વજન ઘટાડવાની સાથે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત એવા મોટાભાગના લોકો આ દિવસોમાં સામાન્ય ઘઉંના લોટના બદલે જવનો લોટ, બાજરીનો લોટ, રાજગરાનો લોટ અને સોયાનો લોટનો ઉપયોગ કરે છે. આવો જ એક સ્વસ્થ વિકલ્પ રાગી છે જે ફિંગર મિલેટ તરીકે પણ ઓળખાય છે. રાગીને ઘણી જગ્યાએ નચની પણ કહેવામાં આવે છે.
સૌથી સારી વાત એ છે કે રાગીના લોટમાં કોલેસ્ટરોલ અને સોડિયમ શૂન્ય ટકા હોય છે, જ્યારે ચરબીની માત્રા માત્ર 7 ટકા હોય છે. આ સિવાય તે ડાયેટરી ફાઇબર, કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, આયર્નથી પણ ભરપૂર છે. પ્રોટીન અને ફાઈબરને લીધે, તે વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સિવાય રાગીના ઘણા ફાયદા છે.
રાગીના લોટમાં ચોખા, મકાઈ અને ઘઉંની સરખામણીએ ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો ગુણ રહેલો છે. તેમા વધુ માત્રામાં પોલિફેનોલ્સ હોય છે જે પાચનતંત્ર વધુ મજબૂત બનાવે છે. તેને કારણે ફૂડ ક્રેવિંગ ઓછું થાય છે, જેનાથી ઓછી ભૂખ લાગે છે અને શુગર કંટ્રોલમાં રહે છે. રાગી નિયમિત ખાવાથી ત્વચા યુવાન અને ચમકીલી બને છે. તેમાં મેથિઓનાઈન અને લાઈસિન નામના એમિનો એસિડ્સ હોય છે.
ઘઉં અથવા ચોખાના લોટની તુલનામાં, રાગીમાં ઉચ્ચ પોલિફેનોલ્સ અને ફાઇબર હોય છે અને તેમાં ગ્લાયસિમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે. તેથી, તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સવારના નાસ્તામાં અથવા દિવસના લંચમાં રાગીનો સમાવેશ કરવો ફાયદાકારક છે. રાગી ખાતા હોવ તો સાથે વિટામિન સી પણ લેવું જોઈએ.
ઈન્સ્યુલિન એક્ટિવેટ કરીને રાગી બ્લડ શુગર લેવલ પણ કાબુમાં રાખે છે. રાગીમાં એવા ફાઈબર્સ રહેલા હોય છે જેને કારણે લાંબો સમય સુધી પેટ ભરાયેલું હોય તેવું લાગે છે. જેનાથી વારંવાર ભૂખ નથી લાગતી અને વજન ઘટે છે. ઈન્સ્યુલિન એક્ટિવેટ કરીને રાગી બ્લડ શુગર લેવલ પણ કાબુમાં રાખે છે.
રાગી એક પોષ્ટિક આહાર છે. રાગી આયર્નનો શ્રેષ્ઠ સ્રોત છે, તેથી જો કોઈ વ્યક્તિને એનિમિયા હોય અથવા તેના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય, તો તેણે ચોક્કસપણે રાગીનું સેવન કરવું જોઈએ. રાગી માથા ના દુખાવા મા અક્સિર દવા રુપે લેવામા આવે છે. રાગી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ ને વધારે છે.
રાગી નસો ને બંધ થતી અટકાવે છે. રાગી ઉંચાઇ વધારવા મા પણ મદદ કરે છે. રાગી માં ભરપુર માત્રામાં ખનિજતત્વ રહેલ છે. રાગી માથી વિષાણૂ ની સામે લડવાંની તકાત મળે છે. રાગી કેન્સર ને રોકવાની ક્ષમતા ધરાવે છે. રાગી હદયરોગ જેવા ભયાનક રોગ સામે રક્ષણ કરે છે. બાળકો ને રાગી ખવડાવવા થી હાડકા મજબુત બને છે. ત્વચા ને નબળા પડતા અને લબડી જતા અટકાવે છે.
રાગીમા આયર્ન ભરપુર પ્રમાણ મા રહેલુ હોવાથી ઍનિમિયા જેવા રોગોમા લોહિની ઉણપને દુર કરે છે. રાગી ચીતાં દુર કરવામા ખુબજ મદદરુપ સાબિત થાય છે. રાગીમાં ઘણા એન્ટીઓકિસડન્ટો હોય છે જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે. જો ચિંતા, હતાશા અથવા અનિદ્રાની સમસ્યા છે, તો રાગીનું સેવન કરવું જોઈએ.
એક ગ્લાસ પાણીમાં એક ચમચી રાગીનો પાવડર મેળવીને થોડીકવાર ઉકાળવામાં આવે છે અને તેમાંથી બનેલી રોટલી ખાવાથી હાડકાંમાં કેલ્શિયમની ઉણપથી થનારા રોગ નો ખતરો ઓછો રહે છે. તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો કુપોષણ, ક્ષરણ સંબંધિત રોગ અને અસમય વૃદ્ધ થવાની પ્રક્રિયા દૂર થાય છે અધિક પોષ્ટિક રોટલી અને બ્રેડ બનાવવા માટે ઘઉંના લોટ સાથે રાગીનો લોટ નિયમિત રીતે મેળવી શકાય છે.
બીજા અનાજની સરખામણીએ રાગીમાં અનેકગણું વધારે કેલ્શિયમ હોય છે. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ન્યુટ્રિશન ઈન ઈન્ડિયાના આંકડા અનુસાર 100 ગ્રામ રાગીમાં 344 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. રાગીનો લોટ ખાવાથી હાડકા અને દાંત મજબૂત બને છે. બાળકોને રાગી ગમે તે સ્વરૂપે આપવી જોઈએ જેથી તેમના હાડકા મજબૂત બને.