આ અનેક બિમારીઓને દૂર કરે છે મધ, જાણો તેના આરોગ્યલક્ષી લાભો અને તેના વિવિધ ઉપયોગો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભારતમાં પ્રાચીનકાળથી મધ એક ઉત્તમ ખાદ્ય ગણાય છે. તેના સેવનથી મનુષ્ય નીરોગી, બળવાન અને દીર્ઘાયુ બને છે. મધ માખીઓ દ્વારા તૈયાર થાય છે. વિવિધ જાતના ફૂલોમાંથી મીઠો રસ ચૂસીને મધમાખીઓ તેના શરીરમાં સંચિત કરે છે, પછી મધપૂડા ના નાના-નાના કોષોમાં તે રસને ભરે છે.

રસ પહેલાં તો જળ સમાન પાતળો ને ફિક્કો હોય છે. પરંતુ એ રસ મધમાખીઓના શરીરમાં સંચિત થવાથી ઘટ અને મીઠો થાય છે. પછીથી મધપૂડામાં વધારે ઘટ્ટ બની મધ  ના રૂપમાં તૈયાર થાય છે. મધપૂડામાં મધમાખી ઓ તેને મીણ વડે સુરક્ષિત કરી નાખે છે. આમ મધ જુદા જુદા ફૂલોનો પરાગ, વનસ્પતિ અને માખીઓના જીવનનું સંમિશ્રણ કે સાર તત્વ છે.

મધ ચીકણું, કંઈક પારદર્શક, આછા ભૂરા રંગનું, વજનદાર, સુગંધવાળું, અત્યંત મીઠું અને પાણીમાં સારી રીતે ઓગળી જનાર એક કુદરતી દ્રવ્ય છે. મધ એ માત્ર ઔષધ જ નથી, પરંતુ દૂધ ની માફક મધુર અને પૌષ્ટિક એક સંપૂર્ણ ખાદ્ય પણ છે.

મધમાખીઓ મકાનોમાં, ઝાડ ઉપર, પહાડો ઉપર ગમે તે સ્થળે મધપૂડો બાંધે છે. પહાડ ઉપર તો 10 થી 12 ફૂટ ઊંચા અને 6 થી 7 ફૂટ પહોળા મધપૂડા પણ જોવા મળે છે. ભમરીઓ એક મધપૂડામાંથી ચાર પાંચ મણ મધ મળે તેવા મોટા મધપૂડા પણ બાંધે છે.

એક મધપૂડામાં 10 થી 50 હજાર સુધીમાં હોય છે. મધમાખીઓ તેમના ખોરાક તરીકે મધનો ઉપયોગ કરે છે. તેમને ખાતા વધે તેમજ માનવીના હાથમાં આવે છે. એક રતલ મધ બનાવવા માટે મધમાખીઓને હજારો માઈલનો પ્રવાસ ખેડવો પડે છે. ગુજરાતમાં ગોધરા પાસે ના જંગલો, ડાંગ, આબુ તથા ગિરનાર પર્વત નો વિસ્તાર મધના ઉત્પાદન માટે જાણીતો છે.

મધ ના પ્રકાર:

આયુર્વેદના મત અનુસાર મધ 8 પ્રકારનું ગણાય છે. માક્ષિક, ભ્રામર, ક્ષોદ્ર, પૌતિક, છાત્ર, આધ્ય, ઔદ્દાલિક, દાલ, તેમાં છ પ્રકારનું મધમાખીઓ દ્વારા તૈયાર થાય છે. એ છ પ્રકારના મધના નામ તેને બનાવતી મધમાખીઓના નામ પરથી જ પડ્યા છે.

પીળા રંગની મોટી મધમાખીઓ દ્વારા બનાવેલું તેલ જેવા રંગનું મધ ‘મક્ષિક મધ’ કહેવાય છે. મક્ષિક મધ શ્રેષ્ઠ, નેત્રના રોગને હરનારું, હલકું અને કમળો, ઉધરસ તથા ક્ષયને મટાડનાર છે. ભમરાઓ એ બનાવેલું અને સ્ફટિકમણિ જેવું નિર્મળ મધ ‘ભ્રામર મધ’ કહેવાય છે. ભમરયું મધ રક્તપિત ને મટાડનાર, મૂત્રમાં શીતળતા લાવનાર, ભારે, પાકમાં મધુર, રસવાહી નાડીઓને રોકનાર વધારે ચીકણું અને ઠંડું હોય છે.

મચ્છર જેવી અત્યંત ઝીણી, કાળી અને દંશથી વહુ પીડા કરનારી માખીઓ એ બનાવેલું, ઘી જેવા રંગનું મહત્વ ‘પૌતિક મધ’ કહેવાય છે. એ મધ રુક્ષ તથા ગરમ હોય પીત, બળતરા, લોહીવિકાર તથા વાયુ કરનાર, પ્રમેહ તેમજ ગાંઠ તથા ક્ષત નું શોષણ કરનારું છે.

