ઉનાળામાં તો લોકો રોજ છાશ પીવે છે. તેમ છતાં ઘણાં લોકો એવા પણ છે જેઓ રોજ છાશ નથી પીતા અથવા તો ઘણાને છાશ પસંદ નથી હોતી. પણ શું તમે જાણો છો કે, છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.
મોટા ભાગના લોકો માને છે કે મોળી છાશ પીવી સારી, પરંતુ એ સાચું નથી. સાવ જ મોળા દહીંમાંથી બનેલી છાશ કાચી હોય છે અને તેનાથી કફ થાય છે, જ્યારે અતિશય ખાટી થઈ ગયેલી છાશ પિત્ત કરનારી થઈ જાય છે. સામાન્ય રીતે થોડીક ખટાશ હોય એવી ખાટીમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે. છાશ હમેશાં બપોરે જ પીવી.
ભૂખ ન લાગતી હોય, શરીરમાં વાયુને કારણે દુખાવો રહેતો હોય, પાચન બરાબર ન થતું હોય, અવારનવાર છાતીમાં ભાર રહેતો હોય અને ગભરામણ થતી હોય તથા ખાટા ઓડકાર આવતા હોય તો છાશનું નિત્ય સેવન ગુણકારી છે. પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે.
પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4 વાર છાસ પીવી જોઈએ. છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે. દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે.
છાશ ઝડપી પાચનમાં અને રાહતનાં ગુણધર્મમાં મસાલાવાળા ખોરાક ખાધા પછી પેટમાં રાહત આપે છે. છાશમાં વિટામિન બી 12, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. એક સર્વે અનુસાર છાશ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં બાયોએક્ટિવ પ્રોટિન રહેલું હોય છે. જે કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવામાં આવે છે. જ્યારે છાશે એ હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે.
છાશથી સોજો, હરસ, ગ્રહણી, મૂત્રાવરોધ, મરડો, પાંડુરોગ, મંદાગ્નિ, ઝાડા અને આંતરડાંની નબળાઈ દૂર થાય છે. તાજી છાશ માં ચિત્રકમૂળ ની છાલનું ચૂર્ણ નાખીને એ છાશ પીવાથી લાંબા સમયે હરસ-મસા મટે છે અને મટી ગયા પછી ફરી પાછા થતા નથી. છાશમાં મરી, સુંઠ, પીપળીમૂળ અને બિડલમુણ નું ચૂર્ણ મેળવીને પીવાથી ફાયદો થાય છે. છાશ માં ઇન્દ્રજવ નું ચૂર્ણ નાખીને તે છાશ પીવાથી પણ ફાયદો થાય છે.
છાશ કફ દોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે છે. કફ પ્રકૃતિમાં તેમ જ કફના વિકારોમાં માખણ કાઢેલી છાશ પીવી જોઈએ. એમાં પણ જો છાશ એ ગાયના દૂધમાંથી બનેલી હશે તો તે અમ્રુત સમાન કહી શકાઈ છે. છાંસ પીવાથી રોગો આપણી આસપાસ પણ નથી ભટકતા અને કેટલાક એવા રોગો જ દૂર થાય છે તે ફરી ક્યારેય થતા નથી. પેટને લગતા રોગો જેવા કે અપચો, કબજિયાત જેવી ગંભીર સમસ્યામાં છાશ નું સેવન નિયમિત કરવાથી થોડાજ દિવસમાં તે સમસ્યા દૂર થાઈ છે.
છાશમાં રહેલો ખાટો રસ વાયુને દૂર કરે છે. છાશની ખટાશથી ભૂખ લાગે છે અને રુચિ ઉત્પન્ન થાય છે. ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે. વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ તેમ જ વાત વિકારમાં ખાટી છાશ અને સિંધવ લેવું. આમ છાશ ત્રિદોષનાશક છે અને આંતરડાંના કોઈ પણ દર્દમાં એનો ઉપયોગ કરવામાં આવે છે.
ટાઈફોઈડ તાવમાં છાશ પીવી ઉત્તમ ગણાય છે. જુના મળદોષ ના સંચય થી ઉત્તપન્ન થયેલા તાવ ને છાશ ના સેવન દ્વારા દૂર કરી શકાય છે. તાવ ને લીધે શરીર માં બળતરા થતી હોય, ચાંદા પડતા હોય તો તે દૂર કરી શકાય છે. ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે.
છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. છાશમાં વિટામીન-સી હોવાથી તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ત્વચાનો કુદરતી નિખાર જળવાઈ રહે છે. ભોજન દરમિયાન કે ભોજન પછી છાશ પીવાથી ખોરાક નું પાચન સારી રીતે થઇ જાય છે.