ગેસની પ્રોબ્લેમ માટે ઘણાં લોકો મોંઘી દવાઓ ખાતાં હોય છે પણ તેનાથી આગળ જતાં આડઅસર ભોગવવી પડે છે. તેમજ ઘણાં લોકો પેટમાં ભરાતા ગેસ એટલે કે ગેસ્ટ્રિકની સમસ્યાને સામાન્ય સમજીને અવગણતા હોય છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં ગેસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.
ગેસ બનવાના અનેક કારણો હોય છે, જેમાં અનિયમિત ખાનપાન, વધુ ખાટા, તીખા, મરચાં, મસાલાવાળો ખોરાક, ગેસ વધારતા ખોરાક લેવા, રાતે મોડે સુધી જાગવું, ઓછું પાણી પીવું, ચણા, અડદ, વટાણા, મગ, બટાકા, મસૂર, ફ્લાવર, ચોખા વગેરેનું વધુ સેવન સામેલ છે.
પરંતુ પેટમાં ગેસ થવાના કારણો વિશે જાણી લેવામાં આવે તો આ સમસ્યાથી જલ્દીથી છૂટકારે મેળવી શકાય છે. જેથી આજે અમે તમને એવા આયુર્વેદિક ઉપચારો વિશે જણાવીશું, જે કરવાથી તમારા પેટમાં ગેસ નહીં ભરાય અને તમને આ સમસ્યા માટે દવાઓ ખાવી નહીં પડે.
હવે જાણો કેમ થાય છે ગેસની સમસ્યા? : આંતરડામાં ખરાબ બેક્ટેરિયા જમા થવાને કારણે પાચન બરાબર નથી થતું. જેના કારણે પેટમાં ગેસ બને છે. આ પ્રોબ્લેમ પેટમાં ઈન્ફેક્શન, લાંબા સમય સુધી બેસીને કામ કરવું, કબજિયાતને કારણે પણ થાય છે. ગેસ થવાના અનેક કારણો પણ છે.
પથરી, લિવરની સમસ્યા, હૃદયની નબળાઈ થી પણ ગેસ બને છે. વડીલોમાં પ્રોસ્ટેટનું વધવું પણ ગેસનું કારણ બને છે. જો તમને માત્ર ગેસની સમસ્યા હોય તો અપનાવો આ ટિપ્સ તેનાથી ગેસની સમસ્યા દૂર થઈ જશે. પેટમાં એસિડનો સ્ત્રાવ વધતાં આપણે એસિડિટીની સમસ્યાથી પીડાવું પડે છે, પણ રોજ બે કેળાં ખાવામાં આવે તો આ સ્ત્રાવ કંટ્રોલમાં આવે છે. કેળાં ખાવાથી કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે. માટે તે જરૂરથી ખાવાં જોઇએ.
પેટના ગેસની સમસ્યાને દૂર કરવા માટેના ઉપાય – કાળી ચામાં લીંબુનો રસ અને સિંધાલૂણ નાખીને પીવાથી પેટમાં ગેસ નહીં થાય અને વધારાનો ગેસ નીકળી જશે. તેમજ દરરોજ ચપટી હીંગ, સંચળ, અમજમો અને શેકેલો જીરાનો પાવડર હુંફાળા પાણીમાં મિક્સ કરીને પીવો. આવું કરવાથી હંમેશા માટે ગેસની સમસ્યાથી છૂટકારો મળશે.
કેળાંમાં કેટલાંય એવાં પોષક તત્ત્વ છે જે શરીરની સાથે સાથે પેટના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી હોય છે. અપચાની અને ગેસની સમસ્યા માટે કેળાં લાભદાયી છે. કેળાંમાં રહેલું પોટેશિયમ અને એન્ટિ ઓક્સિડેન્ટ પેટમાં વધી જતાં એસિડને કંટ્રોલમાં લાવવાનું કામ કરે છે.
પેટ માટે નારિયેળ પાણી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પેટની ગરમી હોય તો નારિયેળ તેના માટે શ્રેષ્ઠ ઔષધ સાબિત થશે. પાચનશક્તિ મજબૂત કરવા માટે પણ નારિયેળ પાણી લાભદાયી છે, તેમજ એસિડિટી માટે પણ તે ગુણકારી છે. રોજ એક નારિયેળનું પાણી અચૂક પીવું જોઇએ.
જમતી વખતે વચ્ચે-વચ્ચે લસણ અને હિંગ થોડી માત્રામાં ખાતા રહેવાથી ગેસની સમસ્યાથી છુટકારો મળે છે. રોજ 1નાનકડી હરડે મોંમાં નાખીને ચૂસતા રહેવાથી પણ પેટમાં ગેસ ભરાવાની સમસ્યા દૂર થાય છે. હરડે અને સૂંઠનો પાઉડર, અડધી-અડધી ચમચી લઈને તેમાં સહેજ સિંધાલૂણ મિક્સ કરવાથી ભોજન પછી પાણી પીવાથી ગેસની સમસ્યાથી છુટકારો મળે છે.
એક ચમચી અજમાની સાથે ચપટી સંચળ ભોજન કર્યા પછી ચાવીને ખાવાથી પેટમાં ગેસ ભરાવાની સમસ્યાથી છુટકારો મળે છે. તેમજ આદુ અને લીંબુનો રસ એક-એક ચમચી લઈને તેમાં સંચળ મિક્સ કરીને જમ્યાં પછી તેનું સેવન કરવાથી હંમેશા માટે ગેસની તકલીફ દૂર થઈ જશે. તે સિવાય છાસ પણ બહુ ગુણકારી છે. એક ગ્લાસ છાસમાં બે ગ્રામ અજમો અને એક ગ્રામ સંચળ નાખીને જમ્યાં પછી પીવાથી ગેસની સમસ્યા નથી થતી.
લસણની બે-ત્રણ કળીને વાટીને તેમાં ચપટી મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને ખાવાથી પણ પેટમાં ગેસ નહીં થાય. તે સિવાય એક કપ પાણીમાં એક ચમચી જીરૂં, ચપટી સંચળ અને એક આદુનો ટુકડો નાખીને ઉકાળો, પછી તેમાં મધ મિક્સ કરીને પીવો. આવું દરરોજ કરવાથી પેટની દરેક સમસ્યાથી છૂટકારો મળશે. તેમજ વજન પણ ઓછું થશે.
કાકડીમાં ફાઇબર ની માત્રા સારા પ્રમાણમાં હોય છે, જે પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. એસિડિટી, અપચો અને કબજિયાત માટે કાકડી રામબાણ ઇલાજ થઇ શકે છે. કાકડી ખાવાથી ડિહાઇડ્રેશન ની સમસ્યાથી પણ દૂર રહી શકો છો.
કાકડી ખાવાથી પેટમાં એસિડ રિફ્લક્સ પણ નોર્મલ થઇ જતું હોય છે, જે કારણે એસિડિટીની સમસ્યા પણ નથી થતી. માટે રોજ બપોરના ભોજન સમયે કાકડી ચોક્કસ ખાવી. તમે કાકડી બીજા સમયે પણ ખાઇ શકો, પણ ધ્યાન રાખવું કે ખાલી પેટે તે ન ખાવી.