મધ ઉત્પન્ન કરનાર મધમાખીઓના પ્રકાર પ્રમાણે તથા વનસ્પતિની વિવિધતા પ્રમાણે મધના ગુણ, રંગ, ગંધ અને સ્વાદ માં ફેર પડે છે. આ ઉપરાંત મધ પર પ્રદેશ અને કાળની પણ અસર પડે છે, જેમકે લીમડો હરડે તથા અન્ય વૃક્ષો ઉપર બાંધેલા મધપૂડાના મધ માં તે વૃક્ષો ના ગુણ આવે છે.

હિમાલયમાંથી એકત્ર કરાતા મધના, વિધ્યાંચલમાંથી એકત્ર કરાતા મધના, વૃક્ષો અને ફૂલોથી ભરપૂર ઠંડા પ્રદેશના મધના તથા ઓછા વૃક્ષો વાળા ગરમ પ્રદેશના મધના ગુણોમાં તફાવત પડે છે. એ જ પ્રમાણે જુદા જુદા પ્રકારની મધમાખીઓએ બનાવેલા મધના ગુણ અલગ અલગ હોય છે. જે સમયે મધ એકઠું કરાય છે તે સમયની અસર પણ મધ પર થાય છે.

બધા મધ કરતા હિમાલયમાંથી એકઠું કરાયેલું મધ ગુણોની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ અને વિંધ્યાંચલ નું મધ તેના કરતાં પ્રમાણમાં ઓછા ગુણવાળું ગણાય છે. કાશ્મીર નું મધ પણ વખણાય છે. શિયાળામાં કે વસંત ઋતુમાં ખીલી વનસ્પતિ ના રસ માંથી બનેલું મધ ઉત્તમ હોય છે અને ગ્રીસમાં કે વર્ષા માં એકઠું કરાયેલું મધ એટલું સારું ગણાતું નથી. ગામમાં બાંધેલા મધપૂડા કરતા વગડામાં બાંધેલા મધપૂડાનું મધ સારું ગણાય છે.

મધ ના વિવિધ રોગો માં ઉપયોગો:

મધમાં ના લોહ વગેરે ક્ષારો લોહીને પ્રતિઅમ્લ બનાવે છે. તે લોહીના લાલ કણો માં વધારો કરી લોહીની ફીકાશ ને દૂર કરે છે. મધ ગરમી અને શક્તિ પ્રદાન કરે છે. મધ માંની ખટાશ શ્વાસ, હેડકી વગેરે સ્વતંત્રના રોગોમાં હિતકારી છે.

મધમાં વિટામિન ‘બી’ નું પ્રમાણ વધારે હોય છે એટલે તેનું સેવન કરવાથી દાહ, ખંજવાળ, ફોડલીઓ જેવા ચામડીના સામાન્ય રોગોની ફરિયાદ રહેતી નથી. મધ યોગવાહી ગણાય છે તેથી વિવિધ ઔષધો સાથે મળી ઘણા રોગોને મટાડે છે. મધમાં અનેક દ્રવ્યો હોય સઘળા યોગવાહી પદાર્થોમાં તે શ્રેષ્ઠ છે.

મધ ને જે ઔષધ ની સાથે મેળવવામાં આવે છે તે ઔષધ નો ગુણ વધારે છે. આ કારણે જ મધ અનેક ઔષધો ના અનુમાન તરિકે વપરાય છે. ખોરાકમાં જ્યા ખાંડ અને ઘી વપરાય છે ત્યાં ત્યાં મધનો ઉપયોગ થઈ શકે છે.

મધ દૂધ-ઘી સાથે મેળવીને પણ લઇ શકાય છે. ખાંડ વધારે ખવાય તો આફરો, અજીર્ણ ફોડલા, મધુપ્રમેહ વગેરે થાય છે જ્યારે મધના સેવનથી એવા કોઈ રોગો થતાં નથી. નાના બાળકો, અશક્ત માણસો અને વાયુ વાળાઓ માટે મધ ખૂબ ઉપયોગી છે. મધ એકલું અથવા રોટલા કે રોટલી સાથે લઈ શકાય છે. મધ અને દૂધ એ માંદલા બાળકો માટે ઉત્તમ છે.

જેમનું શરીર ઘસાતું હોય તેમને માટે પણ મધનું સેવન હિતકારી છે. જો બે થી ચાર તોલા મધ રોજ લેવામાં આવે તો હૃદય બળવાન બને છે. મધના સેવનથી મેદ ઘટે છે. વધેલી ચરબી ઉતારવા અને વજન ઘટાડવા થોડા સમય મધ અને લીંબુનો રસ પાણીમાં મેળવીને પીવાય તો ક્રમશ ચરબી તથા વજન ઘટે છે.

મધ ઉષ્ણતા સહી શકતું નથી. મધ ગરમ ન કરાય, ગરમ ચીજો સાથે ન મેળવાય કે ગરમ ચીજો સાથે ન ખવાય. મધ ખાધા પછી ગરમ પાણી પણ ન પીવાય. આજનું વિજ્ઞાન પણ મધને ૪૦ અંશથી વધારે ગરમ ન કરી શકાતું હોવાનું સ્વીકારે છે.

