લીવર અને કિડનીની સફાઇ કરી અનેક રોગોથી કાયમી દૂર રહેવા અસરકારક છે આ ઔષધિ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સિંહપર્ણી એક એવી ઔષધિ છે જે ફાઇબર, એન્ટી ઓક્સિડેન્ટ, ખનિજ વગેરે વિટામીન થી ભરપૂર છે. લીવર અને કિડનીના રોગ માં મુખ્યત્વે આ ઔષધિનો ઉપયોગ કરવામાં આવે છે. જાણો આ ઔષધિ થી થતાં બીજા અનેક ફાયદા વિશે. જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

લિવર અને કિડનીમા જમા થયેલ વિષેલા પદાર્થ ને બહાર કાઢવા સિંહપર્ણ ના મૂળિયા એક અસરકારક ઔષધી માનવામાં આવે છે. આ ઔષધી ફક્ત વિષેલા પદાર્થ જ બહાર નથી કાઢતી તેમની સાથે-સાથે રક્ત શુદ્ધીકરણ અને કિડની તેમજ લિવર ને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

દારૂ પીતા-પીતા જ્યારે તેની આદત છોડવી હોય ત્યારે સિંહપર્ણીના મૂળનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. લીવર અને બાઇલ જ્યુસને સાજા કરવામાં સિંહપર્ણીના મૂળ બહુ કામમાં આવે છે. સિંહપર્ણીની જડોને 1 કપ પાણીમાં ઉકાળીને ગાળી લો અને ઠંડુ પડે પછી તેને પીવું હિતાવહ છે. આ મિશ્રણ દિવસમાં 2 થી 3 વખત પીવું જોઈએ અને જ્યાં શરીરમાં આરામ ન મળે ત્યાં સુધી આ મિશ્રણ નું સેવન કરવું હિતાવહ માનવામાં આવે છે.

સિંહપર્ણી ફાઇબર, એન્ટી ઓક્સિડેન્ટ, ખનિજ અને વિટામીન કે વગેરે પોષકતત્વો થી ભરપૂર જોવા મળે છે. તેમાં બીટા કેરેટીન હોય છે જે લિવરની અંદરની નુકસાનકારક બારીક રેખાઓને દૂર કરે છે અને લીવરને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. સિંહપર્ણી ફક્ત જોવામાં જ સુંદર નથી પરંતુ ખાવા યોગ્ય પણ છે.

સિંહપર્ણી પોષણથી પણ ભરપૂર હોય છે તેવું માનવામાં આવે છે. સિંહપર્ણી પાચનક્રિયાને ઓછી કરી દે છે જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેથી તમારું વજન પણ નિયંત્રણ માં રહે છે અને મેદસ્વીપણા થી છુટકારો મેળવવામાં મદદ મળે છે. સિંહપર્ણી ઓનલાઇન કે આયુર્વેદિક દુકાનેથી ખરીદી શકો છો.

વજન ઘટાડવા માટે સિંહપર્ણી નો ઉપયોગ આ રીતે કરવો : એક કે બે ચમચી સિંહપર્ણી લઈ તેને ખંડિને ચૂર્ણ જેવુ કરીને આ ચૂર્ણ ને પાણી સાથે વાટી ને તેની બોર જેવડી ગોળી બનાવવી, આ બે – ત્રણ ગોળી ને એક ગ્લાસ પાણી માં નાખીને સારી રીતે મેળવીને લેવાથી મોટપા માં અસરકારક સાબિત થઈ છે.

સિંહપર્ણી નો ઉકાળો પણ લાભકારી માનવામાં આવે છે. આ ઉકાળો તૈયાર કરવા માટે સૌથી પહેલાં એક કપ પાણીને ઉકાળી લો. હવે તેમાં સિંહપર્ણી નાખો અને બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દો. પછી આ મિશ્રણને ગાળી લો અને થોડી મિનિટો માટે ઠંડુ થવા રાખી દો. આ ઉકાળો પીવાથી અનેક પ્રકારના રોગ દૂર થાય છે.

સિંહપર્ણી ફાઈબરથી ભરપૂર હોય છે અને તે ચરબીવાળા મોલેક્યુલસનું શોષણ થતું અટકાવે છે. તેના એન્ટીઓક્સીડેન્ટ હાનિકારક ઓક્સિજન થી તે રેખાઓને સાફ કરવામાં મદદ કરે છે અને ઝેરીલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. ભારતમાં 24 ટકા મહિલાઓ ગર્ભધારણ દરમિયાન પીસીઓએસથી પીડાતી હોય છે, જેના કારણે મોટાભાગે વજન વધતું હોય છે.

સિંહપર્ણીની ચા ને એક પ્રભાવી લીવર ડીટોક્સિફાયર અને પિત્ત પ્રવાહ ઉત્તેજક માનવામાં આવે છે. આ ચા લીવરને સાફ રાખે છે અને કિડીનીમાં ડિટોક્સીફિકેશનમાં મદદરૂપ પણ થાય છે. આ સૌથી શ્રેષ્ઠ ચા છે. અને આ ચા કિડનીની સમસ્યાની સાથે વજન ઘટાડવામાં પણ ખુબ જ મદદગાર સાબિત થાય છે.

સિંહપર્ણીના પાંદડા લીવરને મજબૂત, મૂત્રાશયન કામમાં મદદરૂપ અને પિત્તને બનતું રોકવા અને ઝેરી પદાર્થોને શરીર ની બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. એક કપ પાણીમાં એક ચમચી સિંહપર્ણીના પાંદડા મેળવો. તેને થોડો સમય રહેવા દો અને પછી આ મિશ્રણમાં એક ચમચી મધ નાખો પછી આ મિશ્રણ ને પીવો, તેનાથી ઘણા લાભ થાય છે.

સિંહપર્ણી નામની જડી બુટીને વધારે ચાલવાથી થયેલા પગના સોજાને દૂર કરવા માટેની એક સારી ઉતમ દવા માનવામાં આવે છે. તેમા હાજર રહેલા એન્ટીઓક્સિડેન્ડનું ઉંચુ પ્રમાણ માંસપેશીઓનું ખેંચાણ ઓછુ કરે છે અને સોજામાં રાહત આપે છે. આને મધ સાથે લેવુ વધુ સારુ માનવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top