સ્વસ્થ લાંબુ અને નીરોગી જીવન જીવવા માટે આ રીતે ઘી નો ઉપયોગ કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

માખણને અગ્નિ પર ગરમ કરવાથી ઘી બને છે. ઘીની તાવણી સમયે એક પ્રકારની વિશિષ્ટ ખુશ્બુ આવે છે. ઘી દહીં ના ઉત્તમ સારરૂપ મનાઈ છે. મલાઈ માંથી કાઢેલું ઘી માખણ માંથી બનેલ ઘી જેટલા પર્યાપ્ત ગુણ ધરાવતું નથી. સર્વ પ્રકારના ઘી માં ગાયનું ઘી સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ઘી ના સેવનથી ધાતુઓની વૃદ્ધિ થઈ બળ વધે છે. મગજ શાંત રહે છે, ગરમી દૂર થાય છે અને લોહીની શુદ્ધિ થાય છે.

અતિશય શારીરિક શ્રમ કરનારાઓને ઘી નું સેવન અત્યંત હિતકર છે. ભોજનમાં ઓછા-વધતા પ્રમાણે ઘી ખાવું જોઈએ.જેમને સતત ખુરશી પર કે બીજી ગમે તે રીતે મતલબ કે માનસિક પરિશ્રમ કરવાનો હોય તેમણે ભોજન માં ઘી નું પ્રમાણ થોડુક ઓચ્છુ રાખવું જોઈએ, જેથી પચવા માં ભારે ન પડે.

રોટલા-રોટલી કે ખીચડી સાથે ઘી ખવાય છે. બાજરીના રોટલા પર થીજેલું ઘી અને સાથે તાંસળી ભરીને જાડી રગડા જેવી છાશ પીવા મળે તો એ ખાનારને બહારના વિટામિનો લેવાની જરૂર પડતી નથી. સર્વાંગી સ્વાસ્થ્ય માટે ઘીનો ઉપયોગ કરવો પરમ હિતાવહ છે, કેમકે તે શરીરની સાતે ધાતુઓની વૃદ્ધિ કરીને શરીરને બળવાન બનાવે છે.ખાવામાં તાજું ઘી વધુ ગુણકારી અને રુચિ દાયક ગણાય છે.

ઔષધિ તરીકે જૂનું ઘી વપરાય છે. આયુર્વેદ જુના ઘી ને વધારે ગુણકારી માને છે. જૂનું ઘી ત્રણેય દોષને મટાડનાર, મૂર્છા, કોઢ, ઝેર, ઉન્માદ, વાય તથા આંખે ઝાંખ પાડનાર તિમિરરોગને મટાડનાર છે. ઔષધિ તરીકે તમામ પ્રકારનું ઘી જેમ જૂનું થાય તેમ વધારે ગુણકારી ગણાય છે. સુશ્રુતના મત પ્રમાણે જૂનું ઘી પિચકારી આપવામાં, નસ્ય દેવામાં તેમજ આંખમાં નાખવાના કામમાં ખૂબ જ ઉપયોગી છે.

સર્વ પ્રકારના મલમ માં જૂનું ઘી વધારે ગુણ આપે છે. ઘણા વર્ષો નું જુનું ગીત પોતેજ મલમ જેટલો ગુણ આપે છે. ઘીને ઉપરાઉપરી સો વાર પાણીમાં ધોવાથી એ વિષતુલ્ય ઝેરી ગણાય છે. ભૂલેચૂકે પણ તેનો ઉપયોગ ખાવામાં કરવો ન જોઈએ, તે ગુમડા અને ચામડીના રોગો પર ચોપડવામાં વપરાય છે. કેટલાક ઘરોમાં સવાર-સાંજ નિયમિત રીતે ઘીનો દીવો કરાય છે. ઘીના દીવાથી સૂક્ષ્મ જંતુઓનો નાશ થાય છે. આ કારણસર જ યજ્ઞમાં પણ ઘી નો ઉપયોગ થાય છે.

