અમરવેલ મુખ્યત્વે ઝાડ ની ડાળખીઓ મા વીંટળાયેલી જોવા મળે છે. તે એકદમ લીલા કલર ની હોય છે. આ વેલ સંપુર્ણ ભારત દેશ મા પ્રાપ્ત થાય છે. જુદા-જુદા પ્રાંતમા આ વેલ ને અલગ-અલગ નામ થી ઓળખવામા આવે છે.
જેમ કે આકાશબલ્લી , રસબેળ , ડોડાર , અંધબેલ , આલોક-લતા , સ્વર્ણ-લત્તા , અમર-વેલ , આકસબેલ વગેરે. આ વેલ ઝાડ ના મુળીયા તેમજ તેમની ડાળખીઓ મા થી ઉદ્દભવે છે. તેને જમીન સાથે કઈ લાગતુ વળગતુ નથી. આ વેલ ને તમે કોઈ ડાળખી પર મુકી દો તો તે ત્યા પણ વિકસવા લાગે છે.
અમરવેલ ને વાટી ને એક પેસ્ટ તૈયાર કરી લો. અને આ પેસ્ટ ને સાંધા ના દર્દ તથા ગઠિયા વા ની જગ્યા પર ચોપડી પાટો બાંધો. આમ કરવા થી તુરંત જ સોજા મા રાહત મળે છે.
અમરવેલના સફેદ,પીળા કે ગુલાબી ફૂલ તે જે છોડ પર અવલંબિત હોય તેના જેવા જ હોય છે. તેના બી કદમાં તો નાના હોય છે તો પણ વિપરીત સંજોગોમાં માટીમાં પડ્યા બાદ દસ પંદર વર્ષો સુધી જીવતાં રહી શકે છે. બી જમીનની સપાટી પર એક વાર અંકુરિત થાય પછી તેને કોઇ પોષણ મળે તેવા વૃક્ષ કે છોડના આધારની જરૂરત પડે છે.
બવાસીર ના દર્દ મા અમરવેલ ના ૨૦ મી.લી રસ ને ૫ ગ્રામ જીરા ના ભુક્કા તથા ૪ ગ્રામ તજ ના ભુક્કા ને પાણી મા નાખી તેનુ ત્રણેય ટાણા સેવન કરવા થી બવાસીર મા રાહત રહે છે. અમરવેલના પત્તાના રસમાં સાદુ મીઠુ મેળવી દાંત ઉપર ઘસવાથી દાંત ચમકી જાય છે.અમરવેલની ડાળીનું દૂધ ચહેરા ઉપર લગાવવાથી ગજબનો નિખાર આવે છે.
ખૂનની ખરાબી થાય ત્યારે અમરવેલ ની કોમળ તાજી ફળિયોની સાથે તુલસીના ચાર-પાંચ પત્તાને ચાવીને ચૂસવી જોઈએ.તેના પત્તાનો રસ પીવાથી મૂત્ર સંબંધી વિકાર દૂર થઈ જાય છે.અમરવેલના ફૂલોને ગુલકંદ બનાવી ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે.
જ્યારે વ્યક્તિ ને ગંજાપણુ આવે ત્યારે અમરવેલ ૩૦ ગ્રામ લઈ તેને કુટી લો અને તલ ના ઓઈલ મા મિક્સ કરી માથા મા નાખો. આમ કરવા થી વાળ ખરતા અટકશે તેમજ નવા વાળ આવશે. ઉપરાંત તેના રોજીંદા વપરાશ થી ટોલા તેમજ ખોડો પણ દુર થાય છે.
અમરવેલના ચૂર્ણને સૂઠ અને ઘી મેળવી લેપ કરવાથી જૂનો ઘાવ ભરાઈ જાય છે કે તેના બીજ પીસીને જૂના ઘાસ ઉપર લેપ કરો, તેનાથી ઘાવ સારો થઈ જાય છે. અમરવેલ પીસીને તેનો લેપ કરવાથી ખંજવાળ સમાપ્ત થઈ જાય છે.પેટ ફૂલવા તથા અફારો થાય ત્યારે તેના બીજ પાણીમાં ઉકાળીને પીસી લો. તેના ઉકાળાનો લેપ પેટ ઉપર લગાવાવથી અફારો અને પેટની પીડા દૂર થઈ જશે.
અમરવેલમાં ઉત્તમ એન્ટિઓક્સિડન્ટ્સ પણ છે જે અકાળે આવતી વૃદ્ધાવસ્થાને પણ રોકી શકે એમ છે અને શરીરના કોષોને નુકસાન થતું અટકાવી, કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થઇ શકે છે.