શરીરમાં આ ૪ ચિહ્નોજોવા મળે તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે મગજમાં સ્ટ્રોકનું જોખમ, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો આ ચિન્હો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જયારે મગજ સુધી રક્તપ્રવાહમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે, ત્યારે મગજની પેશીઓ સુધી ઓક્સિજન અને પોષક દ્રવ્યો પહોંચતા નથી. આ પ્રકારની સ્થિતિમાં સ્ટ્રોક કે “બ્રેઇન એટેક” આવે છે. ઓક્સિજન અને પોષક દ્રવ્યોનાં પોષણ વિના મગજનાં કોષોનો નાશ થવાની શરૂઆત થાય છે.

જેથી મગજનાં અસર પામેલા ભાગ દ્વારા નિયંત્રિત થતી કામગીરીઓ પર અસર થવાની શરૂઆત થાય છે. સ્ટ્રોક મેડિકલ ઇમરજન્સી છે, પણ જો એનાં ચિહ્નોને સમયસર ઓળખવામાં આવે અને સમયસર ઉચિત સારવાર મળી જાય, તો તમારું જીવન બચી જશે અને તમારી સ્થિતીમાં ઘણો સુધારો થઈ શકે છે. જો તમને ક્યારેય સ્ટ્રોક આવ્યો ન હોય, પણ તમે એનું જોખમ વધારે ધરાવતા હોય, તો તમારાં ડૉક્ટર સ્ટ્રોકને અટકાવવા સારવાર શરૂ કરી શકે છે.

સ્ટ્રોકનાં મુખ્ય બે પ્રકાર છે, જે બંને માટે કારણ અલગ-અલગ છે. સ્ટ્રોકમાં મગજને લોહીનો પુરવઠો પહોંચાડતી ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામી જવાથી એ ધમની બંધ થઈ જાય છે. સામાન્ય રીતે આ ધમની ક્ષાર થી સાંકડી અને કઠણ થઈ ગઈ હોય છે, અને આ ક્ષાર ચરબી અને કોલેસ્ટેરોલ જામવાથી બને છે.

ઘણીવાર હ્યદય અથવા શરીરની મોટી રક્તવાહિનીઓ માંથી જામેલો લોહી નો ગઠ્ઠો પરિભ્રમણ કરીને અન્ય નાની રક્તવાહિનીઓ મા ફસાય જઈને અવરોધ ઉભો કરી શકે છે. હેમરેજિક સ્ટ્રોકમાં મગજમાં ધમની માં લીક થાય છે કે તૂટી જાય છે. સામાન્ય રીતે મગજની અંદર લોહી વહેવાનો સંબંધ અનિયંત્રિત હાઈપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) અથવા એન્યૂરિઝમ સાથે છે. એન્યુરિઝમ એ ધમનીની દિવાલમાં નબળાઈ કે પાતળો છેદ છે.

જો તમે ૬૫ વર્ષથી વધારે વય ધરાવતાં પુરુષ હોવ, અથવા જો તમારા કુટુંબનાં કોઈ સભ્યને સ્ટ્રોક કે મૂળભૂત રીતે ‘મિનિ-સ્ટ્રોક’ ટ્રાન્ઝિઅન્ટ ઇસકેમિક એટેક (TIA) આવ્યો હોય, તો તમને સ્ટ્રોકનું જોખમ વધારે છે. હાયપર ટેન્શન, કોલેસ્ટેરોલનું ઊંચું પ્રમાણ, એટ્રિઅલ ફાઇબ્રિલેશન, કન્જેસ્ટિવ હાર્ટ ફેઇલ્યર, કે અગાઉ થયેલો હાર્ટ એટેક જેવી હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ, ડાયાબીટિસ, મેદસ્વીપણું, સ્લીપ એપ્નિયા, અને ગર્ભનિરોધક ગોળીઓનું સેવન, ખાસ કરીને ધુમ્રપાનની ટેવ ધરાવતી અને ૩૫ વર્ષથી વધારે વય ધરાવતી મહિલાઓને આા જોખમ વધારી રહે છે.

ઉદાહરણ તરીકે, તમે સ્વાસ્થ્ય માટે લાભદાયક આહાર (ફળફળાદિ, શાકભાજી, આખું અનાજ)નું સેવન કરી શકો છો, નિયમિત કસરત કરી શકો છો, વજન ઘટાડી શકો છો, અને તમારાં બ્લડ પ્રેશર પર ને નિયંત્રણ રાખી શકો છો. તમારાં તણાવનાં સ્તરને નિયંત્રણમાં રાખવાથી અને વજનમાં ઘટાડો કરવાથી હાયપરટેન્શન ઘટાડવામાં પણ મદદ મળશે.

