ગુજરાતના ૧૦ ટકા જંગલ વિસ્તારમાં (વલસાડ, ડાંગ અને જૂનાગઢના જંગલોમાં) પાર વગરની ઔષધ વનસ્પતિઓ મળી રહે છે. જ્યારે આપણે રોજબરોજ ઉપયોગમાં લેતાં ફળો અને ફૂલોનાં ઔષધિય ઉપયોગથી અજાણ્યા હોઈએ છીએ. ફળ અને ફૂલ પાકોના ફળ, ફૂલ, મૂળ, છાલ, ગર્ભ, બીજ વગેરે અગત્યના ભાગો/ઘટકો ઔષધિય તરીકે ઉપયોગમાં આવે છે.
વિવિધ આયુર્વેદાચાર્યો અને નિષ્ણાતોએ કરેલો ઉંડા અભ્યાસના તારણોને સમાવી ગુજરાતી ભાષામાં ઘણુ બધુ સાહિત્ય આજે ઉપલબ્ધ થયું છે. તેમાંથી કેટલાક અગત્યના પાકોની ઉપયોગીતાને તારવી અત્રે સમાવી છે. આયુર્વેદાચાર્યોની સલાહ પ્રમાણે વાચકોએ તેનો જરૂર જણાય ત્યારે ઉપયોગ કરવો.
ચમેલી (જુઈ) ના પાન, મૂળ ફૂલનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે. મુખપાક થાય કે મુખમાં ચાંદી પડે તો ચમેલીના પાન ચાવીને થૂંકી નાખવાં. ચમેલીનું મૂળ એ બકરીના દૂધ સાથે વાટીને પીવાથી પેશાબમાં થતી બળતરા, ગરમી વગેરે શાંત થાય છે. અત્યારે જોઈએ તો બજારમાં એટલા બધા પ્રકારના નવા નવા કોસ્મેટીક્સ આવી ગયાં છે કે તેનો ઉપયોગ કરીને તમે તમારી ત્વચાને એકદમ અલગ જ લુક આપી શકો છો એટલે વધતી જતી ઉંમરને પણ તમે રોકી શકો છો. પરંતુ તે કોસ્મેટીક્સની કિંમત એટલી બધી હોય છે કે બધા લોકોને તે પરવડે તેમ નથી હોતું.
તેથી કુદરતી ઉપાય કરવો એે વધારે સારૂ છે, કેમકે તેનાથી કોઇ આડઅસર થવાની સંભાવના નથી રહેતી અને તે ખુબ જ નજીવી કીંમતમાં પણ મળી જાય છે. અને વળી કુદરતી વસ્તુઓથી જે નિખાર અને ચમક આવે છે તે લાંબા સમય સુધી ટકે છે. ચમેલીના ફુલની ભીની-બીની સુંગંધ દરેક લોકોને આકર્ષિત કરે છે.
ખાસ કરીને ઘરમાં ઉગાડવામાં આવતા આ સુંદર ફુલ અનેક ગુણોથી ભરપૂર હોય છે. તેમાથી નીકળનારા તેલ વાળ અને ત્વચાથી જોડાયેલી અનેક સમસ્યાઓથી છૂટકારો અપાવવાનું કામ કરે છે. ચમેલીના ફુલથી નીકળનારા તેલમાં કાર્બોહાઇડ્રેટ, ફ્લેવોનોઇડ. ટેનિન્સ અને ફેનોલિક એસિડ, જેવા પૌષ્ટિક તત્વ રહેલા છે.
ચમેલીના તેલનો ઉપયોગ ચહેરા અને વાળની સુંદરતા માટે તેનો ઉપયોગ કરી શકો છો. જો સ્કિન વધારે ડ્રાય છે અને કોઇ પ્રોડક્ટ તેની પર સૂટ નથી કરી રહી તો ચમેલીનું તેલ લગાવો, જે સ્કિનને ભેજ યુક્ત બનાવશે અને અંદરથી હાઇડ્રેટ રાખશે. આ તેલને રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો જેથી સવાર સુધીમાં ફરક જોવા મળશે.
સફેદ ફૂલવાળી અને ગુલાબી ફૂલવાળી એમ બે જાતો જોવા મળે છે. ગુલાબી ફૂલવાળી જાત આવશ્યક તેલ માટે ઘણી ઉત્તમ છે. ચમેલી નું ફૂલ, પાન, મહેંદી, આંબળા, ભાગરો, શંખપુષ્પી, દાડમછાલ, લીમડા પાન, કેરીની ગોટલી, કમળના પાન વગેરેનો પાવડર + નારીયેળ પાણી કે આંબળાના રસમાં લેપ તૈયાર કરી વાળ માટે ઉત્તમ હેરપેક તૈયાર થાય છે. તે ખુજલી, ઉંદરી, ટાલમાં ફાયદો કરે છે.
ચમેલી ફૂલ ને કપૂર કાચલી, ચારોળી, હળદર, અરીઠા પાવડર દૂધ સાથે કે પાણી સાથે મીક્ષ કરી નહાવાથી ત્વચા ફાટતી નથી અને સુંવાળી સુંદર બને છે. ત્વચા પર ખંજવાળ આવતી હોય તો આના ફૂલોને પાણીમાં વાટી તેનો લેપ કરવો. ચમેલીના ફૂલનો પાવડર, ચંદન, હળદર, ચણાના લોટનું પેસ્ટ બનાવી નહાવાથી ત્વચા સુંવાળી, ફોડલી, દાગ રહિત ગોરી બને છે.
ચમેલીનાં પાન મોઢાના રોગોનું ઉત્તમ ઔષધ છે. મોઢામાં ચાંદા પડવા, જીભમાં ચીરા પડવા, મોઢું આવી જવું વગેરેમાં ચમેલીનાં પાનનો રસ કાઢી, તેને પાંચથી દસ મિનિટ મોઢામાં ભરી રાખવો. દિવસમાં બે-ત્રણ વખત આ રીતે ઉપચાર કરવાથી ઘણો ફાયદો જણાશે. ચોમાસામાં થતાં ચામડીના રોગોમાં ચમેલીના મૂળ ઉત્તમ પરિણામ આપે છે. ચમેલી ના મૂળ પાણીમાં ઘસીને લગાવવાથી દાદર, ખસ, ખંજવાળ જેવા ચામડીના રોગોમાં ઘણો લાભ થાય છે. કાનના રોગોમાં પણ ચમેલી ઉત્તમ પરિણામ આપે છે.
કાનના દુખાવામાં ચમેલીનું તેલ નવશેકું ગરમ કરી તેના ત્રણ-ત્રણ ટીપાં કાનમાં સવાર-સાંજ પાડવા. એક-બે દિવસના આ ઉપયોગથી જ દુખાવામાં રાહત થઇ જાય છે. જૂના તાવને મટાડવાની શક્તિ ચમેલીના મૂળમાં રહેલી છે. જીર્ણ તાવમાં ચમેલીના મૂળનો ઉકાળો કરી તેમાં થોડું દૂધ મેળવીને રોજ સવારે પી જવો. એક સપ્તાહ આ ઉપચાર નિયમિત કરવાથી જૂના-જીર્ણ તાવથી છુટકારો મળે છે. મુખપાક એટલે કે મોઢું ખૂબ જ પાકી ગયું હોય, તેમાં માત્ર ચમેલીના પાન ચાવવાથી જ રાહત થઇ જાય છે. ચમેલીના પાનના રસમાં ત્રિફળાનો ઉકાળો મેળવીને કોગળા કરવાથી પણ મોઢા ના ચાંદા મટે છે.