દવા કરતાં વધારે ગુણકારી છે આ વૃક્ષના પાંદડા, ડાયાબિટીસ અને પથરી માટે તો છે રામબાણ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આંબાના ઝાડ દેશમાં સર્વત્ર જોવામાં આવે છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં એ થાય છે. આંબાના ઝાડની છાલ ઘેરા ભૂરા રંગની છે. છાલની અંદરનો ભાગ સહેજ સફેદ હોય છે. સ્વાદે એ તૂરી હોય છે. એનાં પાન લાંબા તમાલપત્ર જેવાં હોય છે. તે લીલા રંગના હોય છે. આંબાનાં ઝાડ પર કેટલાક વિસ્તારમાં બારે માસ કેરી આવે છે.

કેરીમાં કેટલાક ફળ નાનાં પણ સ્વાદમાં ખૂબ જ મીઠાં હોય છે. ખાસ કરીને ઉનાળામાં કેરી થાય છે. કેરી કાચી હોય ત્યારે ખાટી તથા પાકે ત્યારે એકદમ મીઠી હોય છે, આંબા ઉપર આવેલા કેરીના ‘મોર’ ઔષધમાં વપરાય છે. કેરીમાં વિટામિન-A, વિટામિન C અને આ ઉપરાંત કોપર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર કેરી જ નહીં પરંતુ આંબાના પાન પણ તેટલા જ લાભદાયી હોય છે. તેનો હર્બલ મેડિસિન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આંબાના નવા પાંદડા લાલ હોય છે જ્યારે જૂના થવા પર આ પાંદડા ડાર્ક ગ્રીન કલરના થઇ જાય છે અને ધીમે-ધીમે તે પીળા રંગના થવા લાગે છે. આ પાંદડાઓમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ પણ મળી આવે છે

આંબાની અંતરછાલ, આંબાની ગોટલી આ દરેક ચીજો ૧૦- ૫૦ ગ્રામ લઈ તેનો કાઢો બનાવી શકાય. આ રીતે બનાવેલો કાઢો પીવાથી ઝાડા બંધ કરી શકાય છે. કાનના દર્દ માટે ખુબ જ સારો ઉપયોગ છે. આંબાના પાનનો એક ચમચી રસ કાઢી લો અને ત્યારબાદ તેને થોડો ગરમ કરી લો અને તેનો ઉપયોગ કાન માટે કરો.

આંબાનાં, જાંબુનાં તથા વડનાં કુમળાં પાન ૧૦ – ૧૦ ગ્રામ લેવા. પછી તેની પેસ્ટ બનાવવો આ પેસ્ટનો ઉપયોગ કરવાથી તરસ મટે છે. ઉલટી, અતિસાર કે સખત મૃછ આવી હોય તે વેળા આ પેસ્ટ આપવાથી ઘણી રાહત થાય છે. આંબાના કેટલાક પાંદડા ને પાણીમાં ઉકાળી લો અને તેમાં થોડું મધ મિક્સ કરો હવે આ પાણી પી જાવ. તેનાથી ગળાને પણ રાહત મળે છે.

પેટની સમસ્યાઓ રોકવામાં પણ મદદ કરે છે. તેના માટે રાત્રે પાણી ગરમ કરો અને તેમાં આંબાના કોમળ પાન  રાખી દો ત્યારબાદ તેને ઢાંકીને આખી રાત રહેવા દો સવારે પાણીને ગાળી લો અને ખાલી પેટ તે પાણીનું સેવન કરો. કોઈ પણ પેટની સમસ્યા નહીં થાય. હિચકીની સમસ્યા સતાવતી હોય તો, આંબાનાં પાન પાણીમાં ઉકાળી કોગળા કરવાથી હિચકી બંધ થઈ જાય છે.

આંબાની છાલ, અર્જુન વૃક્ષની છાલ, જાંબુની છાલ, અને ઉંબરાની છાલ, એ દરેક ૨૦ -૨૦ ગ્રામ લઈ તેને ખાંડી લેવું. ત્યાર બાદ તેને  ૧૦૦ ગ્રામ પાણીમાં રાતે ભીંજાવી રાખવું. સવારે એ પાણીને ઉકાળવું. તેમાં ચોથો ભાગ બાકી રહે ત્યારે તેને ઉતારી લેવું, તેને ગાળીને ઠંડુ પાડવું, આ રીતે બનાવેલો કાઢો રક્તપિત્તના ઝાડા ઉલટી મટાડવા માટે વપરાય છે.

આંબાની ગોટલી, ખાંડ, સુંઠ, વરિયાળી અને કુણા બીલાનો મગજ એ બધી દરેક ચીજો દસ દસ ગ્રામ લઈ તેમાં કાથો ૭ ગ્રામ નાખી ઉકાળવું. આ રીતે તૈયાર થયેલો કાઢો પીવાથી ઝાડા બંધ થાય છે. દૂઝતા હરસ માં પણ એ વપરાય છે. અસ્થમા જેવી બીમારીઓ માટે આંબાના પાંદડા ઘણા અસરકારક સાબિત થાય છે. આંબાના કેટલાક પાંદડા ને પાણીમાં ઉકાળી લો અને તેમાં થોડું મધ મિક્સ કરો હવે આ પાણી પી જાવ. તેનાથી ગળાને પણ રાહત મળે છે.

બ્લડપ્રેશરની સમસ્યા હોય તો આંબાનાં પાન પાણીમાં ઉકાળી આ પાણીથી નહાવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છુટકારો મળે છે. આંબાના પાનને તડકામાં સુકવીને પાવડર બનાવી રોજ એક ચમચી લેવાથી શુગર કંટ્રોલમાં રહે છે. જે લોકોને કિડનીમાં સ્ટોન હોય એટલે કે પથરી હોય તેમણે આ પાન નું સેવન જરૂર કરવું કારણ કે કિડનીમાં રહેલા સ્ટોનને પણ દૂર કરવામાં મદદ કરે છે.

આંબાના પાંન કીડની તેમજ પિત્તની પથરી દૂર કરવા માટે સહાયરૂપ નીવડે છે. તેના માટે આંબાના પાંનને છાંયે સુકવી લો ત્યારબાદ તેને પીસીને તેનો પાવડર બનાવી લો. રાત્રે આ પાવડર એક ગ્લાસ પાણીમાં નાખી દો અને તેને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારે તેનું સેવન કરવું. આ રીતે નિયમિત સેવન કરવાથી પથરી બહાર નીકળી જાય છે કારણ કે આંબાના પાન થી પથરી તોડવા અને બહાર નીકળવામાં મદદ મળે છે.

બેચેની અને થકાવટ માં રાહત આપે છે. આંબાના કેટલાક પાંદડાઓને પોતાના ન્હાવાના પાણીમાં નાખી દો અને તેનાથી સ્નાન કરો. તેનાથી શરીર રિફ્રેશ ફીલ કરશે. આ સાથે જ થકાવટ તેમજ બેચેનીથી પણ રાહત મળે છે. આ તકલીફોથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપચાર તરીકે આંબાના પાંદડા નો ઉપયોગ કરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top