Breaking News

દરેક રોગોમાં રામબાણ છે આ ડ્રાયફ્રૂટ્સ, અહી ક્લિક કરી જાણી લ્યો તેને ખાવાની સાચી રીત અને સમય

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને સુકો મેવો નહીં ભાવતા હોય. આપણે બધા જ તેનો ફાયદો સારી રીતે જાણીએ છીએ. પણ શું તમને ખબર છે કે જેમ દૂધ રાત્રે સુતી વખતે પીવાય પણ દહીં રાત્રે ના ખવાય તેવી જ રીતે સૂકો મેવો ખાવાનો પણ એક યોગ્ય સમય હોય છે. સૂકામેવા માં પુષ્કળ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. મુક્ત કણોના કારણે કોષિકાઓ, પેશીઓને જે નુકસાન થાય છે તેના માટે ડ્રાયફ્રૂટ્સ ખુબ જ ઉત્તમ છે. સૂકોમેવો ફાઈબર, ગુડ ફેટ, વિમટામિન અને ખનીજ તત્ત્વોથી ભરપુર હોય છે.

સંશોધનો દર્શાવે છે કે તે કોલેસ્ટેરોલ નીચું લાવવામાં, રક્ત વાહિનીઓ સારી રીતે કામ કરી શકે તે માટે તેમજ સ્નાયુઓ અને સાંધા માટે સુકો મેવો ખુબ જ લાભપ્રદ છે. કેટલાક ડ્રાયફ્રૂટ્સમાં ચરબીનું પ્રમાણ ખુબ વધારે હોય છે માટે જ તેને મર્યાદિત માત્રામાં ખાવા અને યોગ્ય સમયે ખાવા માટેની સલાહ આપવામાં આવે છે. ન્યૂટ્રિશનિસ્ટ નું કહેવું છે કે સૂકામેવા આયર્ન, વિટામિન, ખનીજત્તત્વો, કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ્સ, અસંતૃપ્ત પોટેશિયમ અને ઝિંક ધરાવે છે.

આ બધા જ તત્ત્વો તમારા શરીર માટે પાવર જનરેટર છે. તે વિવિધ સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ માટે અલગ અલગ ભાગ ભજવે છે પણ તે માટે તમે તે યોગ્ય સમયે, યોગ્ય અંતરાલે ખાઓ તે જરૂરી છે. જેથી કરીને તમને તેનો પુરતો લાભ મળી શકે.

ડ્રાયફ્રૂટ્સમાંથી પુરતા લાભ મળે તેના માટે તેને સવારે ખાવાની સલાહ આપવામાં આવે છે. સવારે નાશ્તા સાથે ડ્રાયફ્રૂટ્સ ખાવાથી થાક નહીં લાગે, બ્લડ પ્રેશર નિયમિત રહેશે. લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટેરોલને દૂર કરવા માટે તે એક મહત્ત્વનો ફાળો આપે છે. અને સાથે સાથે તે તમારા હૃદયને પણ નિયમિત કામ કરતું રાખે છે.

સવારે બદામ ખાવાથી તમારા સ્વાસથ્ય પર હકારાત્મક અસર થાઈ છે. પુષ્કળ પોષક તત્ત્વો ધરાવતી બદામથી દીવસનો આરંભ કરવો તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. પિસ્તા, કાજુ અને પાઇનનટ. આ ત્રણ સૂકા મેવા તમારી રોગપ્રતિકારક શક્તિ તેમજ આખા દિવસ દરમિયાન વપરાયેલી ઉર્જાને પાછી લાવે છે. સાંજના નાશ્તા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.

રાત્રે અખરોટ,અને ખજૂર ખાવા જોઈએ. તે દ્રાવ્ય રેશાઓથી ભરપુર હોય છે અને પાચન તેમજ કબજિયાતની સમસ્યામાં તમને મદદરૂપ થાય છે. રાત્રે ખાવાથી તમને બીજા દિવસે ભારે ભારે નથી લાગતું અને કબજીયાત પણ નથી થતો. રાત્રીના સમયે કાજુ જેવા ખુબ જ સ્વાદિષ્ટ સૂકામેવા ન ખાવા જોઈએ. તે કદાચ ઉંઘ ખરાબ કરી શકે છે અને પેટ ભારે લાગવા લાગે છે અને અપચો પણ થઈ શકે છે. તે સાથે સાથે શેકેલા મીઠાવાળા ડ્રાયફ્રૂટ્સ કે ચોકલેટ કોટિંગવાળા ડ્રાયફ્રૂટ્સ પણ ન ખાવા જોઈએ.

દિવસ દરમિયાન રોજિંદા ખોરાકમાં એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ. એટલે કે દિવસના લગભગ 20-25 નટ્સ જેને આખા દિવસના જુદા જુદા સમય માટે વહેંચી શકો છો. મહત્ત્વનું એ નથી કે કયો સૂકો મેવો ખાવો અને કયો ન ખાવો પણ મહત્ત્વનું એ છે કે કયા સમયે ખાવું અને કેટલા પ્રમાણમાં ખાવું અને તેમ કરવાથી જ તમને સારું પરિણામ મળશે. કુદરતે દરેક વસ્તુમાં મનુષ્ય માટે અમુલ્ય ખજાનો છુપાવેલો છે. કુદરતી વસ્તુનું મુલ્ય મનુષ્ય કોઈ રીતે ચૂકવી શકતો નથી. તેમજ આયુર્વેદમાં કહ્યું છે તેમ “વનસ્પતિ તેમજ ઔષધી એટલી મુલ્યવાન છે કે, માનવી ક્યારેય તેની કિંમત ચૂકવી શકતો નથી.”

સૂકા અંજીર ખાવાથી કમરનો દુખાવો , પેશાબની બળતરા ને દૂર કરે છે. એ મૂત્રપિંડમાં ગરમીનો વધારો કરે છે. સુકા અંજીર નો ઉકાળા અને દૂધ તથા મધ સાથે ના ટીપાં આંખમાં આંજવાથી આંખનું તેજ વધુ પ્રબળ બને છે. તેના ઉકાળા ના રાઈ સાથેના ટીપાં કાનમાં પાડવાથી કાનમાં થતો અવાજ બંધ થાય છે.

અંજીરમાં રહેલા કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હાડકાંને મજબૂતી પ્રદાન કરે છે. તેમજ હાડકાંના વિકાસમાં પણ ઉપયોગી છે.અંજીર રક્તની શુદ્ધિમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. રક્તના રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે.  રોજ રાત્રે 3 નંગ અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ (બીજ કાઢેલી) 15-20 નંગ લઈ, 1 ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને પછી થોડી વાર બાદ થોડું ઠંડુ થાય ત્યારે એ દૂધ ધીમે ધીમે પી જવું અને સાથે સાથે અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવા.

જે લોકો કબજિયાતથી કંટાળી ગયા છે, તેમને આ મુજબ પ્રયોગ કરવો. સવારે ઉઠીને ખાલી પેટે અંજીર ખાવું, અથવા રાતે 1 ગ્લાસ જેટલા દુધમાં એકાદ બે અંજીર બોળી રાખીને સવારે એ નરમ થયેલું અંજીર દૂધ સહીત ખાઈ જવું. આમ કરવાથી જૂની કબજિયાતની બીમારી મટાડી શકાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!