પાણી એ સજીવ માત્ર માટે કુદરત ની એક અમૂલ્ય દેણ છે.પીવા લાયક પાણી વિના જીવન શક્ય નથી. સારા આરોગ્ય માટે ચોખ્ખું પીવાલાયક પાણી ખૂબ જ જરૂરી છે.પાણી એ આપણાં માટે માત્ર પીણું જ નથી પણ તેને એક જાતનો ખોરાક કહીએ તો પણ ચાલે.ઘણી વાર અયોગ્ય રીતે પીવતા પાણી ને લીધે ઘણા રોગો ઉત્પન્ન થાય છે.આપણાં પૂર્વજો કહેતા હતા કે પાણી ઘૂટડે ઘૂટડે ધીમેથી પીવું જોઈએ.ફટાફટ પાણી એક સ્વાસએ પીવું એ સ્વસ્થ માટે હાનિકારક છે.
અહી નીચે પાણી ના ઉપયોગ બાબતે થોડીક ટિપ્સ લખેલી છે.આશા છે કે એ તમને ઘણી ઉપયોગ માં આવશે.
પાણી વિષે થોડુંક જાણો:
પુખ્ત વય ના દરેક વ્યક્તિ એ સ્વસ્થ રહેવા માટે દરરોજ દિવસ દિવસ દરમિયાન 6 થી 8 ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ. ઘરે કે કામ ના સ્થળે સ્વછ ચોક્ખું પાણી અથવા ઉકાળેલું પાણી પીવાનો અlગ્રહ રાખો. શક્ય હોય ત્યા સુધી કેમિકલ થી ઠંડુ કરેલું ફિલ્ટર પાણી પીવું નહીં. એ પાણી તબિયત માટે ખૂબ હાનિકારક છે.
સવાર્ માં બ્રમહ મુહૂર્ત પેલા જાગી ને બ્રશ કર્યા પૂર્વે પાણી પીવું ખૂબ આરોગ્યપ્રદ અને લાંબુ જીવન પ્રદાન કરે છે. રાતના સમયે પાણી પીવાની ઓછી માત્રl કરવી. ગળી વસ્તુ કે ખોરાક ખાધા પછી પાણી ન પીવું જોઈએ.શરદી અને કફ થવાની શક્યતા વધી જાય છે.
ફ્રૂટ ખાધા પછી પણ પાણી પીવું જોઈએ નહીં. આના થી પણ શરદી ક કફ થવાની શક્યતા વધી જાય છે. ખાસ કરી ને કેળાં ખાધા પછી પાણી પીવું નહીં.મુખવાસ ખાઈ શકો, ગળું ચોખ્ખું થઈ જશે.
આઈસ્ક્રીમ આરોગ્ય પછી પાણી પી ઓ તો શરદી થતી નથી. દર્દી ઑ એ ખાસ કરી ને દવા ઠંડા પાણી સાથે લેવી નહીં. બને ત્યાં સુધી ફ્રીજ ના પાણી નો ત્યાગ કરો. ખૂબ હાનિ કારક છે તબિયત માટે , ખાસ કરી ને બાળકો અને ઘરડાઓ માટે. નવશેકા પાણી સાથે જ દવા દવા લેવાનો આગ્રહ રાખવો. સવારના ઉઠીને બ્રશ કે મોઢું સાફ કાર્ય પુર્વે જ નવશેકા પાણી પીવાની ટેવ પાડો.આવું કરવું એ સ્વસ્થ અને આરોગ્ય માટે ખૂબ ઉત્તમ છે.
રસોડા માં દાજયા હોવ તો સૌ પ્રથમ દહી લગાવો, અને દહી ફટાફટ નો મળે તો ઠંડુ પાણી નો ઉપયોગ દવા નું કામ કરશે. ઘા વાગવાથી લોહી નીકળતું હોય તો ઇજાગ્રસ્ત ભાગ ને ફટાફટ વહેતા પાણી નીચે મૂકી દ્યો
પાણી એ શ્રેષ્થ દવાનું કામ કરી શકે છે,ફક્ત તમને તેનો ઉપયોગ ક્યાં કરવો અને કેવી રીતે કરવો તે ની જાણ હોવી જોઈએ. પ્રાચીન સમયમાં દવાઓ કે વિજ્ઞાન નો વિકાસ નહોતો થયો ત્યારથી પાણી માનવ જાત માટે અસરકારક અને ઉપયોગી સાબિત થયું છે.દવાનું કામ પણ આ પાણી કરે છે. બસ પાણી સ્વચ્છ અને શુદ્ધ હોવું જરૂરી છે.
ઉકાળેલું પાણી વિશેષ વાપરવા યોગ્ય છે જે ગુણકારી છે. તાવમાં પણ પાણી સહેજ નવશેકું કે ગરમ પીવું ફાયદાકારક છે.અને ઠંડા પાણી ના પોતા દર્દી ના માથા પર મૂકવાથી તાવ મગજ માં ચડતો નથી. અને દર્દી ને રાહત મળે છે.
શરદી અને કફ હોય ત્યારે પાણી માં અજમા , બાજરો અને કડવા લીમડા ના પાન નાખી ને તે વરાળ નો 2 દિવસ સવાર સાંજ નાહ લેવાથી ખૂબ રાહત મળશે. ભોજન બાદ 45 મિનિટ પછી પાણી પીવું ખૂબ હિતકારી છે.
ફ્રિજ માં રહેલું ઠંડુ પાણી પીવાથી આપણાં શરીર ને તરત નુકસાન થતું નથી, એની તમને બોવ લાંબા સામે ગાળે ખબર પડે છે. ઇમ્યુનીટી વધારવા માટે નવશેકા પાણી માં લીંબુ નાખી દિવસ માં ૧-૨ વાર પીવું જોઈએ.