દૂધીને લોકો હંમેશાં શાકભાજી તરીકે ખાવાનું ખાવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે દૂધીના પણ અસંખ્ય ઔષધીય ફાયદા થાય છે જેના કારણે આયુર્વેદમાં સારવાર માટે દૂધીનો ઉપયોગ કરવામાં આવે છે. દૂધી ઠંડી, ધાતુવર્ધક, વૃષ્ય, વજન ઘટતું હોય તો વજન વધારનારી અને ગર્ભને પોષણ આપનારી છે.
દૂધી ગરમીવાળા ને, ગરમીના રોગવાળાને અને ગરમ ઋતુમાં વધુ માફક આવે છે. દૂધીનું તેલ પણ ગરમ પ્રકૃતિવાળા માટે ઉપયોગી છે. દૂધીના તેલની માલિશથી બુદ્ધિ વધે છે. વળી દૂધી મધુર, સ્નિગ્ધ, ધાતુપુષ્ટતદાયી, પાચનમાં હલકી (પરંતુ વધુ ખાવાથી ભારે), હૃદય માટે હિતકારી, રુચિ તથા મૂત્ર ઉત્પન્ન કરનારી, ગ્રાહી(ઝાડો બાંધનાર), બેચેની, પિત્ત(ગરમી), વિષ, શ્રમ, તાવ તથા દાહનો નાશ કરનારી, બુદ્ધિવર્ધક, ઊંઘ લાવનારી, તરસ દૂર કરનાર, રક્તસ્ત્રાવ અટકાવનાર, વાત-પિત્તનાશક તથા કફવર્ધક છે.
તો ચાલો હવે અમે તમને જણાવીશું દૂધીથી આપણા શરીને થતાં ફાયદાઓ વિશે : જો હંમેશાં માથાનો દુખાવો રહે છે તો કપાળ પર કડવી દૂધીના બીજનું તેલ લગાવવાથી માથાનો દુખાવો ઓછો થાય છે. વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યાથી દરેક જણ પરેશાન છે, પરંતુ દૂધીનો ઘરેલું ઉપાય ટાલ મટાડવા માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
દૂધીના પાનના રસને માથા પર લગાવવાથી ટાલ દૂર થઈને વાળ આવે છે. રાત્રિના અંધાપાની સારવારમાં દૂધીનો ઉપયોગ કરવાથી ઝડપી રાહત મળે છે. દૂધીની રાખમાં મધ મિક્સ કરીને ખાવાથી અંધાપામાં રાહત મળે છે. જો શરદી, ખાંસી અથવા કોઈ રોગની આડઅસરથી કાનમાં દુખાવો થાય છે, તો તેની સારવાર દૂધીથી કરવાથી રાહત મળે છે. 1-2 ટીપાં દૂધીનો રસ કાનમાં નાખવાથી કાનમાં દુખાવો જેવી બીમારીઓમાં રાહત મળે છે.
દાંતના કૃમિ અથવા દુખાવાની સમસ્યા દરેકને હોય છે. આ માટે દૂદી ફાયદાકારક સાબિત થાય છે. કડવી દૂધીના મૂળિયાના પાવડરથી બ્રશ કરવાથી દાંતના કૃમિના દુખાવામાં રાહત મળે છે. દૂધીના ફૂલો પીસીને દાંત પર લગાવવાથી દાંતની પીડા ઓછી થાય છે.
પેશાબ માં બળતરાની સમસ્યા છે તો દૂધી નો જ્યુસ પીવાથી ખૂબજ ફાયદો થાય છે. પેશાબમાં એસીડનું પ્રમાણ વધી જવાથી બળતરા થતી હોય છે દૂધીનો રસ આ એસીડ ની માત્રા ને ઘટાડવામાં મદદ કરે છે અને બળતરા માં રાહત અપાવે છે. દૂધીમાં કેલરી અને ફેટનું પ્રમાણ તદ્દન ઓછું હોય છે. તેથી જો તમે વજન ઘટાડવા માંગતા હો તો દૂધીનું જ્યુસ પીવાનું ચાલુ કરી દો, દૂધીમાં રહેલું ફાઈબર ભૂખને કન્ટ્રોલ માં રાખે છે.
10 થી 20 ગ્રામ દૂધીના બીના ચૂર્ણમાં સાકર સાથે વાટી સવારે નરણા કોઠે ખાઈ બે કલાક પછી બે ચમચી દિવેલ પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે. 10 થી 20 ગ્રામ દૂધીનાં બીના ચૂર્ણમાં સાકર અથવા મધ મેળવી દરરોજ સવાર, બપોર, સાંજે લેવાથી પેશાબનાં દર્દો મટે છે. મધમાખી, કાનખજૂરો જેવા ઝેરી જંતુના ડંખ પર દૂધીને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વિષનો નાશ થાય છે.
હૃદયરોગથી રાહત મેળવવા માટે હૃદયને સ્વસ્થ રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. દૂધીનું સેવન કરવાથી હૃદય રોગનો ખતરો ઓછો થઈ શકે છે. દરરોજ 100-150 મિલી મીઠી દૂધીના રસનું સેવન કરવાથી હૃદય રોગોથી બચી શકાય છે. ચાલો હવે અમે તમને જણાવીશું દૂધીના રસથી થતાં અનેક ફાયદાઓ વિશે.
જો સવારે ઉઠીને કસરત કે પ્રાણાયામ કરતા હોવ છો તો કસરત કાર્ય ના અડધા કલાક પછી દૂધીનો રસ પીવો ફાયદાકારક સાબિત થાય છે, દૂધીમાં રહેલી નેચરલ શુગર શરીરમાં ગ્લાય્કોઝીન ના સ્તરને લેવલ માં રાખે છે અને શરીરમાં કારબોહાઈડ્રેટ ની ઉણપને પણ પૂરી કરે છે.
દૂધીના બીજનુ તેલ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને હૃદયને શક્તિ આપે છે. આ રક્તની નાડીને પણ સ્વસ્થ બનાવે છે. દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઈ, કબજિયાત, કમળો, હાઈબીપી , હૃદયરોગ, ડાયાબિટીસ, શરીરમાં બળતરા કે માનસિક ઉત્તેજના વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે, ચાંદા કે અલ્સર હોય તો થોડા દિવસ દૂધી ખાવાથી મટી જાય છે.
દૂધીના રસને સીસમના તેલ સાથે મિક્સ કરી પગના તળિયે માલિશ કરવાથી સારી ઉંઘ આવે છે. દૂધીનો રસ અને મધને સાથે પીવાથી તેમ રહેલા એન્ટી ઓક્સિડેન્ટ્સ સ્કિન ઇન્ફેકશન થી બચાવે છે. આના દ્વારા સ્કિન સ્વસ્થ રહે છે. દૂધીનો રસ અને મધ બંને એક સાથે પીવાથી લીવર માંથી ટોક્સિન બહાર નીકળી આવે છે. જેનાથી લીવર ડિસીઝ નો ખતરો ખતમ થાય છે.