Breaking News

વહેલી સવારે ખાલી પેટ પી લ્યો પાણી, દવાખાને જવું નહી પડે…

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારા શરીરને પાણીની ખુબ જ જરૂર હોય છે. કારણ કે 6 થી 7 કલાક ની ઊંઘ દરમિયાન આપણે પાણી પીધું હોતું નથી એટલે સવારે ઉઠતાવેત જ પાણી ની જરૂર પડે છે અને પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે તે આપણે બધા જાણીએ જ છીએ.

જો આપણે યોગ્ય માત્રામાં રોજ પાણીનું સેવન કરીએ તો આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ છીએ. પરંતુ મિત્રો જો સવારે ઉઠીને વાસી મોંએ ખાલી પેટ ભરપુર માત્રામાં પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

પાણી એ તમારા શરીરને સ્વસ્થ અને ફીટ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. માનવ શરીરમાં પાણીની માત્રા 50 થી 60 ટકા હોય છે.પાણી આપણા શરીરના અંગોની રક્ષા કરવાનું કાર્ય કરે છે. પાણી એ આપણી કોશિકાઓ સુધી પોષક તત્વ અને ઓક્સીજન પહોંચાડવામાં મદદ કરે છે. અને તે પોષક તત્વોને તોડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત પાણી આપણા શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે.

સવારે આપણા શરીરમાં ઉઠતાની સાથે પાણીની ખુબ જ આવશ્યકતા ઉભી થાય છે. તેથી ઉઠ્યા બાદ 2 થી ૩ ગ્લાસ પાણી પીવું જ જોઈએ. અને વાસી મોં એ પાણી પીવાથી થતા ફાયદા જોઈ ને તમે દંગ રહી જાસો અને કાલે સવારેથી જ તમે પાણી પીવાનું ચાલુ કરી દેશો.

સવારે ખાલી પેટ પાણી પીવાથી થતા ફાયદાઓ

સવારે ખાલી પેટે જો પાણી પીવામાં આવે તો તમે ઘણી બધી બીમારીઓથી દુર રહી શકો છો. તેનાથી આપણા શરીરનું બધું જ રક્ત સાફ થાય છે. અને આ સાથે શરીરની ઘણી બધી ગંદકી પણ દુર થાય છે.

મિત્રો જાણીને તમને આશ્વર્ય થશે કે જે લોકોને શરીરમાં લોહીની ઉણપ રહેતી હોય છે, તે ઉણપ સવારે ખાલી પેટ પાણી પીવાથી દુર થાય છે. સવારે પાણી પીવાથી લાલ રક્તના સેલ્સમાં ઝડપથી વધારો થાય છે. જેની અસર તમને થોડા દિવસોના પ્રયોગ બાદ જ જોવા મળશે.

મિત્રો વધારે વજન ઘણી બધી બીમારીઓનું મૂળ છે, તે તો આપણે જાણીએ છીએ. આજકાલ લોકો વજન ઘટાડવા માટે ઘણી દવાઓં લે છે છતાં તેનાથી કોઈ ફર્ક પડતો નથી, પરંતું સવારે માત્ર ખાલી પેટ બે થી ત્રણ ગ્લાસ પાણી પી લેવાથી તમારું વજન નિયત્રણમાં રહે છે.અને તેનાથી તમારી મેટાબોલીઝમ સિસ્ટમ વધારે અસરકારક બનશે અને તે તમારા વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

જે લોકોને ઓછી ભૂખ લાગવાની સમસ્યા હોય છે તે લોકોએ સવારે ખાલી પેટ ૩ થી 4 ગ્લાસ પાણી પીવું જોઈએ તેનાથી ભૂખ પણ સારી લાગશે અને બીજી બાજુ પેટ પણ સાફ રહેશે.

મિત્રો, જો તમે સવારે ખાલી પેટે પાણી પીવો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેથી તમે બધી જ બીમારીઓંથી બચી શકો છો.

સવારે ખાલી પેટ પાણી પીવાથી ન માત્ર શારીરિક લાભ મળે છે. પરંતુ માનસિક લાભ પણ મળે છે. આખી રાત આપણે સુતા હોઈએ ત્યારે આપણું મગજ આરામ કરીને ઠંડુ પડી ગયું હોય છે. તેથી સવારે ભરપુર માત્રામાં પાણી પીવાથી મગજ સક્રિય બને છે. અને મગજ દિવસ દરમિયાન સારું કાર્ય કરે છે. જેનાથી આપણો માનસિક થાક પણ  દુર થાય છે. અને તણાવ ઘટી જાય છે.

સવારે પાણી પીવાથી આપણા માથાનો દુઃખાવો બિલકુલ ઠીક થઇ જાય છે. મિત્રો ઘણી વાર પાણીની ઉણપના કારણે આપણા શરીરમાં માથાના દુઃખાવાની સમસ્યા ઉદ્દભવ થતી હોય છે. તો તેના માટે સવારે ખાલી પેટે પાણીનું સેવન કરવું જોઈએ.

મિત્રો ઘણી વાર આપણા વડીલો સવારે ઉઠતાની સાથે પાણી પીવાની સલાહ આપતા હોય છે. પરંતુ આપણે આ વાતને ટાળતા હોઈએ છીએ. પરંતુ આ લેખ વાંચ્યા બાદ તે વાત સાચી સાબિત થાય છે. આપણા વડીલોની સલાહ ખોટી ન હતી.

સવારે શુદ્ધ પાણી પીવાથી આપણું પેટ સાફ રહે છે. અને જીંદગીમાં ક્યારેય પણ કબજિયાત જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. પેટની લગભગ બધી બીમારીઓથી છુટકારો મળી જાય છે. જેની અસર આપણા મગજ પર પણ પડે છે. અને આપણું મગજ પણ સારું કાર્ય કરે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

આ સામાન્ય લાગતું શાકભાજી પગથી લઇ માથા સુધીના ભલભલા રોગને જીવનભર ઉખાડી ફેંકશે, કોલેસ્ટ્રોલ માટે તો છે બેસ્ટ દવા

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. ખીજડો અથવા શમડી અથવા શમી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!