વાંસ ને બંબૂ કહેવાય છે, વાંસ ખુબજ ઉપયોગી વસ્તુ છે, વાંસના બનેલા સામાન આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતાં હોઈએ છીએ, વાંસ મકાન બનાવવા માં ઉપયોગી થાય છે, બીજી વાંસની એક મોટી ખાસિયત એ છેકે લાકડાની સરખામણીમાં વાંસ જલ્દી સડતું નથી અને જલ્દી ફૂલતું નથી જલ્દી ભાંગતું પણ નથી અને તાકવામાં ખુબજ મજબૂત હોય છે.
વાંસ એ આયુર્વેદિક ઔષધિ ગુણ ધરાવે છે, અને ઘણા રોગો એવા છે જેમાં વાંસ નો ઉપયોગ ફાયદાકારક રહે છે. વાંસ એ એશિયાના દેશોના ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય ઝોનમાં જંગલીમાં ઉગે તે ઝડપથી વિકસતા બારમાસી છોડ છે.
વાંસની ઘણી પ્રજાતિઓ છે.વાંસ ભાગ્યે જ 10 કે તેથી વધુ વર્ષો પછી ખીલે છે. પાક્યા પછી, અનાજ સંપૂર્ણ રીતે મરી જાય છે, ફક્ત અનુકૂળ પરિસ્થિતિઓમાં જ જીવંત મૂળ રહે છે. વનસ્પતિની એક વિશિષ્ટ સુવિધા એ એક પ્રદેશમાં મોટાભાગના ઝાડીઓનું એક સાથે ફૂલો છે.
વાંસની કાચી ડાળીયો એની કુપણોમાં પ્રોટીન, વિટામિન A, વિટામિન B6, કેલ્સિયમ, પોષક તત્વો, અને મેગનેશિયમ, સોડિયમ, જિંક, સેલેનિયમ, જેવા ખનીજ તત્વ જોવા મળે છે. તદઉપરાંત વાંસમાં ૧૯ પ્રકારના એમીનો એસિડ જોવા મળે છે, જે વ્યક્તિ સ્વાસ્થય માટે લાભદાયી નીવડે છે.
વાંસની કાચી ડાળીયો માં ફેનોલીક એસિડ હોય છે જે એન્ટિઓક્સિડેટ નું કામ કરે છે. માનવા માં આવે છે કે વાંસની આ કુમળી ડાળીયોમાં જોવા મળતું કેમિકલ કેન્સર થી બચાવમાં ખુબજ ઉપયોગી કેમિકલ છે અને બીજી વસ્તુ એ કે હ્રદય ની ધમનીઓને સ્વસ્થ રાખે છે જેથી વ્યક્તિ ના હ્રદય પૂરતું શુધ્ધ લોહી પહોચે છે વ્યક્તિ ની ઉમર વધી જાય છે.
જે લોકોને ને ઘણા સમય થી ખોટી ઉધરસ ના મટતી હોય એના માટે વાંસ ભગવાને દીધેલાં વરદાન જેવુ સાબિત થાય છે જો એને નિયમિત રીતે યોગ્ય ડોક્ટર ની સલાહ સાથે લેવામાં આવે તો થોડાજ સમયમાં તેના ફાયદા દેખાય છે, અને તેનું ઉધરસ દૂર થાય છે, તો વાંસનો કઈ રીતે કેવી રીતે અને કેટલા પ્રમાણમા કરવો એ મિત્રો આપણે જોઇયે. ઉધરસ ને દૂર કરવા વાંસના રસને હળદર ના રસ સાથે, અને તેમાં મધ ભેળવીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે
ફૂલને ૨-૩ ટીપાં રસ દિવસમાં ૩-૪ વાર કાનમાં નાખવાથી વ્યક્તિ નું બહેરા પણું દૂર થાય છે અને રોગી ને આરામ પણ મળે છે અને ધીરે ધીરે સંભળાય પણ છે. વાંસના બનેલા ખાદ્ય પદાર્થ જેવીકે વાંસનું શાક, વાંસનો મુરબ્બો, વાંસનું અથાણું ખાવાથી વજન ઘટે છે અને કોલેસ્ટ્રોલ ઘટે છે, અને બીપી અને ડાયાબિટીસ કાબુમાં રહે છે. જૂના અને મોટા વાંસની ગાઠોમાં સફેદ ક્રિસ્ટલ જેવા પદાર્થો જોવા મળે છે, જેને વંશલોન પણ કહેવામા આવે છે. થડી પ્રકૃતિવાળા આ પદાર્થના ઘણા ફાયદા છે. વંશલોચન નો પ્રયોગ શરીર ને શક્તિવર્ધક, હ્રદય અને પેટને મજબૂત બનાવે છે.
વંશલોચન ઘણી આયુર્વેદિક દવાઓ જેવીકે કાયાકલ્પ વટી, ચંદ્રપ્રભા વટી, શીતોપલાદી ચૂર્ણ જેવુ બનાવમાં તેનો પ્રયોગ થાય છે. વંશલોચન પેટના અલ્સર, વાળ વધારવામાં અને મજબૂત બનાવમાં, શરદી-ઉધરસમાં, લોહીમાં બગાડમાં, અસ્થમા માં, અને ગઠિયા રોગમાં ઘણો ફાયદા કારક હોય છે.
વાંસની પાતળી ડાળીને દાતણ ની જેમ ઉપયોગ કરવાથી દાંતને લગતી તકલીફ અને દાંતના રોગો થતાં નથી અને તેને થતાં અટકાવે છે, મોઢામાં આવતી દુર્ગંધ, દાંતનો દુખાવો, દાંત નબળા પડવા વગેરે જેવી તકલીફ માં રાહત આપે છે અને દાંતને લાંબા સમય સુધી મજબૂત બનાવે છે.
વાંસના મહત્વના ઉપયોગમાં ઘર બાંધવા, ટેકા માટે, વાડ માટે, સાધનોના હાથા માટે, લાકડી, દોરડા બનાવવા, ટોપલા, ફર્નિચર, સાદડી, પાટલા, ચાળણી, વલોણા, પાઈપ, પંખા, છત્રી, રમકડાં, પતંગ, અગરબત્તી, વાધ્યો, ટોપી, ભાલો, તીર-કામઠા, નીસરણી, તંબુના થાંભલા, કોલસા વગેરે માટે ઉપયોગી છે
કુમળા વાંસના ફણગા શાક, અથાણા સલાડ વગેરે બનાવવા વપરાય છે. સૂકાયેલા વાંસના ટુકડામાંથી કાગળ અને રેયોન બનાવાય છે. વાંસનું પ્લાયવુડ, દિવાલના પેન-લીંગમાં વપરાય છે. વાંસ ની નાની નાની ડાળીઓ તથા પંદડાઓને પાણી માં નાખી ઉકાળેલ પાણી બાળક જન્મ પછી તેના પેટ ની સફાઈ માટે પીવડાવવામાં આવે છે.