જો તમે રોજ એક  ખાવ છો તો પણ તમને લોહીના ગઠા જમવાની તકલીફ માંથી છુટકારો મળી શકે છે. નિયમિત રીતે કસરત કરો, વજનને નિયમિત કરો, ફળ, શાકભાજી અને અનાજનું સેવન વધુ અને મીઠું અને ચરબી નું સેવન ઓછું કરો, ધ્રુમપાન છોડો અને દારૂનું સેવન ના કરો.

ચિહ્નો/વિકલાંગતા દેખાવાની શરૂઆત થયાનાં ત્રણ કલાકની અંદર અસરકારક સારવાર શરૂ કરવી જરૂરી છે. ઉચિત સારવાર સ્ટ્રોકને આગળ વધતો અટકાવવામાં કે નુકસાનમાં વધારો થતો અટકાવી શકે છે. જો સ્ટ્રોક લોહીનાં ગઠ્ઠાને કારણે આવ્યો હોય, તો એને ઓગાળવા તમારે થ્રોમ્બોલાયટીક દવા લેવી પડે એવું બની શકે છે.

જો તમને હેમરેજિક સ્ટ્રોક આવ્યો હોય, તો તમારે તમારું બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લેવા, તમારાં મગજની અંદર દબાણ ઓછું કરવા, આંચકીઓને અટકાવવા કે એની સારવાર કરવા, શરીરનું તાપમાન જાળવવા અને લોહીનાં ગઠ્ઠાં બનતા અટકાવવા દવાઓ લેવી પડે છે.

કેટલાંક કિસ્સાઓમાં મગજની અંદર જામી ગયેલા લોહીને સર્જરી દ્વારા દૂર કરવાની જરૂર પડી શકે છે. અમુક વ્યક્તિઓ મા એન્યુરિઝમ ના કારણે હેમરેજ થઈ શકે છે અને તે એન્યુરિઝમ ની સારવાર મગજ ની સર્જરી વગર કોઈલિંગ પદ્ધતિ થી પણ શક્ય છે.

સારવાર કરનાર ફિઝિશિયન સાથે ફિઝિયોથેરપિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ સાથે સઘન પુનર્ગઠનનાં કાર્યક્રમથી મહત્તમ રિકવરીમાં મદદ મળે છે. પ્રથમ, તમારે તમારાં જોખમી પરિબળોની જાણકારી મેળવવી જોઈએ.

બ્લેક ટી  એટલે બ્લેક ટી આરોગ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે પણ શું તમે જાણો છો કે કાળી ચા લોહીને ઘાટું બનાવવાથી અટકાવે છે જેના કારણે થી ધમનીઓમાં લોહી ના ગઠા જામવાથી અટકે છે. તે નસ માં લોહીની અસર ને સરળ બનાવે છે જેને કારણે બ્લડપ્રેશર પણ નિયંત્રણ રહે છે.

શક્ય હોય તેટલી જીવનશૈલી સ્વસ્થ જાળવવાનો પ્રયાસ કરો, માપસર વજન જાળવો, તમારાં આહાર પર નજર રાખો, નિયમિત કસરત કરો, ધુમ્રપાન ન કરો, તણાવને નિયંત્રણમાં રાખો, શરાબનું ઓછું સેવન કરો અને નશીલા દ્રવ્યોનું સેવન ટાળો. જો તમારું જોખમ ઘટાડવા આ પગલાં પર્યાપ્ત ન હોય, તો દવા લો.

બ્લડપ્રેશર ની નિયમિત તપાસ કરવો. તો આ બીમારીના શિકાર ન થવા માંગતા હો તો આરામદાયક જીવન છોડી દો અને રોજ સવારે દોડ લગાવો. ઓફિસમાં જો તમારે વધુ સમય માટે બેસવું પડે છે તો પ્રયત્ન કરો કે થોડી વારમાં ચાલો. તેનાથી પગમાં લોહીનું વહેવું સામાન્ય રહેશે અને લોહી માં ગઠા ની સમસ્યા ને રોકી શકાય છે.

જો તમને કોઈ તકલીફ નથી છતાં પણ 30 વર્ષ પછી વર્ષમાં એક વખત ડોક્ટર પાસે પોતાની શરિરિક તપાસ કરાવી લેવી જોઈએ. વિશ્વમાં દર 40 થી 45 માં કોઈને કોઈને મસ્તિકનો હુમલો આવે છે. દરેક 3 મીનીટમાં મસ્તિક નો હુમલો ને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે. હ્રદય રોગ અને કેન્સર પછી આ ત્રીજો સૌથી મોટો જીવલેણ રોગ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top