શ્વેતકણ પાંચ પ્રકારના છે – એમાં સાધારણ રીતે સૌથી વધુ પ્રમાણમાં હોય છે ન્યુટ્રોફિલ અને પછી લીમ્ફોસાઈટ.લાલકણ અને પ્લેટલેટ ના શરીરમાં ન્યુક્લીયસ નથી હોતું. પણ બધા શ્વેતકણ માં એ હોય છે. એના આકાર અને બાકીના શરીર – સાઈટોપ્લાસ્મ માં ગ્રેન્યુલ્સ છે કે નહિ તેના પરથી અમારા જુદા જુદા પ્રકાર ઓળખી શકાય છે. ગ્રેન્યુલ્સ વાળા કોશ છે – ન્યુટ્રોફિલ, બેસોફીલ, અને ઇઓસિનોફિલ.
મોનોસાઇટ – સૌથી મોટા શ્વેતકણ છે આ. એમનામાં અને અમારા શરીરમાં ગ્રેન્યુલ્સ નથી. એમનો રોલ પ્રતિકાર શક્તિમાં અગત્યનો છે. એ લોહીમાંથી શરીરના ટીસ્યુ માં જઈને મેક્રોફેજ તરીકે વધુ મોટા થઇ શકે છે અને સુરક્ષાનું કામ કરે છે.
શ્વેતકણોનું ઉત્પાદન શરીરનાં હાડકાંની અંદર રહેલા બોન મૅરોમાં થાય છે, જ્યાંથી પરિપક્વ બની એ આપણા લોહીની અંદર ભળી જાય છે. લોહીના માધ્યમથી એ આખા શરીરમાં ફરતા રહે છે અને વિવિધ પ્રકારનાં ઇન્ફેક્શન સામે આપણું રક્ષણ કરતા રહે છે, સામાન્ય રીતે આ શ્વેતકણની આવરદા બેથી ત્રણ અઠવાડિયાંની હોય છે, ત્યાર બાદ એ આપોઆપ ડીકમ્પોઝ થઈ શરીરની બહાર ફેંકાઈ જાય છે.
લોહીમાં સામાન્યપણે 150000 થી 400000 જેટલા Platelets હોય છે. પરંતુ શરીરમાં જ્યારે ઘણા વખતમાં આ પ્લેટલેટ્સ ઘટીને 10000 કે 20000 થી નીચે જાય ત્યારે પ્લેટલેટ્સ ચડાવવાની સલાહ આપવામાં આવે છે.
પેટ- આંતરડામાં વિવિધ પ્રકારના કરમિયા થતા હોય, તો ઈયોસિનોફિલ્સ શ્વેતકણોનું પ્રમાણ વધે છે. ફેફસાં-શ્વાસનળી પર ચેપ કે એલર્જીની અસર થાય તો પણ ઇયોસિનોફિલ્સની સંખ્યા વધે છે. એલર્જીક આર્ટિકેરિયા(શીળસ) ખરજવું કે ચામડીનાં કેટલાક દર્દોમાં ઇયોસિનોફિલ્સનું પ્રમાણ વધે છે. પગની પીંડીઓ-સાંધાઓ પણ દુ:ખે.
જો આ ઇન્ટર્નલ બ્લીડિંગ થાય તો શરીરના વિભિન્ન અંગો ના ફેલ થવાની આશંકા વધી જાય છે. અને ઓછા ની જગ્યાએ જો શરીરમાં પ્લેટલેટ્સ વધી જાય તો થોબરોસાઈટોસીસ નામની બીમારી થઈ શકે છે જે લોહીને જરૂરત કરતાં વધારે ઘટ બનાવી દે છે.
જ્યારે લોહીમાં આયરન અને હીમોગ્લોબીનની ખામી હોય ત્યારે પ્લેટલેટ્સ ઓછા થવાની સંભાવના 80 ટકા જેટલી વધી જાય છે. આનાથી બચવા માટે બદલતી ઋતુ સાથે ખોરાકનું ધ્યાન રાખવું જરૂરી બને છે.
