વરિયાળી ઔષધિ ગુણથી ભરપૂર છે. આપણાં રોસોડામાં મળતા સૌથી કોમન મસાલામાંથી એક છે વરિયાળી, જેનો સૌથી વધારે લોકો ભોજન બાદ માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરે છે. લીલા રંગની આ વરિયાળીના નાના નાના દાણા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે આપાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જ્યારે તમે આ જાણશો તો દરરોજ તેનો ઉપયોગ કરશો.
પોટેશિયમ, મેંગેનીઝ, ઝિંક, આયર્ન અને કોપર જેવા મિનરલ્સથી ભરપૂર વરિયાળીને કાચી ખાઓ અથવા શાકભાજી અથવા કઢીમાં નાખવાને બદલે જો તમે વરિયાળીનું પાણી પીવો તો તે તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું કારણ એ છે કે, વરિયાળીના પાણીમાં ન્યુટ્રિયન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે.
વરિયાળી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે પણ તેના બીજા ઘણા ફાયદા છે. તેને જમ્યા પછી ખાવાથી ભોજન પચવામાં આસાની રહે છે. પરંતુ શું તમે જાણો છો કે વરિયાળીનું પાણી પીવાથી વરિયાળી ચાવવા કરતા પણ વધારે ફાયદા મળે છે. તેમાં ફાઈબર પણ સારી માત્રામાં જોવા મળે છે. તેનાથી શરીરના વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે અને શરીરની ગંદકી અને લોહી સાફ થાય છે.
સવારે ખાલી પેટે વરિયાળીના પાણીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તે મેટાબોલિઝમ વધારે છે, જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તેના માટે આખી રાત વરિયાળી પાણીમાં પલાળી રાખવી અને સવારે તેના પાણીનું સેવન કરવું. નિયમિત આવું કરવાથી ખુબ જ જલ્દી ફરક જોવા મળશે.
વરિયાળીના પાણીમાં આયરનનું પ્રમાણ ભરપૂર હોય છે. એમાં પોટેશિયમની માત્રા પણ ભરપૂર હોય છે, જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બાંગ્લાદેશમાં થયેલા અભ્યાસ પ્રમાણે વરિયાળીના પાણીનું નિશ્ચિત સેવન દવાઓની સરખામણીમાં પણ બ્લડ સુગર નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
વરિયાળીનુ સેવન કરવાથી ગળામાં થઈ રહેલી ખરાશમાં પણ રાહત મળે છે. ગળુ ખરાબ થતા વરિયાળીને પાણીમાં ઉકાળી કોગળા કરો. વરિયાળીને સારી રીતે ચાવીને ખાવાથી ખાંસી આવતી બંધ થઈ જાય છે. વરિયાળી અનિદ્રા રોગથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં વરિયાળીનું પાણી ખૂબ જ ફાયદો અપાવે છે. વરિયાળીનું પાણી મૂત્રવર્ધક હોય છે.
વરિયાળી વાળી ચા પીવાથી ઉંઘ સારી આવે છે. આંખો સોજી જાય તો વરિયાળી પાવડરને પાણીમાં મિક્સ કરીને આંખો નીચે લગાવો, તેનાથી લાભ મળે છે. વરિયાળીનુ સેવન કરવાથી આંખોની રોશની વધે છે. વરિયાળીનુ સેવન કરવાથી સ્મરણ શક્તિ વધે છે. કાચી અને સેકેલી વરિયાળી ખાવાથી ઝાડામાં તરત આરામ મળે છે.
વરિયાળીનુ સેવન કરવાથી કબજિયાત દૂર થાઈ છે. જો પેટમાં મરોડ થવાથી પરેશાન છો તો વરિયાળી કાચી-પાકી શેકીને ચાવો તેનાથી આરામ મળશે. 2 વરિયાળીનુ સેવન કરવાથી પેટમાં ગેસ અને ભારેપણું અનુભવાતુ નથી. તેનાથી કબજિયાતમાં પણ છુટકારો મળે છે. વરિયાળી વજન ઓછુ કરવામાં અને ભોજન પચાવવામાં સહાયક છે.
વરિયાળી જાડાપણાથી બચાવી શકે છે. જો કોઈને તાવમાં વારંવાર ઉલટી થઈ રહી હોય તો વરિયાળીને વાટીને તેનો રસ પીવાથી ઉલ્ટી આવવી બંધ થઈ જશે.વરીયાળી અને સાકરને સમાન માત્રામાં ઉમેરી તેનું ચૂર્ણ બનાવો અને રોજ આ ચૂર્ણનું સેવન સવારે અને રાત્રે કરવું. તે ગૈસ્ટ્રીક એસીડ નો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે અને આ ચૂર્ણથી યાદશક્તિ વધે છે.
વરિયાળીની તાસીર ઠંડી હોય છે. એટલે વરિયાળીનો ઉપયોગ ઠંડાઈ બનાવવામાં થાય છે. ઉનાળામાં કે પછી ગરમ પ્રકૃતિના લોકો માટે આ ઠંડાઈ ખૂબ જ લાભકારક પુરવાર થાય છે. બદામ, વરિયાળી અને સાકરને તમે એકસરખા પ્રમાણમાં પીસીને રોજ ખાશો તો તેનાથી યાદશક્તિમાં વધારો થાય છે.
જેને ધૂમ્રપાનની આદત હોય તેમણે પણ વરીયાળીનું સેવન કરવું જોઈએ. વરીયાળી વમનરોધી હોવાને કારણે ઉબકા અને ઉલટી ની સારવાર માં મદદ કરે છે. તે ગૈસ્ટ્રીક સ્ત્રાવ ને વ્યવસ્થિત કરીને અલ્મીય સ્વાદ અને મોઢાના ખાટા સ્વાદને દુર કરવામાં મદદ કરે છે. વરીયાળીમાં ઘી ઉમેરી પીવાથી ધૂમ્રપાનની તલબ દૂર થાય છે.
જો અપચાની સમસ્યા હોય તો એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાંખીને પાણી ઉકાળી દિવસમાં બે કે ત્રણ વાર પીઓ. આમ કરવાથી અપચો દૂર થશે અને વજન પણ ઘટવા માંડશે. શેકેલી વરિયાળી ખાવાથી પેટના દુઃખાવામાં રાહત મળે છે. પાણીમાં વરિયાળી ઉકાળી તેમા ખાંડ નાખીને પીવાથી ખાટા ઓડકારથી રાહત મળે છે.