Breaking News

રોજ સવારે માત્ર આ રીતે પીઓ 4 ગ્લાસ પાણી, આ જૂના રોગો થઈ જશે કાયમી દૂર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ખાલી પેટે પાણી પીવાની આદત હમેશાં સ્વસ્થ રાખે છે. આ ટ્રીટમેન્ટ થી જાણો કેટલા દિવસમાં કયો રોગ મટશે દરરોજ સવારે 4 ગ્લાસ પાણીનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક છે. જો એકસાથે પાણી ન પીવાય તો ધીરે-ધીરે પાણી પીવાની ટેવ પાડો.

પાણીને જીવન માનવામાં આવે છે. સારાં સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી હોય છે. સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે ખાલી પેટે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને દૂષિત તત્વોને શરીરમાંથી પેશાબ વાટે બહાર કાઢી દે છે.

શું તમે એ વાત જાણો છો કે, જો તમે સવારના પોરમાં રોજ ખાલી પેટે 4 ગ્લાસ એટલે કે એક લીટર પાણી પીવો તો તમે આજીવન અનેક બીમારીઓથી બચીને આરોગ્યવર્ધક જીવન જીવી શકો છો. આનાથી તમારું પાચનતંત્ર એકદમ દુરસ્ત રહે છે.

મોટા ભાગની બીમારીઓ આપણા પેટમાંથી જ જન્મ લેતી હોય છે. જેથી જો સવારે ખાલી પેટે પાણી પીશો તો તંદુરસ્તીને પોતાની પાસે રાખી શકશો. શું તમે જાણો છો કે, સવારમાં ખાલી પેટે પાણી પીવાનું ચણલ ક્યાંથી શરૂ થયું? આ ચલણ જાપાનના લોકોએ શરૂ કર્યુ. ત્યાંના લોકો સવારમાં ઉઠીને સીધા જ બ્રશ કર્યા વગર 4 ગ્લાસ પાણી પી જતા હતા. ત્યાર બાદ તે અડધો કલાક સુધી કંઈ પણ ખાતા નહીં.

જો તમે પણ આમ કરવાનું વિચારી રહ્યા છો તો, પ્રયત્ન એ જ કરજો કે, પાણી થોડું હૂંફાળું હોય, જેથી તમે બાદમાં કોઈ પણ તૈલીય પદાર્થ ખાવ તો પણ તે ચરબીના રૂપમાં તમારા શરીરમાં જમા ન થાય. તો ચાલો જાણી લો સવારમાં નરણાં કોઠે પાણી પીવાથી શરીરને ક્યા-ક્યા લાભ મળી શકે છે.

રોજ સવારે ખાલી પેટે પાણી પીવું તે વોટર ટ્રિટમેન્ટ થેરેપી કહેવાય છે. પાણી પીવાના એક કલાક પહેલાં અને એક કલાક બાદ સુધી કંઈપણ ખાવું પીવું ન જોઈએ. શરૂઆતમાં આટલું પાણી પીવામાં તમને પરેશાની થશે જેના માટે બે ગ્લાસ પાણી પીને થોડીક મિનિટ રોકાઈ જવું પછી બીજા બે ગ્લાસ પાણી પીવું આમ ધીરે-ધીરે તમને આદત પડી જશે.

જ્યારે તમે આ થેરેપીની શરૂઆત કરશો તો તમને એક કલાકમાં બેથી ત્રણવાર પેશાબ માટે જવું પડશે. પરંતુ થોડાક દિવસ બાદ શરીર તેનાથી ટેવાઈ જશે અને પછી આ સમસ્યા પણ દૂર થઈ જશે. સવારે ઉઠતાંની સાથે બ્રશ કર્યા વિના ચાર ગ્લાસ પાણી પીવું.

