રોગ અનેક ઔષધ એક, પૃથ્વી પરના અમૃત સમાન આ ચૂર્ણ 150થી પણ વધુ રોગો માટે છે 100% અસરકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આંબલી, બહેડા અને હરડે ના મિશ્રણને ત્રિફળા કહેવામાં આવે છે. આયુર્વેદ માં ત્રિફળા ને ખૂબ અસરકારક માનવામાં આવ્યું છે અને આનું ચૂર્ણ ખાવાથી ઘણા પ્રકારના રોગોથી છુટકારો મળે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ ત્રિફળા અને તેના ચૂર્ણ થી આપણાં શરીરને કયા કયા ફાયદાઓ થાય છે.

શરીરમાં કમજોરીની સમસ્યા થવા પર તમે ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરો. અને એને ખાવાથી શરીર ને શક્તિ મળે છે અને શરીર આસાનીથી થાકતું નથી તમે એક ચમચી ચૂર્ણ લઈને ઘી કે સુગર અથવા મધ મેળવીને એનું સેવન કરો. રોજ આનું સેવન કરવાથી શરીરમાં શક્તિ આવી જશે તમે ઇચ્છો તો પાણી સાથે પણ લઈ શકો છો.

અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ જો સવાર-સાંજ એક ચમચી મધ અથવા ઘી સાથે ચાટવામાં આવે અને ઉપર એક ગ્લાસ દૂધ પીવામાં આવે તો આંખની રતાશ, આંખ આવવી, આંજણી થવી, બળતરા થવી, ખંજવાળ આવવી, ઝાંખું દેખાવું, પાણી પડવું, સોજો થવો વગેરેમાં ફાયદો થાય છે. ત્રિફળાને મધની સાથે લેવાથી સ્થૂળતા દૂર રહે છે અને રક્તવાહિનીઓ લચીલી બને છે, જેનાથી રક્ત પ્રવાહ સરળ બને છે.

ત્રિફળાના ઉકાળો બનાવી ઘા ધોવાથી એલોપેથિક એન્ટસેપ્ટિકની જરૂર નથી રહેતી. ઘા જલ્દી ભરાઈ જાય છે. ડાયાબિટિસમાં ત્રિફળાનું સેવન ખૂબ જ લાભદાયી રહે છે. મોઢાનાં ગલોફાં પર ચાંદાં પડતાં હોય, ગળામાં દુઃખાવો રહેતો હોય કે કાકડા થયા હોય ત્યારે એક ચમચી ત્રિફળાચૂર્ણ એક ગ્લાસ પાણીમાં પલાળી રાખવું. બીજા દિવસે ઉકાળીને અડધું થાય એટલે ઠારી, ગાળીને એ પાણી થોડીક વાર મોંમાં ભરી રાખવું અને પછી કોગળા કરવા. આનાથી લાભ થશે.

ત્રિફળા ચૂર્ણ ખાવાથી કબજિયાતની બીમારી પણ દૂર થઈ શકે છે જે લોકો કબજિયાતથી પરેશાન છે એ લોકો ગરમ પાણી સાથે ત્રિફળાનો ઉપયોગ કરે, આને ખાવાથી તમારું  પેટ સાફ થઇ જશે. માથાનો દુખાવો થવા પર તમે ત્રિફળા ચૂર્ણમાં, હળદર અને ગિલોઈ ને મેળવી ને એક મિશ્રણ તૈયાર કરો અને આ મિશ્રણની સેવન કરો. આનું સેવન કરવાથી માથાનો દુખાવો દૂર થઈ જશે.

ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે અને શરીર ને ઘણા પ્રકાર ની બીમારીઓ થી લડવાની તાકાત મળે છે. આ ચૂર્ણ ખાવાથી તાવ, ઉધરસ અને વાયરલ તાવ સરળતાથી આવતો નથી. એટલા માટે જે લોકોને શરદી કે તાવ આસાનીથી થઈ જાય છે તે લોકોએ આ ચૂર્ણ ખાવું જોઈએ.

મોં ની દુર્ગંધ થી પરેશાન લોકોએ ત્રિફળાના ચૂર્ણથી કોગળા કરવા. ત્રિફળાના ચૂર્ણના કોગળા કરવાથી મોં ની દુર્ગંધ દુર થઈ જશે. એ સિવાય ત્રિફળાથી દાતણ કરવાથી પણ મોં માં રહેલી દુર્ગંધ દુર થઇ જાય છે. દિવસમાં બે વાર એનો ઉપયોગ કરવો. ચહેરાની કરચલીઓ દૂર થાય છે. મોટી ઉંમરે પણ હદયને મજબૂત રાખે છે.

હાઈ બ્લડપ્રેશરની સમસ્યા આજકાલ ઘણા લોકો માં મળે છે. હાઈ બ્લડ પ્રેશર થવા પર ત્રિફળાનું સેવન કરો. ત્રિફળા ખાવાથી હાઈ બ્લડ પ્રેશર બરાબર થઇ જાય છે. જે લોકો હાઈ બ્લડ પ્રેશર થી પીડિત છે તે લોકો રાત્રે ઊંઘતા સમયે દૂધ ની સાથે ત્રિફળા ખાઈ લો. એક અઠવાડિયા સુધી દૂધ ની સાથે ત્રિફળા ખાવાથી હાઈ બ્લડ પ્રેશર દુર થઇ જશે.

ત્રિફળા ખાવાથી આંખો ના ઘણા રોગ મીનીટો માં બરાબર થઇ જાય છે. જે લોકોને આંખોમાં બળતરાની સમસ્યા રહે છે તે લોકો ત્રિફળને ઠંડા પાણી માં મેળવી દો અને આ પાણી થી પોતાની આંખો ને ધોઈ લો. તેના સિવાય મોતીયાબિંદ અને આંખોની રોશની ઓછી થવાની સમસ્યા પર તમે એક ચમચી ત્રિફળા ચૂર્ણમાં થોડુક ગાયનું દેસી ઘી અને મધ ને મેળવી લો અને આ મિશ્રણ નું સેવન કરો. એવું કરવાથી આંખો ની રોશની પર સારી અસર પડે છે.

ત્રિફળા ચૂર્ણના ફાયદા ત્વચા સાથે પણ જોડાયેલા છે અને આ ચૂર્ણના પાણીથી જો ચહેરો સાફ કરવામાં આવે તો ચહેરા પર એક અલગ ચમક આવે છે, એ સિવાય બે ચમચી ત્રિફળ ના ચૂર્ણ ને લઈને એને ઠંડા પાણીની અંદર મિક્સ કરી લેવું અને આ પાણીથી તમારી ત્વચાને ધોઈ લેવી.

દિવસ માં બે વાર આ પાણીથી તમારી ત્વચા સાફ કરવાથી ખુબ જ લાભ થઇ શકે છે. ત્રિફળા નું સેવન પાચનક્રિયા ને બરોબર કરવામાં અસરકારક હોય છે, તે માટે ભોજન કર્યા પહેલા ત્રિફળા ચૂર્ણમાં સુંઠ ભેળવીને લેવાથી ભૂખ લાગવા લાગે છે. તે સાથે જ સુંઠ, ગોળ કે સિંધવ મીઠું ભેળવીને ખાવાથી પાચન સારું થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top