ઘા માંથી લોહી નીકળતું હોય તો વિનેગર લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે. ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં પલાળેલા કપડાથી પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને વાગેલા ઘા ઉપર હળદર દબાવી દેવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
કુલાવેલી ફટકડીનો પાઉડર ઘા પર નાખી પાટો બાંધવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી. છરી-ચપ્પુ, બ્લેડ કે પથ્થર વાગવાથી થતા રક્તસાવ ઉપર જેઠીમધનું જીણું ચૂર્ણ દબાવીને પાટો બાંધવાથી લોહી બંધ થશે. લોહી નીકળતા ઘા પર પાનમાં ખાવાનો ચૂનો ચોપડી, તેના પર તલના તેલનું પોતું મૂકી, પાટો બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.
ગાજર બાફી તેની પોટલી બનાવી ઘા પર બાંધવાથી ગમે તેવો ખરાબ ઘા પણ સારો થાય છે. કાચા ગાજરને કચરી ઘઉંના લોટમાં મેળવીને બાંધવાથી ફોડલા તથા બળતરાવાળા ઘા મટે છે. ગુવારનાં પાનનો રસ ઘા પર ચોપડવાથી ઘા પાકતો નથી.
ઘા રૂઝવવા, ઘાનો પાક રોકવા વડની છાલના ઉકાળાથી ઘા ધોવો. પછી તેમાં વડની છાલનું ચૂર્ણ ભરી પાટો બાંધવો. ઘામાં જીવાત પડી હોય તો વડના દૂધને ઘા માં ભરી પાટો બાંઘવો. દિવસમાં બે-ત્રણ વાર આ રીતે ઘા ધોઈને વડનું દૂધ ભરવું.
સૂકા કોપરાને ખાંડી તેનો ભૂકો કરવો અને સૂક્વવો. તેમાં આમલીના કચૂકની છાલની 1/2 ગ્રામ ભૂકી મેળવી ખૂબ મસળવાથી તેમાંથી તેલ નીકળશે. એ તેલ ચોપડવાથી વાગેલા અંગમાંનું લોહી સાફ થાય છે અને જખમ સારો થાય છે. કાયમ પરુ ઝરતું હોય તેવા ઘા પર જૂના ઘી નો લેપ કરવાથી રૂઝ આવે છે. તરતના થયેલા ઘા પર કે રૂઝ ન આવતી હોય તેવા ઘા પર પીસેલા તલમાં મધ અને ઘી મેળવી ચોપડવાથી બીજા ઔષધો કરતાં જલદી ફાયદો મળે છે.
ત્રાસદાયક ઘા પર ઘીલોડાના પાનનો રસ ચોપડવો. પરુ ઝરતા ઘા પર મસૂરની દાળ વાટી ચોપડવાથી ફાયદો થાય છે. લસણની કળી વાટી લેપ કરવાથી પાકેલા ઘા માં પડેલા કીડા મરી જાય છે. પાકેલા સિતાફળની છાલથી ઘા રૂઝાય છે. સીતાફળીનાં પાન ખાંડી, ચટણી બનાવી, તેમા સિંધવ મીઠું મેળવી, ઘા પર પોટલી બાંધવાથી ઘા માં પડેલા કીડા મરી જાય છે.
તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલદી રૂઝાય છે. હળદરને તેલમાં કકડાવીને તે તેલ ઘા-જખમ પર ચોપડવાથી ન રૂઝાતા ઘા જલદી રૂઝાઈ જાય છે. તેલ પીસી તેમાં ઘી અને મધ મેળવી, વા પર ચોપડી, પાટો બાંધવાથી ઘા જલદી રૂઝાઈ જાય છે.
તુલસીનાં પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે. હિંગ અને લીંમડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે. ઘા ઉપર સાકરના પાણીનો પાટો બાંધવાથી જલદી રૂઝ આવે છે. ભાંગેલા હાડકાં જલદી સંધાય તે માટે લસણની કળીઓ ઘીમાં તળીને ખાવાથી ફાયદો થાય છે. પીપળાની છાલ સ્વચ્છ કરી, તેને સહેજ પાણીમાં વાટવી અને એને સોજા વાળા ભાગ પર ચોપડવાથી રાહત થાય છે.
ઘામાં જીવડાં, કૃમિ થાયા હોય તેના પર લસણ વાટી લૂગદી કરી લગાડવું અને દારૂડીના મૂળનો લેપ કરવાથી ગૂમડું ફાટી જાય છે. જખમ, ઘા, ગુમાડા, ચાંદાં, શીતળા જેમાં બહુ બળતરા થતી હોય તો તેમાં ચોખાનો બારીક લોટ પાઉડરની જેમ ચાંદાં પર, લગાડવાથી બળતરા મટે છે.
રીંગણાંને શેકી તેમાં હળદર તથા ડુંગળી વાટીને માર-ઘા ની જગ્યા પર ગરમ લેપ કરવાથી રાહત મળે છે. શરીરના કોઈ પણ અંગના વાયુ કે કફના સોજા પર પીપળીમૂળને પાણી સાથે વાટી, ગરમ કરીને લેપ કરવો તેમજ ગંઠોડો, દેવદાર, ચિત્રક અને સૂંઠ નાખી ગરમ કરેલું પાણી જ પીવામાં વાપરવું.
ચાંદા પાકી તેમાં જીવાત પડી હોય તો ઘા સાફ કરી વડનું દૂધ દિવસમાં ત્રણ-ચાર વાર ભરવું. લસણની કળીઓ વાટી રસ કાઢી ત્રણ દિવસ ચોળવાથી શરીરમાંની ગરમીને લીધે શરીર પર ફેલાયેલાં લાલ ચાંદાં મટે છે. શરીરના કોઈ પણ ભાગ પર કોઈ પણ પ્રકારનો જખમ થયો હોય તો ત્યાં સ્વમૂત્ર સતત લગાડતા રહેવાથી ઘા જલદી મટી જાય છે. સ્વમૂત્ર ચિકિત્સા ભારતની પ્રાચીન, સરળ અને સુલભ પદ્ધતિ છે.