મીઠાઈ અને પકવાનોમાં નખાતી ચારોળીનાં ઝાડ ખૂબ મોટાં થાય છે. કોંકણ, નાગપુર અને મલબારમાં તેનાં ઝાડ પુષ્કળ થાય છે. તેના ઝાડનું થડ કઠણ ને ખરબચડું હોય છે. પાન લાંબાં હોય છે. પાનનો આકાર બકરાના કાન જેવો હોય છે. પાન મહુડાના પાન જેવડાં મોટાં હોવાથી પત્રાળાં બનાવવામાં પણ વપરાય છે.
ચારોળીના ઝાડને નાનાં નાનાં ફળો આવે છે. પાકાં ફળોનો રંગ જાંબુડો હોય છે. ફળમાં તુવેરના દાણા જેવડા રાતા રંગના દાણા હોય છે. એ દાણાને ચારોળી કહે છે. ચારોળીનાં ફળો સ્વાદે મધુર-મીઠાં લાગે છે. મુખ્યત: ચારોળી મીઠાઈ બનાવવામાં વપરાય છે. એ પકવાનોમાં તથા શિયાળાના પાકોમાં નંખાય છે.
ચારોળીના દાણામાંથી તેલ નીકળે છે. તે તેલ બદામના તેલ જેવું ઠંડું હોય છે. એ તેલ ખૂબ કીમતી હોવાથી તેને માત્ર પૈસાદારો જ વાપરે છે. તેના પાનનો આકાર બકરાના કાન જેવો હોવાથી તેનું ‘અજકર્ણ” નામ પડેલું છે. ચારોળી પિત્ત, કફ તથા લોહીના બગાડને મટાડનાર છે.
ચારોળીનું ફળ મધુર, ભારે, સ્નિગ્ધ અને મળને ખસેડનાર છે. એ વાયુ, પિત્ત, દાહ, તાવ અને તરસને મટાડે છે. ચારોળીનો ગર્ભ મધુર, વીર્યને વધારનાર, પિત્ત તથા વાયુને મટાડનાર, હૃદયને પ્રિય લાગે તેવો અને ઝાડાને રોકનાર અને આમને વધારનાર છે. ચારોળીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા છે.
ચારોળીનાં મૂળ તૂરો, લોહીવિકાર, કફ તથા પિત્તનો નાશ કરનાર છે. ચારોળીનું તેલ મધુર, જડ, કિંચિત્ ઉષ્ણ, કફકારક અને પિત્ત તથા વાતનો નાશ કરનારું છે. ચારોળીના ઝાડની છાલ દૂધમાં વાટી મધ મેળવી પીવાથી રક્તાતિસાર (મરડો) મટે છે. ચારોળી દૂધમાં વાટી શરીરે ચોપડવાથી શીળસ મટે છે.
બાળકોના જન્મ પછી માતા માટે ચારોળીનો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવે છે. કારણ કે તે માતા અને બાળક બંનેની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો શરદી-ખાંસીની સમસ્યા રહેતી હોય તો તેના માટે 5-10 ગ્રામ ચારોળીને સેકી લેવી. ત્યારબાદ તેને પીસીને એક કપ દૂધમાં તે પાઉડર મિક્સ કરીને દૂધ ઉકાળવું. તેમાં સ્વાદ મુજબ એલચી અને સાકર મિક્સ કરીને પીવાથી આ સમસ્યાથી રાહત મળે છે.
ચારોળી એફ્રોડિસિયાક ગુણધર્મો માટે જાણીતી છે. તેના ફાયદા કામવાસના વધારવામાં, અકાળ નિક્ષેપ અને નપુંસકતા જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શુક્રાણુઓની ગુણવત્તા અને ગતિશીલતાને પ્રોત્સાહન મળે છે. શેકેલી ચારોળીના પાઉડરનો ઉપયોગ દૂધ સાથે કરવામાં આવે છે, ત્યારે તે પ્રજનન પ્રણાલીને મજબૂત બનાવવા તેમજ એકંદર જાતીય સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે.
કાર્ય કરીને થાકીને ઘરે પરત આવ્યા હોવ ત્યારે એક ગ્લાસ દુધમાં ચારોળી તેમજ સક્કર ભેળવી, ઉકાળી લેવુ અને ઠંડું થયા પછી પીવાથી થાક દૂર થાય છે. આ નૂસ્ખાનો ઉપયોગ શક્તિ તેમજ સ્ફૂર્તિ વધારનારો છે. જે ભાગ પર બળતરા થતી હોય ત્યાં ચારોળી ને વાટીને તેની પેસ્ટ લગાવવાથી ઠંડક મળે છે.
શરીરનાં કોઈપણ ભાગથી રક્તસ્રાવ થતો હોય તો તેમા ચારોળીનુ સેવન લાભદાયી સાબિત થાય છે. તે મધુર અને પિત્તશામક હોવાથી રક્તસ્રાવની સમસ્યાને દૂર કરે છે. આ રક્તસ્રાવની સમસ્યામા પાંચ-પાંચ ગ્રામ ચારોળી અને જેઠીમધનુ ચૂર્ણ લઈ વાટી અને તેને એક ગ્લાસ દૂધમા એટલું જ પાણી અને આ મિશ્રણ મેળવીને ઉકાળી લો અને ત્યારબાદ ઠંડુ પાડી સાકર ઉમેરી આ દૂધનુ સેવન કરી લો.
લક્વા તથા અન્ય વાયુજન્ય બીમારીઓ માટે ચારોળી હિતકારી છે. ચારોળી, ચિલગોજા અને પિસ્તા ત્રણેયને એકસમાન વજને લાવીને એકસાથે પીસીને તેમા મધ મિક્સ કરી લેવુ. લક્વા તથા વાયુજન્ય બીમારીઓથી પીડાતી વ્યક્તિને એક થી બે ચમચી આ મિશ્રણ ગાયના દૂધ સાથે આપવુ. આ મિશ્રણના સેવનથી તેનુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.
જો ખીલ ની સમસ્યા છે, તો ચહેરા પર ચરોલી લગાવો. ચારોલી લગાડવાથી આ સમસ્યા દૂર થાય છે. ચરોળીની પેસ્ટ તૈયાર કરવા માટે નારંગીનો રસ લઈ તેમાં ચરોળીનો પાઉડર મિક્સ કરી આ પેસ્ટને ચહેરા પર લગાવો. 15 મિનિટ માટે રહેવા દો અને જ્યારે તે સુકાઈ જાય છે પછી તેને હળવા હાથથી ઘસો અને સાફ કરો.
આ પેસ્ટને અઠવાડિયામાં ત્રણ વખત ચહેરા પર લગાવવાથી ચહેરા પર થતા ખીલની સમસ્યાથી રાહત મળશે. ચારોળી ને વાટીને તેમાં થોડી માત્રામાં હળદર મિક્સ કરવી. સાથે જ તેમાં મધ, લીંબુનો રસ અને ગુલાબ જળ મિક્સ કરવું. હવે આ પેસ્ટને મુખ પર દરરોજ લગાવવી. આનાથી મુખનો કાળો રંગ ધીરે-ધીરે દૂર થશે.