શું તમને પણ વારંવાર શરદી થઈ છીંક આવે છે તો આ આયુર્વેદિક ઉપચારથી મેળવો માત્ર 5 મિનિટ માં રાહત, જરૂર જાણો અહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દુનિયામાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો શરદી થાય છે. પરંતુ દરેક વ્યક્તિને શરદી થવાનાં કારણો અલગ અલગ હોય છે. કોઈને ઠંડીને લીધે, તો કોઇને વરસાદમાં ભીંજાવાથી શરદી થાય છે, તો કોઈને વાતાવરણમાં પરિવર્તન આવવાથી, તો કોઈને ગરમીની સિઝનમાં શરદી થતી જોવા મળે છે.

શરદીને લીધે શરીરમાં દુખાવો, તાવ અને ખાંસી થવી સહજ બાબત છે. મોટા ભાગના લોકો એવા ભ્રમમાં જીવે છે કે શરદી સામાન્ય છે અને તે બે-ચાર દિવસમાં મટી જાય છે. તેથી એમાં દવા લેવાની જરૂર નથી. પણ હકીકત છે કે બીમારીની ઝપટમાં ઝડપથી આવે છે. આવી વ્યક્તિઓને સાજા થવામાં વધારે સમય લાગે છે. તેથી અઠવાડિયાથી વધુ દિવસ થઈ જાય છતાં શરદી મટે તો સ્થિતિ ગંભીર હોઈ શકે છે. શરદી થવા પાછળ એલર્જી પણ જવાબદાર છે.

ઘણા લોકોને ધૂળના રજકણો કે સૂક્ષ્મ જીવાણુઓને કારણે એલર્જી થાય છે. બીજી રીતે કહીએ તો હવાના સીધા સંપર્કમાં આવતાં અંગો એલર્જીનો બહુ જલદી શિકાર બનતા હોય છે. રજકણો ઉપરાંત અમુક પદાર્થો શરીરમાં જવાથી પણ એલર્જી થાય છે. જેમ કે ખોરાકની, દવાની, વાતાવરણની અને જીવજંતુના ડંખની એલર્જી થાય છે.

એલર્જીનો મુખ્ય પ્રવેશમાર્ગ નાક છે. નાક દ્વારા હવામાંના રજકણો, ધૂળ, ધુમાડો, સુગંધ વગેરેનો શરીરમાં પ્રવેશ થવાથી એલર્જિક વિકારો શરદી ઉધરસ, દમ, ખંજવાળ આવવી, શીળસ, શ્વાસ ચઢવો વગેરે જોવા મળે છે. ઋતુસંધિ સમયે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી પણ એલર્જિક વિકારો થાય છે.

લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાત્રે સૂતી વખતે પીવાથી શરદી મટે છે. દરરોજ રાત્રે સૂતી વખતે સરસિયું કે ગાયના ઘીને નવશેકું ગરમ કરીને નાક દ્વારા એક બે ટીપાં લેવાથી શરદી થતી નથી તેમજ મસ્તિષ્ક સ્વસ્થ રહે છે.

ગરમ દૂધમાં એક બે ગ્રામ વાટેલી સૂંઠ મેળવીને અથવા તુલસીનાં પાનનો બેથી 10 મિ.લિ. રસ અને આદુના બેથી 20 મિ.લિ. રસમાં એક ચમચી મધ મેળવીને દિવસમાં બે ત્રણવાર લેવાથી શરદીમાં લાભ થાય છે.

વડનાં કુમળાં પાનને છાંયડામાં સૂકવીને વાટી લેવાં. અડધા લિટર પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને ઉકાળો બનાવવો. જ્યારે ચોથા ભાગનું પાણી શેષ રહે ત્યારે ઉતારીને ગાળી લેવું અને દળેલી સાકર મેળવીને નવશેકું કરીને પીવું. પ્રયોગ શરદીમાં લાભદાયક છે.

