સવારે માત્ર 5 મિનિટ કરી લ્યો આ કામ જીવો ત્યાં સુધી નહીં પડે દવા અને ડોક્ટરની જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે. પતંજલિની વ્યાખ્યા પ્રમાણે સ્થિર અને સુખમય અવસ્થા આસન છે. પોતપોતાની પ્રકૃતિ, શારીરિક સમસ્યાઓ પ્રમાણે દરેક વ્યક્તિ જુદાં-જુદાં આસનો કરી શકે છે. આસનોનો પણ કોઈ નિશ્ચિત કે એકસરખો ક્રમ હોતો નથી.

આસન કયા સમયે કરી શકાય?

આસનોના અભ્યાસક્રમનો સર્વોત્તમ સમય સવારનો છે. વહેલી સવારે સૂર્યોદય પહેલાં વાતાવરણમાં શાંતિ તથા તાજગી હોય છે. બીજો અનુકૂળ સમય સાંજનો છે. એ વખતે પણ વાતાવરણ અનુકૂળ હોય છે.

ધ્યાન રાખો

આસન અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવા હિતાવહ છે. આસન કરતી વખતે શરીર ઉપર બળજબરી કરવી નહીં. મોટા ભાગના આસનો પેટ સાફ થયા પછી કરવાના હોય છે. સાધક નિરોગી હોય એ પણ આવશ્યક છે.

વિવિધ રોગોમાં લાભદાયી આસન

નૌકાસન

બંને હાથને જાંઘ ઉપર રાખીને સીધા સુઓ, શ્વાસ અંદરની તરફ લેતા લેતા પહેલા માથું અને ખભાને ઉપર કરો. હાથ પગ અને માથું સમાન અંતરે હોડીની જેમ હોવા જોઈએ. આ સ્થિતિમાં થોડો સમય રહીને શ્વાસ બહાર કાઢતા મૂળ સ્થિતિમાં આવો. આ રીતે ત્રણ થી છ વાર અભ્યાસ કરી શકો છો.

નૌકાસન ના લાભ: હૃદય અને ફેફસાં ઓક્સિજનના પ્રવેશથી સબળ બને છે. આંતરડાં, આમાશય, સ્વાદુપિંડ અને લીવર માટે આ આસન ઉત્તમ છે.

પવનમુક્તાસન: સીધા સૂઈને બંને પગના ઘુંટણને છાતી ઉપર રાખો. બંને હાથની આંગળીઓને એકબીજામાં ભરાવીને ઘૂંટણ પર રાખવી. શ્વાસ બહાર કાઢતા ઘૂંટણને દબાવીને છાતી પર રાખવા. માથું ઊંચું કરીને ઘૂંટણથી નાક નો સ્પર્શ કરવો. 10 થી 30 સેકન્ડ સુધી શ્વાસ બહાર રોકી આ સ્થિતિમાં રહો. આ પ્રક્રિયા બે થી ચાર વાર કરો.

પવનમૂકતાસન ના લાભ: પેટને લગતા વાયુવિકારો માટે ઘણું જ ઉત્તમ છે. અમ્લપિત્ત, હૃદયરોગ, સાંધાના અને કમર દર્દમાં હિતકારી છે. તેમજ વધેલી ચરબીને ઓછી કરે છે.

પશ્ચિમોતાનાસન

દંડાસન મા બેસી ને શ્વાસ બહાર કાઢતા બંને હાથ સાઇડમાંથી ઊંચા કરી, બંને પગના અંગૂઠા પકડવા. માથું ઘુટણ ની વચ્ચે રાખી બંને કોણી જમીન પર અડાડવી. આ સ્થિતિમાં યથાશક્તિ રહી શ્વાસ અંદર ભરતા મૂળ સ્થિતિમાં આવવું.

પશ્ચિમોતાનાસન ના લાભ: આ આસનથી ઉદરપ્રદેશમાં આવેલા અવયવોની કાર્યક્ષમતા વધે છે. તેથી કબજિયાત દૂર થાય છે. કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને છે. તેમજ લોહીનું પરિભ્રમણ વધે છે. તેથી જ્ઞાનતંતુ કાર્યક્ષમ બને છે.

શીર્ષાસન

બંને હાથની આંગળીઓને એકબીજામાં ભરાવીને કોણી સુધી હાથને જમીન પર ટેકવો. માથાના આગળનો ભાગ ગાદી પર તથા ઘૂંટણ જમીન પર ટેકવેલા રાખો. એક ઘુટણને વાળતા ઉપર ઉઠાવો. ત્યાર પછી બીજા ઘૂંટણને પણ ઉઠાવો. વાળેલા ઘૂંટણને એક-એક કરીને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરો. આંખો બંધ અને શ્વાસોશ્વાસની ગતિ સામાન્ય રાખવી.

શીર્ષાસન ના લાભ: બધા જ આસનોનો રાજા છે, બ્રહ્મચર્ય માટે અતિ ઉત્તમ છે, જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે, થાઇરોડ ગ્લેન્ડને સક્રિય બનાવે છે, ઓજસ ની વૃદ્ધિ કરે છે.

શીર્ષાસન માટે નોંધ: હદય, કાન અને કમરના દર્દીઓ તથા જેને શરદી કફ હોય તેણે આ આસન ન કરવું.

