ષ કરીને વાળ પર લગાવવો જોઈએ. તેને લગાવવાથી વાળ નો ખોડો સાફ થઈ જશે અને વાળને મોઇસ્ચર મળે છે, જેનાથી વાળ સુંદર બનશે.
શિયાળામાં નારંગીનો રસ અથવા નારંગી ખાવાથી પેટના અલ્સર મટે છે. તેમાં ફાઇબરની માત્રા વધારે હોય છે જે પેટના અલ્સર મટાડે છે. નારંગીમાં કેલ્શિયમ પણ સારી માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત રાખે છે અને દાંતને સ્વસ્થ રાખે છે.
નારંગીનો રસ પીતી વખતે ઘણી સાવચેતીઓ ધ્યાનમાં રાખવી જોઈએ. જે લોકોને ગળાની તકલીફ હોય છે, તેઓએ નારંગીનો રસ ન પીવો જોઈએ. જે લોકોના ગળામાં દુખાવો થાય છે તેમણે નારંગી, ચૂનો, લીંબુ અથવા આમળા ન ખાવા જોઈએ. ઉપરાંત, ઠંડા નારંગીનો રસ પણ ન પીવો.