લીલા શાકભાજીની સાથે આમળા, ચીકુ, કાજુ, બકરીના દૂધ, નારિયેળ પાણી, બ્રોકોલી, વિટામિન K,C અને કેલ્શિયમ યુક્ત ખોરાક સામેલ કરવો જોઈએ. તાજા દૂધમાં કેલ્શિયમ મળી આવે છે જેનાથી હાડકા મજબૂત થાય છે. અને આ લોહીમાં રહેલા પ્લેટલેટ્સને બીજી વખત વિકસિત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. ખોરાકમાં દૂધ અને દૂધથી બનેલી ચીજ વસ્તુઓની જરૂર સામેલ કરો.
વિટામીન સી યુક્ત પાલક નો ઉપયોગ ઘણી વખત પ્લેટલેટ્સ વધારવામાં કરવામાં આવે છે. બે કપ પાણીમાં ચારથી પાંચ પાલકના પાંદડાને નાખીને ઉકાળી લો. ઠંડુ થાય ત્યારે તેમાં અડધો ગ્લાસ ટમેટાંનો રસ મેળવીને પી જાઓ. આ સિવાય ટમેટા ના રસ તેમજ શાકનું પણ સેવન કરી શકાય છે.
નારિયેળ ના પાણીનું સેવન કરવું જોઈએ. કારણ કે એમાં મોજુદ ઇલેક્ટ્રોલાઇટ્સ અને મિનરલ્સ લોહીમાં રહેલી પ્લેટલેટ્સની ખામીને પૂરી કરે છે. આમળા મા રહેલું વિટામિન સી લોહીના પ્લેટલેટ અને પ્રતિરક્ષા પ્રણાલીને વધારવામાં મદદ કરે છે. રોજ સવારે ખાલી પેટ એકથી બે આમળા ખાવા જોઈએ, આ સિવાય આમળાના રસમાં મધ ભેળવીને તેનું સેવન કરવાથી પણ ફાયદો મળે છે.
રોગ કાબૂમાં આવી જાય તો વાઇટ બ્લડ સેલ્સની સંખ્યા આપોઆપ સામાન્ય થઈ જાય છે. જોકે કેટલીક એવી દવાઓ ચોક્કસ આવે છે, જે તેમની સંખ્યા વધારવામાં મદદ કરે છે, પરંતુ તેનો ઉપયોગ મોટે ભાગે કીમોથેરપીના દર્દીઓ માટે જ કરવામાં આવે છે. તેથી સામાન્ય રીતે જેમના શરીમાં શ્વેતકણોની સંખ્યા વધી કે ઘટી ગઈ હોય તેમને ડૉક્ટર દરેક પ્રકારનાં ઇન્ફેક્શનથી બચવા મોઢું અને નાક ઢંકાયેલું રહે તેવું માસ્ક પહેરી રાખવાની સલાહ આપે છે.
બીટમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. આનું સેવન કરવાથી થોડાક જ દિવસોમાં પ્લેટલેટ્સ વધી જાય છે. એક ગ્લાસ ગાજરના રસમાં ત્રણથી ચાર ચમચી બીટનો રસ ઉમેરવાથી અને એનું સેવન કરવાથી જલદી ફાયદો મળી શકે છે.
વાઇટ બ્લડ સેલ્સની સંખ્યામાં થયેલો ફેરફાર મૂળે તો શરીરમાં થયેલા રોગનું સૂચન કરતી હોવાથી સારવાર તેમની સંખ્યા ફરી સામાન્ય કરવાની નહીં, પરંતુ એ રોગને કાબૂમાં લેવા માટે આપવાની રહે છે.
એ સિવાય આવા દર્દીઓએ બને તેટલું ચોખ્ખાઈનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં વારંવાર હાથ ધોયા કરવા ઉપરાંત પોતાની તથા પોતાની આસપાસના વાતાવરણની સાફ-સફાઈનું ધ્યાન રાખવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. એ સિવાય તેમના માટે ફોલિક ઍસિડની દવાઓ લેવી અનિવાર્ય બની જાય છે. આપણા શરીરના દરેકેદરેકે સેલના ઉત્પાદન માટે ફોલિક ઍસિડ આવશ્યક હોવાથી તેની દવાઓ વાઇટ બ્લડ સેલ્સના ઉત્પાદનમાં મદદરૂપ બને છે.