ભુજંગાસન

પેટ ઉપર ઊંધા સૂઈ જાઓ. આ સમયે કપાળ જમીનને સ્પર્શ કરાવો અને બંને હાથ બાજુ પર રાખો. હવે જમણા હાથનો પંજો જમણી છાતી પાસે અને ડાબા હાથનો પંજો ડાબી છાતી પાસે ગોઠવો. હાથની મદદથી માથું ઊંચું કરો અને પછી છાતી ઉંચી કરો. છાતી સુધીનો ભાગ ઊંચો કર્યા પછી છાતી નીચેના ભાગથી શરૂ કરી નાભિ સુધી પેટ ઊંચકવાનું છે. આ વખતે બંને હાથનો થોડો ટેકો લેવાનો છે અને ગર્દનથી કમર સુધીની કરોડને પાછળની બાજુ વાળવાની છે. આ સ્થિતિમાં દસથી વીસ સેકન્ડ સ્થિર રહો.

ભુજંગાસન ના લાભ: પેટના સ્નાયુઓ ખેંચાવાથી ત્યાંના અવયવો કાર્યશીલ બને છે. જમ્યા પછી પેટમાં વાયુ થતો હોય તો આ આસનથી અટકે છે. કબજિયાત મટે છે. ખભાની માંસપેશીઓ અને છાતી વિકસે છે. શ્વસનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે તથા હૃદય બળવાન બને છે. ગર્ભાશય અને બીજાશય સુધરે છે તેથી માસિક વિના કષ્ટે આવે છે. મગજમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ બળવાન બને છે. કફ, પિત્ત પ્રકૃતિના લોકો માટે આ આસન હિતકર છે.

હલાસન 

પહેલા પીઠના બળે સૂઈ જાવ. એડી પંજા મેળવી લો. હાથોની હથેળીઓને જમીન પર મૂકીને કોણીને કમરથી અડાડીને મૂકો. હવે શ્વાસને સુવિદ્યામુજબ બહાર કાઢી લો. પછી બંને પગને એક સાથે ધીરે ધીરે ઉંચા ઉઠાવતા જાવ. ઘૂંટણ સીધા મૂકીને પગને ઉપર આકાશની તરફ ઉઠાવો પછી પાછળથી માથા તરફ ઉઠાવતા જમીન પર મૂકી દો, પછી બંને હાથને પંજાને ભેગા કરીને માથાને થોડુ દબાવો જેનાથી તમારા પગ વધુ પાછળની તરફ જશે. ધ્યાન રાખો કે પગ ખેંચાયેલા અને ઘૂંટણથી સીધા રહે. આને તમારી સુવિદ્યામુજબ જેટલો સમય સુધી મુકી શકો છો તેટલો સમય મુકી રાખો. પછી ધીરે ધીરે આ સ્થિતિની અવધિને બે થી પાંચ મિનિટ સુધી વધારો.

હલાસન ના લાભ: કબજિયાત, મંદાગ્નિ, અજીર્ણ, આંતરડાની નબળાઈ વગેરે હલાસનથી મટે છે. બરોળ અને યકૃત આ આસનથી સારાં થાય છે. આ આસનથી થાઈરોઈડ ગ્રંથિની ક્ષમતા વધે છે. અનિંદ્રા દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે. બહેનોને આ આસનથી ઘણો લાભ થાય છે.

સર્વાંગાસન

આસન પાથરી પીઠના બળે સૂવું, પછી નિતંબના સાંધા પાસેથી ધીરે ધીરે પગ ઊંચા કરતા જવા જેથી જમીન સાથે એક ખૂણો બને, આ દરમિયાન ઢીંચણ સીધા જ રાખવા. હાથ અને કોણીઓ પણ સ્થિર રાખવાં. પગ દ્વારા જ શરીરને ઊંચકતા જવું જેથી હાથ પર શરીરનો ભાર રહે. એ વખતે છાતી હડપચીને એટલે કે ચીનને દબાવશે. એ વર્તુળ પૂરું થાય એ માટે એ કોણીઓથી બાહુઓ વાળશે અને એના હાથથી હડપચી પર દબાણ આપશે જેથી ગરદન પાસે ખાંચો ઊભો થશે.

એ વખતે થાઈરોઈડ ગ્રંથિ પર ધ્યાન કેન્દ્રિત કરવું. એ મુદ્રા થોડીવાર જાળવી રાખો. આ અંતિમ મુદ્રામાં શ્વાસ સામાન્ય રહેવો જોઈએ, શરીરનું વજન બાવડા પર અને કોણીઓ પર આવવું જોઈએ, ગરદન પર નહીં. હવે પરત ફરો ત્યારે ધીરેથી અને હળવેથી કરોડરજ્જૂને નીચે મૂકતા જવું, પગ ધીમે ધીમે નીચે લાવવા અને શવાસનની મુદ્રામાં રહો. આ સ્થિતિમાં ત્રણથી પંદર મિનીટ સુધી રહી શકો.

સર્વાંગાસન ના લાભ: આ આસનથી યાદશક્તિ વધે છે. માનસિક શ્રમ કરનાર ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ આસન લાભકારી હોય છે. થાઈપોઈડ ગ્રંથિને તંદુરસ્ત બનાવે છે. લોહીનું પરિભ્રમણ વધારે છે. આ આસન સ્ત્રીપુરુષની જનનગ્રંથિને લાભકારક છે. આ આસનથી સ્વપ્નદોષ દૂર થાય છે. પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે. મુખ ઉપરના ખીલ અને ડાઘા દૂર થઈ ચહેરો તેજસ્વી બને છે. કબજિયાત, સારણગાંઠ, અકાળે વૃદ્ધાવસ્થા, દમ, કફ, ચામડીનાં રોગો, લોહીવિકાર, માસિકની અનિયમિતતા, માસિકના સમયે દુખાવો વગેરે સમસ્યામાં લાભકારી સાબિત થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top