જો તમારા માં પણ જોવા મળે છે આવા સંકેત તો હોય શકે છે વિટામિન બી-12 ની ખામી, તેનાથી બચવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો અને આ ઉપયોગી માહિતી દરેક ને શેર જરૂર કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વિટામિન B-12 એ આપણાં શરીર માટે સૌથી આવશ્યક અને અગત્ય નું પોષકતત્વ છે. આ વિટામિન  B-12 આપણાં શરીર ની નસો તથા રકત કોશિકાઓ ને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે.

વિટામિન  B-12 ને કોબાલામીન તરીકે પણ ઓળખવા માં આવે છે. ફકત આટલું જ નહી પરંતુ , તે શરીર ની રકતકોશિકા દ્વારા સંપૂર્ણ શરીર માં ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરે છે.

જયારે વિટામીન બી – ૧૨ ની ઉણપ શરીર માં સર્જાય છે ત્યારે તેના ગંભીર લક્ષણો દેખાવાની શરૂઆત થઈ જાય છે અને અમુક વાર એવી પણ પરિસ્થિતિ સર્જાય કે આ લક્ષણો શરીર કોઈ ગંભીર સમસ્યાથી પીડાય ત્યારે પણ દેખાય છે.

જો કયારેય એવું બને કે અચાનક વધુ પડતી ઠંડી લાગવા માંડે તથા અચાનક વધુ પડતી ગરમી થવા માંડે તથા એકાએક હાથ-પગ માં બળતરા ઉદભવવા માંડે , સાંધા માં દર્દ થવા માંડે , હૃદય ના ધબકારા એકાએક વધી જાય , શ્વાસ ચડવા માંડે , કંઈપણ યાદ ના રહે જો આવા પ્રકાર ની કોઈ સમસ્યા સર્જાતી હોય તો સમજી લેવું કે શરીર માં વિટામિન  B-12 ની ઉણપ સર્જાઈ છે.

જો હાથ-પગ માં કોઈપણ પ્રકાર ની બળતરા તથા ઝણઝણાટી મહેસુસ થાય તો શરીર માં વિટામિન  B-12 ની ઉણપ સર્જાઈ તેવું કહી શકાય.જો મોઢા માં વારંવાર છાલા પડી જતા હોય તો  શરીર માં વિટામિન B-12 ની કમી છે તેવું કહી શકાય.

જો તમારી યાદશક્તિ નબળી પડી ગઈ હોય તો કહી શકાય કે આ અસર વિટામિન B-12 ની ઉણપ ના કારણે જ ઉદભવી છે.જો તમારી સ્કિન નો રંગ પીળાશ પડતો પડી જાતો હોય તો શરીર માં વિટામિન  B-12 ની ઉણપ સર્જાઈ તેવું કહી શકાય.

શાકાહારી હોવ અને દૂધ પણ ખૂબ ઓછું પીતા હોવ તો તમારા શરીરમાં વિટામિન B12ની કમી સર્જાવાના પૂરા ચાન્સ છે. વિટામિન B12 શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, અને તેની ઉણપથી ન માત્ર  સ્ટેમિના ઘટે છે, તેની સાથે તેની માનસિક અસર પણ ગંભીર હોય છે.

વિટામિન B12ની ઉણપની સૌથી મોટી આડ અસર છે કે તે જ્ઞાન તંતુને નુકસાન પહોંચાડે છે. વિટામિન B12 મેટાબોલિઝમ માટેનો જરૂરી મજ્જછેદ બનાવવામાં અગત્યનો ફાળો ધરાવે છે.

B12 વિના મચ્છાછેદ અયોગ્ય રીતે તૈયાર થાય છે, જેથી  જ્ઞાનતંતુ બરાબર કામ નથી કરતા. જેની સૌથી સામાન્ય અસર છે કે  સોય કે પીન વાગે ત્યારે જે પ્રકારનો દુખાવો થાય છે તેવું થવું. જે ખાલી ચડે ત્યારે થાય છે.

જીભ લીસી લાગે છે સાથે તેમાં ચીરા પડી જાય છે. જેના કારણે તમે યોગ્ય ખોરાક નથી લઈ શકતાં અને બોલવામાં પણ તકલીફ પડે છે. રિસર્ચ પરથી માલૂમ પડ્યું છે કે આમ થવાનું કારણ વિટામિન B12ની ઉણપ છે.

નિયમિત દૂધ પીવાનું રાખો તો આ વિટામિનની કમી નથી સર્જાતી, પરંતુ જો તેનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું હોય તો તમારે તેની દવા કે ઈન્જેક્શન લેવા જ પડશે. આ વિટામિન આપણું શરીર જાતે નથી બનાવી શકતું, અને તે પ્રાણીજન્ય પ્રોટિન જેવા કે દૂધ કે પછી નોન-વેજ ફુડમાંથી જ મળે છે.

દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-1, બી-2 અને બી-12 હોય છે, તેમાં પણ જો દહીં લો ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક છે. બની શકે તો ફ્લેવર્ડ દહીં લેવાનું ટાળવું જોઈએ.

સવારે બ્રેકફાસ્ટમાં ઓટમીલ ખાવાથી પોષણ અને વિટામિન બંને મળે છે, એટલું જ નહીં તેમાંથી સારા એવા પ્રમાણમાં વિટામિન બી-12 પણ મળી રહે છે. સોયાની દરેક પ્રોડક્ટ જેવી કે સોયાબીન, સોયા દૂધ કે સોયા પનીર-ટોફુ એ દરેકમાં વિટામિન બી-12 સારી એવી માત્રામાં મળી રહે છે.

નોર્મલી તમને બજારમાં બાર પ્રકારના ચીઝ મળી રહેશે, જેમાં વિટામિન બી-12 હોય છે, પરંતુ કોટેઝ ચીઝમાં વિટામિન બી-12 સારા એવા પ્રમાણમાં હોય છે. લીલાં શાકભાજી તથા  ફળો માં સારા પ્રમાણ માં વિટામિન b12 હોય છે. નિયમિત તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.ખજૂર ને દૂધ માં પલાળી ને ખાવા થી પણ વિટામિન બી 12 ની કમી દૂર થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top