મધ અને ઘી એકસાથે સરખા પ્રમાણમાં લેવાથી વિષતુલ્ય થાય છે. માટે કદી પણ મધ અને ઘી એ બે સમાન પ્રમાણમાં લેવા નહીં. એ બંને સાથે લેવાના હોય ત્યારે વિષમ પ્રમાણમાં જ લેવા. કફપ્રધાન દર્દોમાં ઘી કરતા મધ વધારે લેવું, પીતપ્રધાન તથા વાતપ્રધાન દર્દોમાં મધ કરતા ઘી વધારે પ્રમાણમાં લેવું મધ ની માત્રા બેથી ત્રણ તોલા ની છે.

મધ શીતળ, હલકું, મધુર, રૂ, ઝાડાને બાંધનાર, મળને ઉખાડનાર, નેત્રને હિતકારી, અગ્નિને પ્રદીપ્ત કરનાર, સ્વર સુધારનાર,ઘા ને સાફ કરી રૂજવનાર, કોમળપણું કરનાર, સુક્ષ્મ નાડીઓને સાફ કરનાર,આનંદદાયક, વર્ણ સુધારનાર, બુદ્ધિની ધારણાશક્તિ વધારનાર, મૈથુનશક્તી વધારનાર છે. મધપૂડામાંથી કાઢેલી તાજુ મધ પુષ્ટિકારક, કફને બહુ ન તોડનાર અને મળની પ્રવૃત્તિ કરનાર છે. ઔષધોમાં જુનુ મધ સારું ગણાય છે.

મધને કાચ કે ચીનાઈ માટીની બરણી માં જ રાખવું. ટીન ના ડબ્બામાં રાખવાથી મધ કાળું અને દુર્ગંધવાળો બને છે. સાચા મધ ની પરીક્ષા માટે મધમાં પડેલી માખી જો તેમાંથી બહાર નીકળી આવે અને થોડી વારમાં ઉડી શકે તો જાણવું કે મધ ચોખ્ખું છે. મધમાં રૂની વાટ બોળી તેનો દીવો કરવાથી અવાજ વગર બળે તો તે મધ સાચું માનવું.

સાચા મધનું ટીપુ પાણીમાં નાખવાથી તળિયે બેસી જાય છે. એક કપ દૂધમાં એક ચમચી મધ મેળવી સવારે પીવાથી શક્તિ વધે છે. મધ અને આદુનો રસ એક ચમચી લઇ એકત્ર કરી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. અડધા અડધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છૂટો પડીને ખાંસી મટે છે.

મધ એક ચમચી, અરડુસીના પાનનો રસ એક ચમચી અને આદુનો રસ અડધી ચમચી એકત્ર કરીને પીવાથી ઉધરસ મટે છે. મધમાં મોરના પીંછાની ભસ્મ મેળવીને ચટાડવાથી હેડકી મટે છે. મધમાં ગોળ નો રસ મેળવીને પીવાથી ઊલટી બંધ થાય છે. બકરીના દૂધમાં આઠમા ભાગે મધ મેળવીને પીવાથી લોહીની શુદ્ધિ થાય છે.

તાજા માખણ સાથે મધ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થાય છે. બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી, એક રસ કરી, સવાર-સાંજ પીવાથી લોહીનું દબાણ ઓછું થાય છે. મધ સાથે પાણી મેળવી તેના કોગળા કરવાથી કાકડાની વધ્યા હોય તો ઘણી રાહત થાય છે. રોજ સવારે બબ્બે તોલા મધ ઠંડા પાણીમાં મેળવી ચાર પાંચ માસ પીવાથી દાહ, ખજવાળ અને ફોલ્લીઓ જેવા ચામડીના રોગો મૂળમાંથી નાબૂદ થાય છે.

સવારમાં એક પ્યાલો ઠંડા કે સહેજ ગરમ પાણીમાં અને રાત્રે દૂધમાં એક ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે. એક ગ્લાસ સહેજ ગરમ પાણીમાં એક ચમચી લીંબુ અને આદુનો રસ તથા બે ચમચી મધ મેળવીને પીવાથી અજીર્ણ અને કબજિયાત મટે છે. સ્ત્રીસંગ પૂર્વે એક કલાક અગાઉ પુરુષની નાભિ માં મધમાં ભિંકવેલું રૂનું પોતું મૂકવાથી પુરુષ ઈન્દ્રિય ઢીલી થતી નથી. ઝીણું ચોખ્ખું કપડું મધમાં પલાળી દાઝેલા ભાગ પર મૂકવાથી ઘણી જ રાહત થાય છે.

શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે લઈ એકરસ કરી ચોખ્ખી શીશીમાં ભરી રાખી તેમાંથી રાત્રે સૂતી વખતે દરરોજ બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશ્માના નંબર ઘટે છે. બાળકોએ 20-25 ગ્રામ થી અને મોટા માણસો એ 40 -50 ગ્રામ થી વધારે મધ એકીસાથે વાપરવું નહીં. મધને ગરમ કરીને કદી પણ ઉપયોગમાં લેવું નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top