બ્રશ કર્યાની 45 મિનિટ સુધી કંઈ ખાવું પીવું નહીં. નાસ્તા, લંચ અને ડિનરના 15 મિનિટ બાદ બે કલાક સુધી કંઈ પીવું નહીં. મોટી ઉંમરના લોકો માટે સવારે 4 ગ્લાસ પાણી પીવું મુશ્કેલ બની જાય છે, જેથી તેમણે થોડા-થોડા પાણી પીવાથી શરૂઆત કરવી.

અર્થરાઈટિસના દર્દીઓએ પહેલાં સપ્તાહમાં ઈલાજની આ પ્રક્રિયાને ત્રણ દિવસથી  કરવું ત્યારબાદ બીજા સપ્તાહથી રોજ આ પ્રક્રિયા અપનાવી શકે છે. હવે જાણો તેના શું ફાયદા થાઈ છે.. જ્યારે તમે બહુ બધું પાણી પીશો ત્યારે તમને કુદરતી રીતે જ ટોયલેટ જવાની ઈચ્છા થશે.  જો તમે આવી રીતે રોજ પાણી પીશો તો તમારા પેટની સિસ્ટમ ગંદકીને બહાર નિકાળશે અને તમારા પેટને સાફ કરશે.

ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ ખૂબ જ ઝડપથી વધે છે. જેથી ધીરે-ધીરે શરૂ કરીને રોજ 4 ગ્લાસ પાણી પીવાની આદત અવશ્ય પાડવી. જેથી એનીમિયાના દર્દીઓ માટે પણ આ ઉપચાર અતિ લાભકારી છે. જો તમે વેટ લોસ ડાયટ કરી રહ્યા છો તો તમારે ખાલી પેટે ચોક્કસથી પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ.

આથી જો તમને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો ચોક્કસ આ રીતે પાણી પીવું જોઈએ. પાણી શરીરમાંથી દરેક પ્રકારની ગંદકીને બહાર કાઢી દે છે. જ્યારે તમે ખુબ જ વધુ માત્રામાં પાણી પીને પેશાબ કરો છો, ત્યારે તમારા શરીરમાંથી મોટા પ્રમાણમાં ટોક્સિન કચરો નીકળી જાય છે. આથી જ ડોક્ટરો પણ હંમેશા મોટા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપતા હોય છે.

પાણી પીને જ્યારે તમારૂં પેટ સાફ થઈ જાય છે ત્યારે, તમને વધુ પ્રમાણમાં ભૂખલાગે છે, આથી સવારમાં બ્રેકફાસ્ટ પણ તમે સારી રીતે કરી શકો છો. પાણી પીવાથી શરીરની પાચનશક્તિ 24 ટકા વધી જતી હોય છે. આનો સીધો અર્થ એવો થાય છે કે, તમે ભોજનને ઝડપથી પચાવી શકો છો અને આની સાથે તમે તમારૂં વજન પણ થોડું ઘટાડી શકો છો.

આનાથી શરીરમાંથી ખરાબ ટ્રાન્સ ફેટ બહાર નીકળી જાય છે અને શરીરના ફેટ મેટાબોલિઝમ વધે છે. સવારે ખાલી પેટે પાણી પીવાથી ચહેરા પર નીકળનારા ખીલ સાફ થઈ જતા હોય છે. એકવાર જો તમારૂં પેટ સાફ રહેવા લાગશે તો આ બિમારી આપોઆપ ઠીક થઈ જતી હોય છે.

શરીરને બેલેન્સ રાખવા માટે પાણી ખુબ જ આવશ્યક તત્વ છે. પાણીથી તમારૂં શરીર રોગની સામે લડવા માટે શક્તિશાળી બને છે. આથી રોજ સવારે ઉઠીને ખુબ જ પાણી પીવું જોઈએ. કેટલીક વખત આપણા શરીરમાં અંદર પાણીની અછતના કારણે આપણને માથાનો દુઃખાવો થઈ જતો હોય છે. આથી પ્રયત્ન કરવું કે સવારમાં પેટ ભરીને પાણી પીવું.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!