નપુસંકતા દૂર કરી દમ, ક્ષય, ઉધરસ અને પેટના રોગો માથી કાયમી છુટકારો અપાવતો 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તાલિસપત્રને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે, જેવા કે, તાલિસ, ધાત્રિપત્ર, બરહમી, સપની, ઈયુ, લેટિન ટેકસસ બે ડેટા, તાલિસપત્ર વગેરે. આ ઔષધિ પેટના તમામ પ્રકારના અને સાથે સાથે શરીરના બીજ ઘણા રોગ ને જડમૂળથી દૂર કરવા માટે સક્ષમ છે. જાણો આ ઔષધી ના લાભ વિશે.

આજે આપણે જે ઔષધિ તાલિસપત્ર વિશે જાણવાના છીએ તે એક સુગંધી દ્રવ્ય છે. એનાં ઝાડ બે ફૂટ થી પણ નાના હોય છે. તે ખાસ કરીને ઉત્તર ભારત તથા બંગાળમાં મોટા પ્રમાણમાં મળે છે. તેની ડાંડી ચોરસ તથા પહોળી હોય છે. તેનાં પાંદડાંને તાલિસપત્ર કહે છે. તાલિસપત્ર ગુણમાં સંકોચ વિકાસ પ્રતિબંધક, આર્તવજનક હોય છે.

તાલિસપત્ર જંગલી સાતરાનાં પાનથી વધારે પહોળા તથા પાતળો તુરંજના જેવી સુગંધવાળા હોય છે. તેની બહારની બાજુ ખાખી તથા અંદરની બાજુ પીળાશ પડતા રંગની હોય છે. તેનું ફૂલ પીળું હોય છે. બારીક નાજુક તથા જલદ વાસવાળું તાલિસપત્ર ઉત્તમ માનવામાં આવે છે. તેનું કૌવત ચારેક વર્ષ સુધી રહે છે. એ સ્વાદે મધુરું અને ગરમ હોય છે.

તાલિસપત્ર ના ઉપયોગ તંતુઓના વ્યાધિ, અવાજની શુદ્ધિ તથા ખાંસી, દસ્ત, પેશાબની સખતી, મૂત્રાશયની શરદી વગેરે તમામ વ્યાધિઓનો નાશ કરવામાં સક્ષમ છે. અતિસાર તથા ઝાડા ઉપર બીજી દવા સાથે તાલિસપત્ર વાપરવામાં આવે તો જલ્દી રાહત મળે છે. તે ધાતુ પૌષ્ટિક દવા સાથે આપવામાં આવે છે, કેમ કે તે ધાતુ જાડી કરી ઇન્દ્રિને ઉત્તેજન આપે છે.

તાલિસપત્ર છાતીના તેમ જ પેટના રોગો ઉપ૨ ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. તે દમ, ક્ષય, ઉધરસમાં આપવામાં આવે તો સારી અસર બતાવે છે. તેનાથી કફનો જમાવ બહાર નીકળી જાય છે. તે પાચન કરનાર તથા જઠરાગ્નિને દીપાવનાર છે. અરુચિ, ઊલટી, હેડકી તથા મોઢાના રોગ તથા રક્તદોષમાં તે કામ લાગે છે.

તાલિસપત્ર કંઠને સુધારનાર માનવામાં આવે છે. તાલિસપત્ર નું અરડૂસી તથા મધમાં શરબત બનાવી છાતી પરથી લોહી પડતું હોય ત્યારે વાપરવાથી ફાયદો થાય છે. તાલિસપત્ર બીજી ક્ષારવાળી દવાઓ સાથે આપવાથી યકૃત તથા બરોળ વગેરેની તમામ વ્યાધિઓ ને દૂર કરે છે. તાલિસપત્ર જઠરને દીપાવે છે. તાલિસપત્ર ના સેવનથી મંદ યકૃતને કૌવત મળે છે.

તાલિસપત્ર ચામડીનાં રોગમાં ઉતમ દવા તરીકે વપરાય છે. સુગંધી તેલ અથવા દવાની બનાવટમાં પણ તેનો ઉપયોગ કરવામાં છે. તેને ગુલાબના તેલમાં મેળવીને પીવાથી અથવા કાનમાં ટીપાં પાડવાથી, શરદીથી માથું દુખતું હોય તો તેમાં ફાયદો કરે છે.

તાલિસપત્ર નો રસ ખુશી ઉત્પન્ન કરનારો માનવામાં આવે છે. એ લકવો, વાયુ, અર્શ, અટરડાંના જખમ ને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. તેના ઉકાળાના વિનેગર સાથે કોગળા કરવાથી દાંતનાં દર્દમાં ફાયદો કરે છે, આ ઉપરાંત મોઢું આવી ગયું હોય તો તે પણ મટાડે છે.

તાલીસપત્ર, ચવક, મરી દરેક એક તોલા, પીપર, પીપરીમૂળ, દરેક બે તોલો, સૂંઠ ત્રણ તોલા, જાયફળ, તગર ગંઠોડા અને વાળો દરેક પા તોલો લઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી તેને ત્રણ ગણા ગોળમાં ભેળવી નાની નાની ગોળી બનાવવી. અને સુકવવી. આ ગોળીના ઉપયોગથી સંગ્રહણી મટે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. આફરો, ઓકારી તથા ગુલ્મ વ્યાધિ મટે છે. દિવસમાં એકથી બે ગોળી લઈ શકાય.

તાલિસપત્ર એક તોલો, મરી બે તોલા, સૂંઠ ત્રણ તોલા, પીપર ચાર તોલા, વંશલોચન પાંચ તોલા, તજ, એલચી દરેક અડધો તોલો બંગભસ્મ અને તાપ્રભસ્મ દરેક એક તોલો લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ અરુચિ, અજીર્ણ, ઉધરસ, શ્વાસ, તાવ, ઊલટી, પેટનું ચડવું, પથરી, પાંડુ, અને અતિસારની વ્યાધિઓ મટાડે છે. એ અગ્નિ દીપાવે છે, શરીરના વાયુને ઠીક કરે છે. બેચેની તથા શરીરના નાના નાના દુઃખાવાને પણ મટાડે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top