આપણા આહારમાં જો ઘી, તેલ, માખણ જેવા દ્રવ્ય બંધ કરી દેવામાં આવે તો શરીરમાં વાયુની વૃદ્ધી, મંદાગ્ની, કૃશતા, શુષ્કતા તથા વાયુની વૃદ્ધીના કારણે થતા આવેશ, ઉતાવળાપણું, કંપ અને ઉન્માદ જેવા રોગો ઉત્પન્ન થાય છે. વાયુ પ્રકૃતીવાળા માટે એટલે જ ગાયના ઘીનું સેવન અત્યંત જરુરી છે.
ઘી મનુષ્યની જ્ઞાનશક્તિ, સ્મૃતિ, બુદ્ધિ, હિંમત અને બળ વધારે છે તેમજ શરીરને પોષણ આપનાર શ્રેષ્ઠ તત્વ છે. ક્ષીણ થયેલ કફને વધારે છે તથા જઠરાગ્ની પ્રદીપ્ત કરી પીત્તનું પ્રમાણ જાળવે છે. આમ શરીરનાં વાત, પિત્ત અને કફ ત્રણે દોષ માટે ગાયનું ધી પોષણયુક્ત હોવાથી શ્રેષ્ઠ ટોનીક છે. તો ચાલો હવે આપણે જાણીશું ગાયના ઘી થી આપણને કયા કયા ફાયદાઓ થાય છે.
એક વર્ષ જુનું ગાયનું ઘી ત્રણે દોષો મટાડે છે. તે મૂર્છા, કોઢ, ઝેર, ઉન્માદ, અપસ્માર-વાઈ તથા તીમીર(આંખનો એક રોગો)નો નાશ કરે છે. ગાયનું જૂનું ઘી ધીમે ધીમે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે, તેમ જ કોઢ, નેત્રશુળ, મુરછ, સોજા, હરસ, ઉન્માદરોગ અને યોનીદોષમાં ફાયદાકારક છે. પગના તળીયે ગાયનું ઘી ઘસવાથી ઉંઘ સારી આવે છે.
ગાયના ઘી ને નાકમાં નાખવાથી પાગલપણું, લકવા અને નસની બીમારીમાં રાહત થાય છે. હેડકી ન રોકાતી હોય ત્યારે અડધી ચમચી ઘી ખાવાથી તરત જ બંધ થઈ જાય છે. ગાયનું ઘી ખાવાથી એસિડિટી અને કબજિયાતમાં રાહત થાય છે. હાર્ટ એટેકના દર્દીને ઘી ખાવાની મનાઈ હોય છે પણ ગાયનું ઘી ખાવાથી તેનું હૃદય મજબૂત બને છે. ગાયના ઘીમાં માઇક્રો ન્યુટ્રીયન્ટ હોય છે જે કેન્સરના દર્દીમાં રહેલા કેન્સર ફેલાવતા તત્વો સામે રક્ષણ આપે છે.
આયુર્વેદમાં મુખ્ય આઠ પ્રકારનાં ઘી નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દરેક ઘી જેમ જેમ વધારે જુનાં થાય તેમ તેમ તે વધારે ગુણકારી બને છે, પરંતુ રોજીંદા આહારમાં, પરીશ્રમ કર્યા બાદ બળ ના ક્ષયમાં, પાંડુરોગ, કમળો, નેત્રરોગ તથા સામાન્ય સ્વસ્થ મનુષ્ય માટે તો ગાયનું તાજું ઘી જ સર્વશ્રેષ્ઠ ગણાય છે.
હવે આપણે જાણીશું ગાયના છાણથી શરીને શું લાભ થાય છે. ૧૦૦ ગ્રામ ગોબર રસ અને ૩૦૦ ગ્રામ તલનું તેલ માત્ર તેલ બાકી રહે ત્યાં સુધી ઉકાળવું. એ તેલનાં રાત્રે આંખમાં ટીપાં મુકવાથી ચશ્મા દુર થાય છે. ગાયના છાણને દાજેલા ભાગ પર લગાવવામાં આવે તો તેમાં રાહત થાય છે.
ગાયના છાણને ચામડીના રોગ પર લગાવવામાં આવે તો તેનાથી ચામડીના રોગો દૂર થાય છે. ગાયના છાણને સૂકવીને તેનો ધૂપ લેવાથી ડેન્ગ્યુ , મલેરિયા ના મચ્છર ને મારવામાં સફળતા મળે છે અને તેના વાઇરસ ને દૂર કરી શકાય છે. ગાયના છાણને પાણીમા ઓગળી તેનો લેપ ગઠિયા વા પર લગાવવાથી તેમાં સુધારો લાવી શકાય છે.
જ્યારે વિષેલા જીવજંતુ વ્યક્તિને કરડે ત્યારે તેનો લેપ લગાવાથી અને 3 થી 4 વાર છાણને પાણીમાં ઓગાળી વ્યક્તિને પીવડાવવાથી રાહત મળે છે. ગાયના છાણનો શેક સુવાવડ સમયે બાળકની માતાને આપવામાં આવે છે. જેથી ઝડપથી સાજા થાય છે અને રુજ આવવામાં સરળતા રહે છે અને ભવિષ્યમા કમરનો દુખાવો રહેતો નથી.
હવે અમે તમને જણાવીશું ગાયના દૂધથી સ્વાસ્થને થતાં અનેક ફાયદાઓ: બાળકની બુદ્ધિના વિકાસ માટે ગાયનું દૂધ ખૂબ જ ગુણકારી છે. ગાયના દૂધમાં રહેલા ઓમેગા -3 ફેટી એસિડ મગજને ખૂબ જ તેજ બનાવે છે. ગાયનું દૂધ પચવામાં હલકું છે જેથી પાચનતંત્રને લગતી બીમારી દૂર થાય છે. ગાયનું દૂધ પુરુષમા સુક્રાણુની સમસ્યા માટે ખૂબ જ લાભદાયી છે જેથી સુક્રાણુની સંખ્યા વધારી શકાય છે.
ગાયના દૂધમાં કેરેટિન નામનું પદાર્થ હોય છે જે આંખોની રોશની વધારે છે. આંખોમાં રોજ બે ટીપાં ગાયના દૂધના નાખવાથી ગ્લુકોમા એક મહિનામાં ઠીક થઈ જાય છે. ગાયના દૂધનું નિયમિત સેવન કરવાથી મેમરી પાવર વધે છે. ગાયનું દૂધ પીવાથી ટીબી મતલબ ક્ષયનો રોગ હંમેશા માટે દુર થઇ જાય છે. ગાયનું દૂધ પીવાથી શરીર ઉર્જાવાન થાય છે અને સહનશક્તિ વધારે છે.
પેટના કેન્સર માટે ગાયનું દૂધ સૌથી સારું રસાયણ છે. કેમ કે કેન્સરના કોષ ગાયના દૂધથી નાશ પામે છે. ગાયના દૂધથી બધા પ્રકારની હૃદયની સમસ્યા દૂર થાય છે અને કોલેસ્ટ્રોલનું લેવલ નિયંત્રણમાં રહે છે. જો તમારું વજન ખૂબ વધારે વધી રહ્યું છે તો, ગાયના દૂધનું સેવન કરો કેમ કે ગાયના દૂધમાં ઓછું ફેટ હોય છે જે ચરબીને ઓછી કરે છે.