ગાયનું ઘી સર્વોત્તમ ગણાય છે.

ઘી રસાયન, મધુર, નેત્રને હિતકારી, અગ્નિ પ્રદિપ્ત કરનાર, ઝેર, પીત અને વાયુને મટાડનાર છે. રસવાહી નાડીઓને થોડી રોકનાર, કાંતિ, બળ, તેજ તથા બુદ્ધિને વધારનાર, સ્વર સુધારનાર, સ્મરણશક્તિ વધારનાર, પવિત્ર, આયુષ્ય વધારનાર, ભારે તથા કફ કરનાર છે.

ઘી ના અમૂલ્ય આયુર્વેદિક ફાયદા: ભેંસનું ઘી મધુર, શીતળ, કફ કરનાર, રક્તપિત્તને હરનાર, મૈથુન શક્તિ વધારનાર, ભારે, પાકમાં મધુર તેમજ પિત્ત, લોહીનો બગાડ અને વાયુ મટાડનાર છે. બકરી નું ઘી અગ્નિ પ્રદિપ્ત કરનાર, નેત્રને હિતકારી, બળ ને વધારનાર, પાકમાં તીખું તેમ જ ઉધરસ, શ્વાસ અને ક્ષય પર હિતકારી છે.

ચરક મુનિ ઘી ને સઘળા દ્રવ્યોમાં શ્રેષ્ઠ ગણે છે. સુશ્રુત મુનિ ઘી ને પાપ અને દારિદ્ર નો નાશ કરનાર તેમજ વિષહર ગણે છે. વાગ્ભટ્ટજી  ઘી ને સંતાનદાતા અને યુવાની ટકાવી રાખનાર ગણે છે. આયુર્વેદના મત પ્રમાણે એક વર્ષ ઉપર નું જુનું ઘી ત્રણેય દોષને મટાડનાર તેમજ મૂર્છા, કોઢ, ઝેર, વાઇ અને તિમિરરોગનો નાશ કરનાર છે. જૂનું ઘી જઠરાગ્નિ ને પ્રદીપ્ત કરે છે. તેમજ મૂર્છા, કોઢ,નેત્ર શુળ અને યોનીદોષમાં ફાયદાકારક છે.

ગાયનું કોકરવ ઘી પીવાથી હેડકી મટે છે. ગાયનું ઘી અને દૂધ એકત્ર કરી પીવાથી તરસ મટે છે. ગાયનું દૂધ, દહીં, ઘી અને છાણ નો રસ ઉકાળી ઘી સિદ્ધ કરી પીવાથી ચોથિયા તાવ, વાઈ માં ફાયદો થાય છે. રાત્રે સૂતી વખતે અડધો શેર દૂધ ગરમ કરી તેમાં બે ચમચી ઘી નાખીને પીવાથી સવારે દસ્ત સાફ આવે છે.

ગાયના ઘી ના ટીપા નાકમાં પાડવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. ગાયના ઘીનું સવાર-સાંજ સાત દિવસ સુધી નસ્ય લેવાથી કે નાકમાં તેનાં ટીપાં નાખવાથી આધાશીશી મટે છે. ગાયનું ઘી તાળવે તથા લમણે ઘસીને માલિશ કરવાથી પિત્તથી દુખતું માથું તત્કાળ ઉતરી આરામ થાય છે. ગાયનું તાજું ઘી તથા દૂધ એકત્ર કરી આંખમાં આંજવાથી નેત્રની શિલાઓ લાલ થઈ જતી બંધ થઈ જાય છે અને માથાનો દુખાવો મટે છે.

