કાળીજીરી વજન ઘટાડવા અને પાચક આરોગ્ય સુધારવા માટે અજવાઈન અને મેથી સાથે સંયોજનમાં લોકપ્રિય છે. તેનો ઉપયોગ ત્વચાના રોગોની સારવાર માટે થાય છે જેમાં તે ખંજવાળ અને ત્વચા પર બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તેને લોહી શુદ્ધિકરણ માનવામાં આવે છે કારણ કે તે લોહીમાંથી ઝેર દૂર કરે છે અને તેનું નિવારણ વધારે છે. કાલી જીરી એ રાઉન્ડવોર્મ, ટેપવોર્મ અને થ્રેડ કૃમિ માટે ઉત્તમ આયુર્વેદિક દવા છે, જે આંતરડામાં પણ હોઈ શકે છે. તે ભૂખ પણ વધારે છે, પરંતુ તેનો કડવો સ્વાદ કેટલાક કડવા સ્વાદ સંવેદી લોકોમાં ઉબકા ઉશ્કેરે છે.
કાળીજીરી આકારમાં નાના અને સ્વાદમાં તીખા હોય છે. આનું ફળ કડવું હોય છે. આ પૌષ્ટિક અને ઉષ્ણ વીર્ય હોય છે.કાળીજીરી વાળના વિકાસમાં ઉપયોગી છે. તે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે પછીના હાયપરગ્લાયકેમિઆ વાળા લોકો માટે પણ લાભકારક છે (જમ્યા પછી લોહીમાં ગ્લુકોઝના સ્તરમાં વધારો).
આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે કાળીજીરીનું સેવન તમારા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તેની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ પ્રોટીન ફાઇબર ઉપરાંત અનેક પ્રકારના વિટામિન્સ અને ખનીજ હોય છે. સાથે સાથે તેની અંદર ભરપૂર માત્રામાં એમિનો એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે.સામાન્ય રીતે કાળીજીરી નો સીધો જ અથવા તો તેના તેલના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. કાળીજીરી નું તેલ કાળીજીરી ના બીજમાંથી કાઢવામાં આવે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે.
કૃમી, જીર્ણજ્વર, અશક્તી,પેટ ફુલી જવું, અજીર્ણ, અપચો, ગૅસ, મંદાગ્નિ વગેરેમાં કાળીજીરી ખુબ જ હીતાવહ છે. આ કાળીજીરી ના ઉપાય કરવાથી ઘણી બીમારી દુર થઇ જાય છે. કાળી જીરી નું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થઇ જાય છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું થાય છે. શરીર ગરમ રહેતું હોય, અથવા જીણો તાવ રહેતો હોય, પેટમાં કૃમી થયા હોય, આમનું પાચન થતું ન હોય, તથા ખંજવાળ અને ચામડીના રોગોમાં કાળીજીરીના ભુકાનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ તાજેતાજો ઉકાળો પીવાથી આઠથી દસ દીવસમાં આ વીકૃતીઓ શાંત થઇ જાય છે.
કાળીજીરી ની અંદર એન્ટીમાઈક્રોબીયલ ગુણ મળે છે જે પેટ ને સ્વસ્થ રાખે છે અને પેટ થી જોડાયેલ તકલીફોથી બચાવે છે. બરાબર રીતે ખાવાનું નાં પચવું ગેસ્ટ્રીક, પેટ માં કીડા, પેટ નું ફૂલવું, દર્દ રહેવું, દસ્ત વગેરે પ્રકારની પરેશાનીઓ થવા પર કાળીજીરી નું ચૂર્ણ પીવાથી ફાયદો થાય છે.
મોટી વ્યક્તીએ પા કરતા અડધી ચમચી અને બાળકોએ ચારથી પાંચ ચોખાભાર રોજ રાતે આઠથી દસ દીવસ લેવી. દાંતો માં દર્દ થવા પર કાળીજીરી ના પાવડર ને પાણી માં નાંખી આ પાણી થી કોગળા કરવા. કાળીજીરી ના પાણી થી કોગળા કરવાથી દાંત નું દર્દ બરાબર થઇ જાય છે અને આ દર્દ થી છુટકારો મળે છે. કોગળો કરવાના સિવાય કાળીજીરી ના પાવડર ને દર્દ વાળા દાંત પર પણ લગાવી પણ શકાય છે.
મધમાખી, ભમરી, કાનખજુરો કે જીવજંતુ કરડે તો તે સ્થાન પર કાળીજીરી પાણીમાં લસોટી લેપ કરીને લગાવવો જોઈએ, નળ ફુલી ગયા હોય તો અડધી ચમચી કાળીજીરીના ભુકાનો એક કપ પાણીમાં ઉકાળો કરીને પીવું જોઈએ. ખરજવું દુર કરવા તલના તેલમાં કાળીજીરી નો લેપ બનાવી લગાવવો. કાળીજીરી ના પાવડર માં એન્ટી બેક્ટેરીયલ ગુણ મળે છે જે સંક્રમણ ને ફેલાવાથી રોકે છે. તેથી કાળીજીરી ના પાવડર નો લેપ ઈજા ના ઘાવ, ફોડા-ફૂંસીઓ પર લગાવવા માં આવે છે.
કાળીજીરી અડધી ચમચી અને કાળા મરી અડધી ચમચીનું ચુર્ણ એક કપ પાણીમાં રાત્રે પલાળી સવારે ગાળીને પીવાથી થોડા દીવસમાં જુનો નળ વીકાર દુર થઇ જાય છે. કાળીજીરી બાળી તેની રાખનો તલના તેલમાં મલમ કરીને લગાડવાથી ચામડીના રોગો મટે છે. કાળીજીરીનું ચુર્ણ એક ચમચી મધમાં મિક્ષ કરીને ચાટવાથી પેટની કૃમી નાશ પામે છે.
ચૂર્ણ બનાવવાની રીત:
250 ગ્રામ મેથીના દાણા, 100 ગ્રામ અજમો 50 ગ્રામ કાળી જીરીને લઈ, ત્રણેયને દસેક મિનીટ શેકી લેવા. શેકાય ગયાં બાદ આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેને ક્રશ કરીને એક એર ટાઈટ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણને રોજ સુતા પહેલાં એક કપ નવશેકા પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને પી લેવું, માત્ર એક જ સમય ચૂર્ણ લેવું, અને એક ચમચીથી વધારે ન લેવું. 3 મહિના સુધી નિયમિત આ ચૂર્ણના સેવનથી શરીરમાં રહેલી ગંદકી અને હાનીકારક તત્વો દુર થાય છે અને શરીર અંદરથી સ્વચ્છ બને છે.
ચૂર્ણ ના ફાયદા: આ ચૂર્ણના સેવનથી હાડકાઓ મજબૂત થાય છે, કાર્ય કરવાની શક્તિ વધે છે, સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે, થાક લાગતો નથી. ચામડીના રોગોથી મુક્તિ મળે છે. વાળનો ગ્રોથ વધારી તમારા વાળને હેલ્ધી રાખે છે અને જૂની કબજિયાતને કાયમ માટે દુર કરે છે, તેથી તમારી ત્વચા પણ સુંદર રહે છે. હ્ર્દયની કાર્ય ક્ષમતામાં વૃદ્ધિ થાય છે, કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. હ્રદય દર્દીઓને રાહત મળે છે. ભૂતકાળમાં સેવન કરવામાં આવેલ એલોપેથિક દવાઓના સાઈડ-ઈફેક્ટથી મુક્તિ મળે છે. શરીરમાં અનાવશ્યક કફ બનતો નથી.