લોકોને ગુંદરના લાડુ ખાવા કે દૂધમાં મિક્સ કરીને પીવામાં મઝા આવે છે. તેનો ઉપયોગ દવાઓ, એનર્જી ડ્રિંક્સ, આઈસ્ક્રીમ બનાવવા માટે પણ થાય છે. ગુંદર માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તે તમને અનેક રોગોથી પણ સુરક્ષિત રાખે છે. હવે ચાલો તમને જણાવીએ કે ગુંદર ખાવાનું સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક છે.
હુંફાળા પાણી સાથે ગુંદર ખાવાથી શરદી, ખાંસી, અને તાવની સમસ્યા દૂર થાય છે. આ સિવાય તેના સેવનથી પેટમાં ચેપ થવાનું જોખમ પણ ઓછું થાય છે. તેના સેવનથી સ્ટેમિના અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જે તમને આખો દિવસ તાજગીભર્યો રાખે છે, તે અનેક રોગોથી પણ બચાવે છે.
કબજિયાત અથવા એસિડિટીના કિસ્સામાં, 1 ચમચી ગુંદર લો. દિવસમાં 1 વખત તેનું સેવન કરવાથી તમારી કબજિયાતની સમસ્યા દૂર થશે. ગુંદર ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે સ્કિન કેર એજન્ટ તરીકે કામ કરે છે. ગુંદરને શેકીને કે પછી તળીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દુર થાય છે. તેમાં ભરપૂર માત્ર માં પ્રોટીન ફાયબર વિટામીન અને એન્ટીઓક્સીડેંટ રહેલો હોય છે જે કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે.
અલબત તેનાથી ખાંસી જુકામ ફ્લુ અને ઇન્ફેકશન જેવી તકલીફો દૂર થાઈ છે. તો આવો જાણીએ રોજ શેકેલ ગુંદર ખાવાથી કયા ફાયદા થાય છે. આ માટે સૌ પ્રથમ એક વાસણમાં અડધી ચમચી તેલ ગરમ કરીને તેમા ગુંદર ને શેકો. ૫ મિનીટ શેક્યા બાદ ગુંદર પોપકોર્ન જેવા ફૂલી જશે. શિયાળામાં ગુંદરમાંથી બનેલા લાડવાનું સેવન પણ ખુબ ફાયદાકારક રહે છે.
હ્રદયના રોગ દૂર કરવા હ્રદયને લગતા બધા જ રોગ ને અને હાર્ટ એટેક નો ભય ઓછો કરવા માટે શેકેલો ગુંદર ખુબજ ફાયદાકારક છે. તે ઉપરાંત તેના સેવન થી માંસપેશીઓ પણ મજબુત બને છે. પ્રેગનેન્સી માટેનો સમય એ ખૂબ અગત્યનો સમય છે તો આ સમય દરમિયાન ગુંદર ના સેવનથી મહિલાઓની કરોડરજ્જુ ના હાડકાને મજબુત બનાવે છે.
દરરોજ ગુંદર ખાવાથી હાડકાં મજબૂત બને છે. તે જ સમયે, દૂધ અને ગુંદરનું સેવન કરવાથી સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. તેનું સેવન કરવાથી ધમનીઓ અને લોહીની નળીઓ બરાબર રહે છે. આ સાથે કોલેસ્ટરોલ પણ નિયંત્રણમાં રહે છે, જેથી તમે હૃદયરોગથી બચી શકો.
જેમને ફેફસાની સમસ્યા, નબળાઇ અને થાક હોય છે, તેમના માટે ગુંદરનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. ઓછી ઊંઘની સમસ્યામાં રાત્રે ગરમ દૂધ સાથે ગુંદર મિક્ષ કરીને પીવું જોઈએ. આ સારી નીંદર આપે છે. આ સાથે અનિદ્રાની સમસ્યા પણ દૂર થશે. આ સિવાય હતાશા અને તાણ પણ દૂર થાય છે.
ગુંદરના લાડુ અથવા ચીકીનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. તેના લાડુનું સેવન કરવાથી શિયાળામાં શરીર અંદરથી ગરમ રહે છે. પીરિયડ પીડા, લ્યુકોરિયા, ડિલિવરી પછીની નબળાઇ અને શારીરિક વિસંગતતાઓને મટાડવા માટે, ગુંદર અને ખડી સાકર સમાન પ્રમાણમાં ભેળવીને કાચા દૂધ સાથે ખાઓ.
સગર્ભાવસ્થામાં ગુંદરનું સેવન કરવાથી મહિલાઓની કરોડરજ્જુ મજબૂત બને છે. આ સિવાય તેના સેવનથી માતાના દૂધમાં પણ વધારો થાય છે. શિયાળામાં બનતા વિવિધ પાકો જેવા કે અડદિયા પાક, બદામ પાક, નાળિયેર પાક, તલ પાક, સુખડી, મેથી લાડુમાં ગુંદરને ઘી કે તેલમાં તળીને ઉમેરવામાં આવે છે.
ગુંદરના લાડુ પણ બનાવી શકાય છે. આ સિવાય કોઈ આયુર્વેદિક દવા કે ગોળી બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. દૂધ સાથે ગુંદર પલાળીને પીવાથી ખૂબજ ફાયદો થાય છે એવું કહેવામાં આવે છે કે તેનાથી વૃદ્ધત્વ દૂર રહે છે. દરરોજ ગુંદર ખાવાથી શરીર અંદરથી ગરમ રહે છે જે અનેક રોગોથી દૂર રાખે છે.
કેન્સર ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થી બચી શકો છો. લોહીની કમી દૂર કરવા શરીર માં રહેલા લોહી ને વધારવા માટે ગુંદરને લગતા ખોરાક ખાવા જોઈએ જેનાથી લોહી માં વધારો થાય છે. ઘણા લોકો શરીર થી ખુબજ નબળા હોય છે તો આવા લોકોએ રોજ અડધો ગ્લાસ દુધમાં ગુંદર ભેળવીને પીવો. તેના સેવનથી થાક, નબળાઈ, ચક્કર આવવા ઉલટી અને માઈગ્રેન જેવી તકલીફોને દુર કરે છે.