શરદીના કારણે થતા માથાના દુખાવામાં, છાતીના દુખાવામાં તથા બેચેનીમાં સૂંઠના ભૂકામાં પાણી નાખીને ગરમ કરી પીડાવાળા સ્થાને આછો લેપ કરવો. સૂંઠની ગાંગડી નાખી ઉકાળેલું પાણી પીવું. સૂંઠના ચૂર્ણમાં મધ મેળવીને થોડું થોડું રોજ ચાટવું. ભોજનમાં મગ, બાજરી, મેથી અને લસણનો પ્રયોગ કરવો એનાથી શરદી મટે છે.

ફુદીનાનો તાજો રસ કફ-શરદીમાં લાભ કરે છે. વરિયાળી અને સાકરનું ચૂર્ણ વારંવાર મોંમાં રાખવાથી ગરમીની ઉધરસ મટે છે. ગંઠોડાઅને સૂંઠનું ચૂર્ણ બનાવી રોજ મધમાં ચાટવાથી શરદી, ઉધરસમાં લાભ થાય છે.

હળદર,મીઠાવાળો શેકેલો અજમો જમ્યા પછી કાયમ મુખવાસ તરીકે ખાવાની ટેવ પાડવાથી શરદી-ઉધરસ મટે છે. અજમાની પોટલીથી છાતી પર શેક કરવો જોઇએ. અજમાનો ધુમાડો શ્વાસ દ્વારા અંદર લેવો જોઇએ. શરદી, સળેખમ તથા કફની ઉધરસમાં હળદર, મીઠા‌વાળા તાજા શેકેલા એક મુઠ્ઠી જેટલા ચણા સવારે તથા રાત્રે સૂતી વખતે ખાવા પણ એની ઉપર પાણી પીવું.

સૌંદર્યપ્રસાધનો, પર્ફ્યુમ્સ, પેટ્રોલ, અગરબત્તીની સુગંધથી થતી એલર્જી માટે એનાથી દૂર રહેવું અને પ્રદૂષિત પર્યાવરણની પરિસ્થિતમાં ધુમાડો, રજ, હવા, પાણી અને માટી વગેરે વ્યક્તિની શ્વાસનળીમાં દાખલ થઇને એલર્જી શરદી,ખાંસી પેદા ના કરે માટે ફેસમાસ્કનો ઉપયોગ કરવો જોઇએ.

એલર્જિક વિકારોથી દૂર રહેવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. હળદરવાળું દૂધ પીવું જોઇએ. સૂંઠ નાંખીને ઉકાળેલું પાણી પી શકાય. પૂરતી ઊંઘ લેવી જોઇએ અને પૌષ્ટિક આહાર ઉપર પૂરતું ધ્યાન આપવું જોઇએ. શેકેલા ચણા, ધાણી, ખજૂર, સૂકો મેવો વગેરેનું પ્રમાણસર સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે છે.

એલર્જિક શરદીમાં નાકમાંથી પાણી નીક‌ળ્યાં કરવું, નાક વારંવાર બંધ થઇ જવું અને ક્યારેક ઝીણો તાવ પણ રહે છે. આમાં તબીબી સલાહ લઇને ત્રિભુવનકીર્તિરસ, ચંદ્રામૃત રસ, વ્યોષાદિવટી, શ્રૃંગભસ્મ, મહાલક્ષ્મી વિલાસ રસનું સેવન કરવું. બંને નસકોરામાં દિવેલ અથવા તેલનું નસ્ય નિષ્ણાતની સલાહ લઇને લેવું. નિયમિત સવાર, સાંજ નાસ લેવો. મુસાફરી ઓછી કરવી જોઇએ. સ્વિમિંગ કરવું જોઇએ અને પંખાની સીધી હવા તમને લાગે તેનું ધ્યાન રાખવું.

સ્નાન હૂંફાળા ગરમ પાણીથી કરવું જોઇએ. મીઠાનાં પાણીથી કોગળા કરવા, પ્રાણાયામ કરવું. તાજી હવામાં ફરવું, ગરમ પૌષ્ટિક આહાર લેવો. અતિ ખારા-ખાટા પદાર્થો, મીઠાઇ તથા ઠંડાં પીણાં અને બજારુ ખાદ્ય પદાર્થો ન ખાવા જોઇએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top