ભલભલા રોગોને મટાડી દેશે માત્ર 1 ચમચી આનું સેવન, માત્ર કરો આ રીતે ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે લોકો સામાન્ય રીતે મુખવાસ તરીકે ઉપયોગમાં લઈએ એ વરિયાળી ઔષધિ તરીકે પણ વપરાય છે. તે સ્વાદે મીઠી, તેલવાળી તથા સુગંધી હોય છે. તેનું તેલ શુદ્ધ સફેદ અને ખુશ્બુદાર  હોય છે. તેનું તેલ સ્વાદે મીઠું હોય છે. વરિયાળી ગુણમાં દીપન, પાચન તથા વાયુ હરનાર છે. તે પિત્ત, રક્તદોષહર હોય છે.

વરિયાળી તરસ, ઉલટી, પેટની ચૂંક, આફરો વગેરે મટાડે છે. તેનાથી નેત્રરોગ, અતિસાર વગેરે પણ મટે છે. હવે અમે તમને જણાવીશું વરિયાળીથી આરોગ્યને થતાં લાભો વિશે. વરિયાળી, હરડે, સૂંઠ, ગરમાળાનો ગોળ, સુવા, ખસખસ દરેક દસ દસ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી ઝાડો, મરડો, તથા પેટમાં આંટી આવતી હોય તે મટી જાય છે. એ જઠરાગ્નિ સારી બનાવે છે.

વરિયાળીનો મુખવાસમાં ઉપયોગ થાય છે. એ ઉપરાંત વરિયાળી ધાવણ વધારનાર છે. એનાથી ગર્ભાશયને ફાયદો થાય છે. એનાથી પેશાબ છૂટથી આવે. પ્રસિદ્ધ બનાવટ સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણમાં એનો મોટા ભાગે ઉપયોગ થાય છે. સૂકી ખાંસીની દવામાં વરિયાળી વપરાય છે. વરિયાળીનું તેલ પેટનાં દર્દો મટાડે છે. પીવાની દવાનો સ્વાદ સુધારવા માટે પણ વરિયાળીનો ઉપયોગ થાય છે.

વરિયાળી જઠરને મજબૂત કરે છે. બાદી તોડે છે. લીલા જીરા સાથે તેનો ઉપયોગ કરવાથી દસ્ત દૂર થાય છે. વરિયાળી ખાવાથી જઠરને બળ મળે છે. તાવ આવ્યો હોય ત્યારે પેટમાં બળતરા થતી હોય તો વરિયાળીને ઠંડા પાણી સાથે પીવાથી ઘણી રાહત થાય છે. વરિયાળીનાં પાનનું શાક પણ ઘણા લોકો બનાવે છે. ગર્ભાશયનાં દર્દો પણ વરિયાળીથી મટે છે. ચામડીના રોગ દૂર કરવા પણ વરિયાળી વપરાય છે.

તો ચાલો હવે આપણે જાણીએ વરિયાળીના પ્રયોગો. વરિયાળી ૨૫ ગ્રામ, આમલીની છાલ ૨૦ ગ્રામ, લવિંગ ૧૦ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું. એ ચૂર્ણ પા ચમચી જેટલું લઈ ફાંકવાથી ચામડીના રોગ મટે છે. વરિયાળી ૨૫ ગ્રામ, ત્રિકટુ ૨૦ ગ્રામ, અનીસુન ૧૦ ગ્રામ એ તમામનું ચૂર્ણ બનાવવું. એ ચૂર્ણના ઉપયોગથી ઊલટી બંધ થાય છે.

વરિયાળી, ગંધક, જીરું, શાહજીરું, એ દરેક દસ દસ ગ્રામ લેવું, ત્રિકટુ ૩૦ ગ્રામ, પંચાવણ ૫૦ ગ્રામ લઈ દરેકનું બારીક ચૂર્ણ બનાવવું. આમાં આદુનો રસ નાંખીને નાની નાની ગોળી બનાવી લેવી. આ ગોળીના ઉપયોગથી ખોરાકનું બરાબર પાચન થાય છે. એની ફાંકી નાનાં બાળકોના પેટ ઉપર મસળવાથી આફરો તથા પેટનું દર્દ મટે છે.

