આર્યુવેદની પાસે એવી એવી જડીબુટ્ટીઓ છે, જેનો તમામ બિમારીઓમાં ઉપયોગ કરી શકો છો. તેમાનો જ એક ખાસ પદાર્થ છે, ગુગળ. ગુગળ એક વૃક્ષ છે, જેમાથી નીકળનાર ગુંદરને આપણે ગુગળ કહીએ છીએ. ગુગળ ઘણાં રોગોમાં લાભકારી સાબિત થાય છે.
ગુગળ જોવામાં કાળા અને લાલ રંગનું હોય છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. ગુગળ ગરમ હોય છે. ગુગળનો પ્રયોગ પેટનો ગેસ, સોજો, દુખાવો, પથરી, મસા, જૂની ખાસી, યૌન શક્તિમાં વધારો, દમ, ઘુંટણનો દુખાવો, ફેફસાનો સોજો જેવા રોગો દૂર કરવા માટે થઇ શકે છે.
જે ગુગળ ચીકણું, સોના જેવા કલર વાળુ, પાકા જાંબુ ના રંગ જેવું, અથવા તો પીળું હોય તે ગુગળ અતિ લાભદાયી છે. આવો જાણીએ કે આયુર્વેદ મુજબ ગુગળ ના પ્રયોગથી કઈ કઈ બીમારી માંથી રાહત મેળવી શકીએ છીએ. તો ચાલો હવે આપણે જાણીએ ગૂગળનો ઉપયોગ કઈ રીતે કરવો અને ગુગળથી કયા કયા ફાયદાઓ થાય છે.
ગૂગળ કમરના દુખાવામાં વધારે ઉપયોગી થાય છે. તેના માટે શુદ્ધ ગુગળ 3 ગ્રામ લઈ એક ખજુરની પેશી લેવી, તેમાંથી ઠળીયો કાઢી તેમાં ગુગળનો પાવડર નાખ્યા પછી ખજુર ઉપર બાંધેલા લોટનું પડ ચડાવી દેવું. પછી તેણે ગરમ રાખમાં મૂકી દેવાનું છે. પછી તેને પીસી લઈ તેની નાની નાની ગોળીઓ બનાવવી પછી છાયામાં સુકવી અને પછી રોજ સવારે એક એક ગોળીનું સેવન કરવું.
આ રીતે સેવન કરવામાં આવે તો કમરનો દુખાવો બિલકુલ નાબુદ થઇ જાય છે. જો કોઈ પ્રકારનો ઘાવ છે અને તે રૂઝાતો ન હોય તો ગુગળના ચૂરણને નાળિયેરના તેલમાં અથવા ઘી માં પીસીને લેપ બનાવી લેવો અને ઘાવ પર લગાવવામાં આવે એટલે માત્ર ત્રણ જ દિવસમાં ઘાવ બિલકુલ રુઝાય જાય છે.
લકવા હોય તો 900 મીલીગ્રામ કેસર, ગુગળ અને ઘી સાથે સેવન કરવાથી કોઈપણ પ્રકારના લકવા મટી શકે છે. કોઈપણ પ્રકારનો ટ્યુમર છે તો તેના માટે ગુગળ ગરમ પાણીમાં પીસીને ટ્યુમર પર લગાવવામાં આવે તો તે મટી શકે છે. 600 થી 1200 મીલીગ્રામ રોજ સવાર-સાંજ સેવન કરવાથી આ રોગમાં રાહત મળી શકે છે.
કોઈપણ પ્રકારની શરીરમાં ચરબી છે તો ચરબી દૂર કરવા માટે શુદ્ધ ગુગળ ને 1 થી 2 ગ્રામ ગરમ પાણીની સાથે રોજ રાત્રે ત્રણ વાર સેવન કરવાથી ચરબી ઉતરી જાય છે. વાળની સમસ્યાઓ માટે ગુગળ ખુબ જ ફાયદાકારક છે આ સમસ્યા માટે ગુગળ ને વિનેગરમાં ઘોળીને રોજ રાત્રે નિયમિત રીતે માથામાં લગાવવાથી લાભ મળે છે.
કબજિયાત ખુબ જ રહેતી હોય તેના માટે પણ ગુગળ એક રામબાણ ઈલાજ છે. લગભગ 5 ગ્રામ ગુગળ અને 5 ગ્રામ ત્રિફળા ચૂર્ણ સાથે ગરમ પાણીનુ સેવન કરવાથી કબજિયાત દૂર થઇ જાય છે. લાંબા સમયથી કબજિયાત હોય તો પણ તે દુર થઇ જાય છે અને શરીરમાં આવતા સોજા પણ મટી જાય છે.
ખાટા ઓડકાર આવતા હોય તો એક ચમચી ગુગલના ચૂરણને એક કપ પાણીમાં ઓગળીને પછી એક કલાક પછી આ મિશ્રણ ગાળી લેવું અને જમ્યા બાદ આ પાણીનું સેવન કરવાથી ખાટા ઓડકાર આવતા નથી. ગુગળ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરે છે. ગુગળ ત્રણ મહિનામાં 30 ટકા કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. ગુગળ લોહીમાં પ્લેટલેટ્સ ને ચીપકવાથી રોકે છે. તથા હ્રદયની બિમારી અને સ્ટ્રોકથી પણ બચાવે છે.
ગુગળ થાઇરોઇડ ગ્રંથીના કાર્યમાં સુધારો કરે છે. શરીરની ચરબી ઓગાળવામા પણ મદદરૂપ બને છે. ગુગળનો પ્રયોગ ઘૂંટણના દુખાવામાં પણ લાભદાયી છે. ગુગળના પ્રયોગથી મેટાબોલિઝમમાં વધારો થાય છે અને મોટાપો દૂર થાય છે. તે સાથે જ પેટમાં થતા ગેસમાંથી છુટકારો મેળવી શકાય છે.
માત્ર થોડા જ ગુગળ થી ઘણી બધી બીમારીઓ થી બચી શકાય છે . પણ એટલું ધ્યાન રાખવાનું છે કે તેનું સેવન સાચી રીતે કરવાનું છે. જો તેનું યોગ્ય સેવન કરવામાં આવે તો ઘણા વર્ષ સુધી શરીર ને કોઈ પણ બીમારી બચાવી શકાય છે. ગુગળનું અધિક સેવન યકૃત માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ સિવાય ગુગળના અધિક ઉપયોગથી અશક્તિ, નપુસક્તા, બેભાન થઇ જવુ, મોંઢામાં સુઝન અને ઝાડા થઇ જવા જેવી સમસ્યાઓ થઇ શકે છે.