૧૭ વર્ષથી ૨૫ વર્ષની ઉંમરમાં દાંતમાં મોટાભાગે દુખાવો થવા લાગે છે, કેટલીક વાર તો દરેક સમયે થોડો દુખાવો થાય છે. તે બધુ તમારા ચોકલેટ અને ટોફીના કારણે થાય છે. દાંતોમાં દર્દ થવાના કારણો ઘણા હોય છે, દાંતમાં દુખાવો થવો કે દાંતની જડોનું ઢીલું પડી જવું વગેરે. કેટલાક લોકો હોંશે-હોંશે દાંતમાં સ્ટિક નાખી લે છે જેનાથી તેમના દાંતમાં ગેપ થઈ જાય છે, તેનાથી પણ દર્દ થાય છે.
દાંતમાં દર્દ થવાના કારણે તમે યોગ્ય રીતે બ્રશ પણ નથી કરી શકાતા અને શ્વાસની દુગંર્ધ, તેના પછી મોંઢામાં સડો જેવી બીજી સમસ્યાઓ પણ થઈ જાય છે. જો તમારે તમારા દાંતના દર્દથી છુટકારો મેળવવો હોય તો થોડા ઘરગથ્થુ ઉપાય અપનાવો, જે નીચે મુજબ છે. જો તમારા દાંતમાં દુખાવો થાય છે તો લવિંગને દાંતની વચ્ચે દબાવીને રાખો, તેનાથી દુખાવામાં ઘણો આરામ મળશે. લવિંગમાં ઘણી માત્રામાં એનેસ્થેટિક અને એનલગેસિક ગુણ હોય છે જે દર્દને દૂર કરે છે. દિવસમાં બે થી ત્રણ વખત લવિંગને રાખવું જોઈએ અને તે દરમિયાન કઈં પણ ના ખાઓ.
દાંતમાં દુખાવો થાય તો, પાણીને થોડું ગરમ કરીને તેમાં મીંઠુ નાખો અને કોગળા કરો, અને મોંઢામાં ભરીને શેક કરો. તેનાથી દાંતું સંક્રમણ દૂર થઈ જશે અને તમને દર્દથી પણ છુટકારો મળી જશે. સવારે બ્રશ કરતા સમયે પણ તમે મીંઠાના પાણીનો ઉપયોગ કરી શકો છો. લસણના ગુણો વિશે આપણને સૌને ખબર જ છે. લાભકારી લસણને છોલીને તેની કળીઓને ચાવી જાઓ, તો દાંતના દુખાવામાં આરામ મળે છે દિવસમાં બે વાર બે-બે કળીઓને ચાવવાથી જલદીથી દાંતના દર્દનો છુટકારો મળી જાય છે.
ડુંગળીમાં એંટીસેપ્ટીક ગુણ હોય છે જે દાંતના દુખાવામાં રાહત અપાવી શકે છે. તેને કાચી ખાવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. જો તમને તમારા દાંતમાં વધુ દુખાવો હોય તો તમે તેને કાચી નહી ખાઈ શકો તો તમે તેનો રસ નીકાળીને દાંતમાં નાંખો. જામફળના ઉપરવાળા તાજા કોમળ પાંદડાને તોડી લો અને તેને દાંતમાં દુખાવા થતો હોય તે જગ્યા પર રાખીને દબાવી લો, તેનાથી દુખાવામાં થોડીક રાહત મળશે. દરેક દિવસ ચાર વાર એવું કરવાથી થોડી રાહત મળશે. તમે ઈચ્છો તો આ પત્તાઓને એક કપ પાણીમાં ઉકાળીને તે પાણીને માઉથવોશની જેમ ઉપયોગ કરી શકો છો.