વરિયાળી ની ફાંકીને ગુલકંદમાં ભેળવી ખાવાથી જઠરને બળ મળે છે. વરિયાળી ગરમ પ્રકૃતિની વ્યક્તિ માટે હાનિકારક છે. વરિયાળી મધુર, સહેજ તુરી, તીખી, કડવી, સ્નિગ્ધ, ઠંડી, પચવામાં હલકી, તીક્ષ્ણ, પિત્ત કરનાર, જઠરાગ્નિ વર્ધક અને ગરમ છે. આમ છતાં શિયાળામાં જેટલી ગુણકારી છે તેટલી જ ઉનાળામાં પણ છે.

દર મહિને છોકરીઓને માસિક ધર્મના દુખાવામાંથી પસાર થવું પડે છે, પરંતુ દર વખતે તેના માટે દવાઓનું સેવન કરવું યોગ્ય નથી હોતું. એટલા માટે વરિયાળીનાં પાણીનું સેવન કરો. તેનાથી માસિક ધર્મના સમયે થતા દુખાવાથી રાહત મળે છે. માસિક ધર્મના સમયે થતી ઉલ્ટી અને ઉબકાની સમસ્યામાં પણ વરિયાળીનું પાણી લાભદાયી હોય છે.

પેશાબની બળતરા, એસિડીટીની બળતરા, આંખોની બળતરા તથા હથેળી અને પગના તળિયાની બળતરામાં વરિયાળીનું સાકરમાં બનાવેલું શરબત પીવાથી રાહત મળે છે. અજીર્ણથી થતાં ઝાડા ઉલ્ટીમાં વરિયાળીનું શરબત ખુબ જ સારો ફાયદો કરે છે. ભૂખ લાગતી ન હોય, પાચન બરાબર ન થતું હોય અને સુંઠ, આદુ, મરી, પીપર જેવાં દ્રવ્યો સહન ન થતાં હોય એટલે કે પિત્તપ્રકૃતિ હોય તેમને માટે વરિયાળી ખૂબ હિતાવહ છે.

અગ્નિમાંદ્ય, અપચો અને અમ્લપિત્તથી પીડાતા દર્દીએ એક ચમચી વરિયાળી અડધી ચમચી સાકર સાથે દિવસમાં ત્રણ વખત ખૂબ ચાવીને ખાવી. જો અમ્લપિત્તમાં ખાટી, કડવી ઉલ્ટી થતી હોય તો નાળિયેરના પાણીમાં વરિયાળી અને સાકર નાખી બનાવેલ શરબત પીવું. ખૂબ ચાવીને ખાવાથી અને થોડો થોડો રસ પેટમાં ઉતારતા રહેવાથી વરિયાળી પેટનો આફરો અને ઉદરશૂળ શાંત કરે છે.

અડધી ચમચી વરિયાળીનું ચૂર્ણ નવશેકા પાણી સાથે લેવાથી પણ પેટનો ગેસ આફરો દૂર થાય છે. બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ વરિયાળીનું પાણી મદદરૂપ સાબિત થઇ શકે છે. વરિયાળીના પાણીનું નિયમિત સેવન કરવા પર દવાઓની સરખામણીમાં વરિયાળીનું પાણી બ્લડ શુગર લેવલને ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે.

દરરોજ સવારે ખાલી પેટ પર વરિયાળીનું પાણી પીવાથી જાડાપણાની સમસ્યા દૂર થાય છે. આનું કારણ એ છે કે વરિયાળીનું પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે, મેટાબોલિઝ્મનો દર વધે છે, જે કેલરી અને ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. તેમજ વરિયાળીમાં રહેલ ફાયબર વજન ઘટાડવામાં મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top