મોંધી દવા કરતાં પણ વધુ અસરકારક, આ ઔષધિના પાંદડાની પેસ્ટ કમર અને સાંધાના દુખાવામાં આપશે તત્કાલી કાયમી છુટકારો..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

એખરો એક ઔષધ છે. એખરોના બીજ સામાન્ય રીતે આયુર્વેદમાં વપરાય છે. તે એક પ્રકારનો કાંટોવાળો છોડ છે જે નદી, તળાવના કાંઠે ભીની માટીમાં ઉગે છે. તેના બીજ મોટાભાગે જાતીય સમસ્યાઓ માટે વપરાય છે. પ્રાચીન કાળથી એખરોના ઉપયોગ ઘણા રોગોની દવા તરીકે થાય છે કારણ કે એખરો ના બીજના ઔષધીય ગુણધર્મો અસંખ્ય છે.

આ બીજનો ઉપયોગ કરવામાં આવે તો ઘણા રોગોથી રાહત મળી શકે છે. એખરોના પાંદડા મધુર અથવા કડવા હોય છે. તેનાથી આંતરડા, પેટનો રોગ, કમળો, કબજિયાત, પેશાબના રોગ, સંધિવા જેવા રોગો મટે છે. હવે અમે તમને જણાવીશું એખરોના ફાયદાઓ વિશે વિગતવાર.

જો કમરનો દુખાવો થતો હોય તો એખરોના પાનને પીસીને લગાડવાથી કમરના દુખાવામાં અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. જ્યારે શરીરના કોઈપણ ભાગમાં સોજો અને દુખાવો હોય ત્યારે એખરો અસરકારક રીતે કાર્ય કરે છે. ગૌમૂત્ર અથવા પાણી સાથે 65-125 મિલિગ્રામ એખરોની રાખનું સેવન કરવાથી સોજો ઓછો થાય છે.

જો કોઈ કારણસર શ્વાસ લેવામાં તકલીફ છે, તો તરત જ રાહત મેળવવા માટે એખરો લેવાથી ફાયદો થાય છે. 2- 4 ગ્રામ એખરો ના બીજના પાઉડરમાં મધ અને ઘી મેળવી લેવાથી શ્વાસની તકલીફમાં રાહત થાય છે. પેશાબની બિમારીમાં ઘણી સમસ્યાઓ છે, જેમ કે પેશાબ કરતી વખતે પીડા અથવા બળતરા થવી, તૂટક તૂટક પેશાબ આવવો, પેશાબ ઓછો આવવો વગેરે. એખરોનું સેવન આ રોગમાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

જો વધુ મસાલેદાર ખોરાક, પેકેજ્ડ ફૂડ અથવા બહારના ખોરાક ખાવાથી ઝાડા થાય છે ત્યારે 2- 4 ગ્રામ એખરો ના બીજના પાવડરને દહીં સાથે પીવાથી ઝાડામાં રાહત મળે છે. જો લોહી સંબંધિત રોગોથી પરેશાન છો તો એખરો ખૂબ ફાયદાકારક મનાય છે. આ માટે એખરોના બીજના પાવડરને 1-2 ગ્રામ લેવાથી લોહીના રોગોમાં ફાયદો થાય છે.

જો હવામાનના પરિવર્તનને લીધે ઉધરસથી પરેશાન છો, તો એખરો રાહત આપી શકે છે. એખરોના પાનનો પાઉડર બનાવીને મધને 1-2 ગ્રામ તે પાવડરમાં મેળવી ચાટવાથી ખાંસીમાં રાહત મળે છે. અનિદ્રામાં એખરોનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પેટમાં પાણી અથવા પ્રોટીન વધારે હોવાને કારણે પેટ ફૂલી જાય છે અને દુખવા લાગે છે. આવી મુશ્કેલીમાં એખરો ખૂબ ફાયદાકારક છે. એખરોમ ના મૂળનો ઉકાળો બનાવો અને તેને 10-20 મિલિલીટર આા ઉકાળો પીવો, તે જલોદરમાં લાભ આપે છે. આ ઉકાળો પીવાથી સોજો, પેશાબ અથવા પેશાબની તકલીફ, પથરી, મૂત્રાશય અને યકૃતના રોગોમાં રાહત મળે છે.

દૂધમાં ગોખરુ, એખરો અને એરંડા નું મૂળ પીસીને પીવાથી પેશાબ કરતી વખતે થતો દુખાવો કે બળતરા અને પથરીમાં રાહત મળે છે. આ સિવાય 1 ગ્રામ એખરોના મૂળને અને એરંડાના મૂળ મિક્સ કરીને તેને દૂધમાં પીસીને પીવાથી પેશાબ કરતી વખતે થતો દુખાવો, બળતરા અને પથારીમાં રાહત મળે છે.

જો કમળાથી પીડિત છો અને તેના લક્ષણોથી પરેશાન છો તો આ રીતે એખરોનો ઉપયોગ કરી શકો છો. એખરોના પાંદડાનો ઉકાળો કરીને તેને 15-20 મિલી પીવાથી કમળો, પાંડુ અથવા એનિમિયા, કરમિયા અને પેશાબના રોગોમાં રાહત થાય છે.

કબજિયાતના દર્દીઓમાં એખરોફાયદાકારક છે. તે આંતરડાની શુષ્કતાને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરમાંથી મળને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. કિડનીને લગતી સમસ્યાઓથી મુક્તિ મેળવવામાં પણ એખરો ફાયદાકારક સાબિત થાય છે કારણ કે તેમાં મૂત્રવર્ધક ગુણધર્મો છે અને તે મૂત્રની માત્રામાં વધારો કરીને કિડનીને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.

જો કમરનો દુખાવો થતો હોય તો એખરોના પાનને પીસીને લગાડવાથી કમરના દુખાવામાં અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. જ્યારે શરીરના કોઈપણ ભાગમાં સોજો અને દુખાવો હોય ત્યારે એખરો અસરકારક રીતે કાર્ય કરે છે. ગૌમૂત્ર અથવા પાણી સાથે 65-125 મિલિગ્રામ એખરોની રાખનું સેવન કરવાથી સોજો ઓછો થાય છે.

એખરોના બીજનો ઉકાળો બનાવો અને 15-30 મિલીલીટરના ઉકાળામાં ખાંડ ભેળવીને ડાયાબિટીસના દર્દીને  આપવાથી રાહત મળે છે. કૂટ રોગ મોટાભાગે પિત્ત વધવાથી થાય છે. તેમાં એખરો નો ઉપયોગ ફાયદાકારક છે કારણ કે તેમાં પિત્ત શામક ગુણધર્મો છે જે આ રોગના લક્ષણો દૂર કરવામાં મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top