પિપરમેન્ટથી પણ દાંતનું દર્દ દૂર ભાગી જાય છે, ખાસ કરીને ઉંમર વધવાથી થનાર દાંતના દુખાવા પણ પિપરમેન્ટથી સારા થઈ જાય છે. પિપરમેન્ટ ઓઈલના થોડાક ટીપાં દુખાવાવાળી જગ્યાએ નાખો અને પછી ગરમ પાણીથી કોગળા કરી લો. તમે ઈચ્છો તો પિપરમેન્ટ ઓઈલના થોડાક ટીપાં પાણીમાં નાંખીને માઉથવોશની જેમ પણ ઉપયોગ કરી શકો છો.
હીંગમાં ઘણા આયુર્વેદિક ગુણોનો સમાવેશ હોય છે. તેમાં ઘણં એંટી-ઈંફ્લામેટ્રી, એંટીસેપ્ટિક ગુણ હોય છે, જે દાંતમાં થનાર દર્દથી રાહત પ્રદાન કરે છે. તેના ઉપયોગ માટે તમારે હિંગને ખૂબ જ ઓછી માત્રામાં લો અને તેને દર્દવાળી જગ્યા પર લગાવી લો અથવા તો તેને એક ચોથાઈ પાણીમાં ઘોળીને માઉથવોશની જેમ ઉપયોગ કરો.
તમાલપત્ર એક પ્રાકૃતિક દર્દ નિવારક છે જે તરત જ દુખાવામાં આરામ અપાવે છે. તેમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જે દાંતનું સડવું, દૂગંર્ધ વગેરેને દૂર કરે છે. જો કોઈને મોંઢામાં છાલા છે કે પછી કોઈપણ પ્રકારના ઘા છે કે પછી લોહી આવી રહ્યું હોય તો, તમાલપત્રને પીસીને તેમાં મીંઠુ મેળવીને આ મિશ્રણને એક ગ્લાસમાં નાખો અને તેમાં થોડું વોડકા મેળવી લો. તેને મોંઢામાં ભરો અને નીકાળી લો. દિવસમાં બે વખત આવું કરવાથી દુખાવો ગાયબ થઈ જશે.
વેનિલામાં આલ્કોહોલની માત્રા ખૂબ જ ઓછી હોય છે, તેમાં એંટીઓક્સીડેન્ટ વધારે માત્રામાં હોય છે જેના ઉપયોગથી પણ દુખાવામાં રાહત મળે છે. સૌથી પહેલા વેનિલાના ૨-૪ ટીંપા કોટન બોલમાં લો. તેને તમારા દુખાવાવાળા દાંતની વચ્ચે રાખો અને ૧૫ મિનીટ પછી નીકાળી લો. એવું દિવસમાં ૨ થી ૩ વખત કરો.
બ્રશને બદલે બાવળ અથવા લીમડાની ડાળી ચાવીને એનું દાતણ કરવું. ચાવવાને કારણે દાંતને એક્સરસાઇઝ મળે છે. દરેક ભોજન પછી પાંચ કોગળા અવશ્ય કરવા. રોજ રાતે સૂતી વખતે ઇરિમેદાદિ તેલ લઈને દાંત પર હળવે હાથે માલિશ કરવી. માલિશ કર્યા પછી દાંત પાણીથી ધોયા વિના જ સૂઈ જવું.
ઘંઉના દાણાને એક કૂંડામાં રોપી લો અને એક એક આંગળી સુધી થાય પછી તેને કાપી લો. તે ઘાસ, દાંતના દર્દમાં ઘણી રાહત આપે છે તેમાં બેક્ટેરિયાને મારવાના ઘણા સારા ગુણ હોય છે. તેને પીસી લો અને તેનો રસ દાંતમાં લગાવી લો. પછી તેને હળવા ગરમ પાણીથી કોગળા કરી લો.
દરરોજ અથવા તો એકાંતરે તલનું તેલ સહેજ હૂંફાળું ગરમ કરીને (એક ચમચા જેટલું) મોંમાં ભરવું. પાંચથી દસ મિનિટ રાખવું અને પછી તેલ થૂંકી નાખવું. આ પછી દાંત અને પેઢાં પર હળવી આંગળીએ માલિશ કરવી. તલનું તેલ દાંતનું કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન મટાડે છે અને પેઢાંને મજબૂત કરે છે.