Breaking News

કબજિયાત, ગેસ, પેટમાં દુખાવા જેવા વાયુના દરેક રોગ માટે 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ચોમાસું બેસે કે તરત જ તલવણી નો છોડ ખુલ્લી જમીન કે ખેતર વાડીમાં ઊગી નીકળે છે. રસ્તાની બંને બાજુ તથા ખંડેરોમાં પણ ઊગી નીકળે છે. ખૂબ પાકેલો છોડ, સીંગથી ભરપૂર થઈ સુકાઈ જાય છે. તેની સીંગ કુવાડિયા જેવી હોય છે. તેમાં રાઈથી પણ થોડા નાનાં બીજ હોય છે.

ગામડામાં લોકો તલવણીની ભાજી બનાવીને પણ ખાય છે. એનાથી તાવ આવતો નથી. તલવણી તલવણીનાં પાન, બીજ તથા મૂળ દવામાં વપરાય છે. જંગલમાં તલવણી મોટા પ્રમાણમાં થાય છે.  તલવણી ગુણમાં કટુ, ઉષ્ણ, વાતા!૨, વિષહર તથા તીખી છે. એમાં બીજ રાઈ જેવા જ હોય છે. તે દીપન, પાચન, દાહજનક તથા કૃમિગ્ન છે. હવે અમે તમને જણાવીશું તલવણીના અનેક ફાયદાઓ વિશે.

તલવણીના પાનનો રસ કાનમાં નાખવાથી  કર્ણ શૂળ મટે છે ઉપરાંત બહેરાશમાં પણ ઘણી રાહત થાય છે. આ ઉપરાંત ખૂબ જ દાહ તથા પીડા થતી હોય ત્યારે પણ તલવણી ખૂબ જ ઉપયોગી થાય છે. ગામડામાં લોકોને તાવ આવે ત્યારે એનાં પાનનો રસ કાઢીને કાનમાં નાખવામાં આવે છે. એથી તાવ ઊતરી જાય છે. તો ચાલો હવે આપણે જાણીએ તલવણીના પ્રયોગો વિશે.

તલવણીનાં પાનનો રસ કાઢી થોડાક ટીપાં પીવાથી તાવમાં રાહત મળે છે. ઘણા લોકો તલવણીનાં બીજનો ઉપયોગ રાઈની જગ્યાએ કરે છે તે ઉત્તમ છે. એમાં રહેલ તેલની અસર રાઈ કે લસણના તેલ પ્રમાણે થાય છે. કંઈ વાગ્યું હોય અને ગુમડાં થયા હોય ત્યારે તેનાં પાનની પેસ્ટ લગાડવાથી પણ ગુમડાંમાં ઘણી રાહત થાય છે.

જે લોકોને વાયુની સમસ્યા રહેતી હોય તેમણે આ તલવણીની રાય વડે કઢી વઘારીને નિયમીત ખાવી જોઇએ. આ તલવણીની રાઇને રોજબરોજના ઉપયોગમાં પણ લઇ શકાય છે. અત્યારની હાઇબ્રીડ રાઈ કરતાં આ રાઈ સારી છે. નાના બાળકોને કૃમિ થતા હોય તો આ તલવણીની રાઇને વાટીને પીવડાવવાથી ફાયદો થાય છે.

ખુબ જ નાના બાળકોને તાવ આવે ત્યારે દવા પીવડાવી શકાય તેમ ના હોય તો બાળકના હાથની નાડી પર તલવણીના પાનને બાંધવાથી ખુબ ફાયદો થાય છે. કાનના દુખાવામાં તેમજ કાનમાંથી રસી નીકળતા હોય તો આ તલવણીના પાનના રસને તેલમાં મિક્સ કરી કાનમાં બે ત્રણ ટીપા નાંખવાથી તરત જ રાહત થાય છે. ડાયાબીટિઝના દર્દીઓએ 25 તલવણીના બીજ ચાવીને ખાવા જોઇએ.

કેન્સરના રોગીઓને 3 ચમચી તલવણીના તેલને પનીરમાં મિક્સ કરી તેમાં સૂકા મેવા નાંખી આપવું જોઇએ. તલવણી ના સેવન દરમિયાન પાણીનું સેવન વધારે કરવું. કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે જેનાથી તરસ વધુ લાગે છે. જો તમે સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી તલવણીના બીજ પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવ.

કબજિયાત, ગેસ,પેટમાં દુખવું વગેરેથી દૂર કરવામાં તલવણી ના પાન ઉપયોગી છે, જો તમારું પેટ ઠીક નથી થતું અને વારંવાર ખરાબ થઈ જતું હોય તો તમે તલવણી ના પાનનો ઉકાળો પી શકો છો, તેનો ઉકાળો પીવાથી તમારું શરીર એકદમ સરસ થઈ જશે.

ઊંઘ ન આવાની બીમારીથી હેરાન થતાં લોકો માટે તલવણી બહુ લાભદાયક છે અને તેને ખાવાથી ઉંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે એટલા માટે જે લોકોને ઊંઘ ન આવતી હોય તે લોકો આ તલવણીના ચૂર્ણનો ઉપયોગ કરવાથી તેમને રાત્રીમાં ઊંઘ સારી આવવા લાગે છે.

હૃદયરોગમાં તલવણી આપવાથી લાભ થાય છે. તલવણીના મૂળનું અડધી ચમચી જેટલું ચૂર્ણ રોજ દૂધ સાથે બે થી ચાર ચમચી લેવાથી હૃદયને શક્તિ મળે છે. આ ઉપચારથી સ્ફૂર્તિ સારી રહે છે, હૃદયના ધબકારા નિયમિત થાય છે, કફ છૂટે છે, સંધિવામાં પણ આ પ્રમાણે ઉપચાર કરી શકાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!