ગાયનું સો વાર ધોયેલું ઘી શરીરે ચોળવાથી ગર્ભિણી નો રક્તસ્ત્રાવ, દાહયુક્ત વાતરક્ત અને દાહરોગ મટે છે તેમજ ત્વચારોગમાં પણ ઉત્તમ ફાયદો કરે છે. ગાયનું ધોયેલું ઘી દાઝેલા ભાગ પર ચોપડવાથી ફાયદો થાય છે, માત્ર ઘી લગાડવાથી પણ રાહત થાય છે. ગાયનું ઘી હાથે પગે ઘસવાથી હાથ-પગમાં થતી બળતરા મટે છે, તેમજ ખોટી ગરમી નીકળી જાય ઘસઘસાટ ઊંઘ આવે છે.

ગાયના ઘીમાં શીપની ભસ્મ મેળવી ખરલ કરી લેપ કરવાથી તજા ગરમી મટે છે. આંખમાં એસિડ કે ચૂનો પડ્યો હોય તો ઘી આંજવાથી શાંતિ થાય છે. બે તોલા ગાયના ગરમ ઘીમાં બે તોલા સાકર મેળવીને ખાવાથી દારૂનો નશો ઊતરે છે. ધતુરાનું અથવા રસકપૂરનું વિષ ચડ્યું હોય તો ગાયનું વધારે પ્રમાણમાં ઘી પીવાથી ફાયદો થાય છે.

સાપ કરડે ત્યારે દસથી વીસ તોલા શુદ્ધ ઘી પીવડાવીને ઉલટી કરાવવા ની પ્રથા છે. પીવડાવી પંદર મિનિટ પછી નવશેકુ પાણી પી શકાય તેટલું પીવડાવવું. ઊલટી થવાથી સાપનો વિષ બહાર નીકળી જાય છે અને ઘણી વખત રોગી બચી જાય છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે ઘી શરીરમાં શક્તિ પેદા કરે છે અને શર્કરા ના રૂપમાં બદલાઈને કામ કરે છે. ઘી શરીરમાં ગરમીનું નિયમન કરે છે.

દેશી ઘી ખાવાથી ઘણા લોકો વિચારે છે કે ચરબી વધે છે અને વજન વધે છે. તેની સાથે જ હૃદયથી જોડાયેલી કેટલીકત બીમારીઓ પણ થાય છે. વિટામીનથી ભરપૂર દેશી ઘી ન ફક્ત સ્વાસ્થ્ય માટે પરતું સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. આયુર્વેદ મુજબ દેશી ઘી પિત્તનુ શમન કરે છે. ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

નાકમાં ગાયનું ઘી નાખવાથી વાળ ખરતા અટકે છે અને નવા વાળ પણ આવવા લાગે છે. નાકમાં ગાયનું ઘી નાખવાથી માનસિક શાંતિ મળે છે, સ્મૃતિ તીવ્ર બને છે. ઘી માં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ રહેલા છે જેનાથી ચહેરામાં ચમક આવે છે. ચહેરા પર દેશી ઘીથી મસાજ કરો. તેનાથી ત્વચા મુલાયમ થશે. ઘણા લોકોને કાનના પડદામાં કાણું પડી જવા જેવી સમસ્યા થાય છે અને તેના કારણે કાનમાં દુખાવા જેવી સમસ્યા થાય છે તો તમે નાકમાં ગાયનું દેશી ઘીના ટીપા નાંખી શકો છો. જેનાથી મુશ્કેલીથી રાહત મળી શકે છે.

જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે લોકોએ ગાયના દેશી ઘીનું સેવન કરવું જોઇએ. ગાયના ઘીનું સેવન કરવાથી સ્તન અને આંતરડાના જોખમી કેન્સરથી બચી શકાય છે. એકંદરે, દેશી ગાયનું ઘી અમૃત જેવું છે, આપણે હંમેશા તેનું સેવન કરવું જોઈએ. દેશી ગાયનું ઘી હજારો વર્ષો સુધી બગડતું નથી. સવારે ગાયના ઘી અને ચણાના લોટમાંથી બનાવેલ લાડું ખાવાથી મહિલાઓ માટે લોહીની ઉણપ નાબૂદ થાય છે અને જો પુરુષ તેને ખાય છે તો તેનું શરીર સુદ્રઢ બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top