લીંબુ પાણી શરીર માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. જે શરીરના સ્વસ્થ અને તાજગીભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે. મધ એક એવો ખાદ્ય પદાર્થ છે. જે આપણને ઘણી બીમારીઓથી બચાવવાનું કાર્ય કરે છે. ઔષધીય ગુણોથી ભરપુર હોવાને કારણે તે અલગ-અલગ રીતે ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું શરીર માટે ઘણું જ અસરદાર હોય છે. તેનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બને છે. આ ઉપરાંત સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. સવારે ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ નાંખીને પીવાના ઘણાં જ ફાયદાઓ છે. તો આપણે જોઈએ સવાર સવારમાં આ પાણી પીવાથી શરીરને કયા જબરદસ્ત ફાયદાઓ થાય છે.
સવારના સમયે ગરમ પાણીમાં મધ અને લીંબુનું સેવન દિવસભર શરીર માં તાજગી રાખવામાં મદદરૂપ થાય છે. તે મેટાબોલિઝમ યોગ્ય રાખે છે, જેનાથી થાક ઝડપથી દૂર થાય છે. અને તમે દિવસભર ઊર્જાવાન રહી શકો છે. આ એક ડાયયૂરેટીક પણ છે. એટલા માટે યુરેનરી સિસ્મટમની સફાઈ કરી તંદુરસ્ત રાખે છે. આ મિશ્રણનું સેવન કરવાથી તમે આખો દિવસ ફ્રેશ અને તરોતાજા રહી શકો છો.
જો તમે પાચન સમસ્યાથી પરેશાન રહેતા હોવ તો રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ અને મધ મેળવીને પીવો. તેને પીવાથી પેટ સાફ રહે છે. તેનાથી ભોજનનું સરળતાથી પાચન થઈ જાય છે. મધમાં રહેલા ગુણથી પેટમાં થતા કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનથી મુક્તિ મળે છે.
લીંબુ અને મધનું મિશ્રણ કબજીયાતને ખતમ કરવા નો શ્રેષ્ઠ ઉપાય છે. પેટમાં જઇને આ મિશ્રણ ઘણી બીમારીઓને ખતમ કરીને પાણીની માત્રાની પૂર્તિ કરે છે, કબજીયાતનું મુખ્ય કારણ આપણા શરીરમાં પાણીની ઉણપ થવાથી થાય છે. માટે જો લીંબુનું પાણી અને મધના મિશ્રણને નિયમિતપણે લેવામાં આવે તો તેનાથી કબજીયાત દૂર થઇ જાય છે.
વજન ઘટાડવા માટે લીંબુ અને મધને ગરમ પાણીની સાથે પીવું જોઈએ. આ વજન ઘટાડવામાં માટે અસરકારક હોય છે. લીંબુમાં એસીડિક તત્વ હોવાને કારણે તે આપણા મોઢા માંથી આવતી દુર્ગંધને અટકાવે છે. આ ઉપરાંત દાંતમાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. રોજ જમ્યા પછી જો તમારા મુખમાંથી વાસ આવતી હોય તો તમારે જમીને તરત જ એક લીંબુ ચુસી લેવું જોઇએ. આવું કરવાથી તમારા મુખમાંથી આવતી વાસ દૂર થઇ જશે.
મધ અને લીંબુના નિયમિત સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. મધ અને લીંબુમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ અને અનેક પોષક તત્વો શરીરને ઋતુ બદલાવાથી થતા સંક્રમણોથી બચાવે છે. મધ અને લીંબુ નવશેકા પાણીની સાથે પીવાથી શરીરના ટોક્સિન દૂર થઈ જાય છે. તે ત્વચા માટે નેચરલ બ્લીચનું કામ કરે છે. આ સિવાય તે લોહીનું શુદ્ધિકરણ કરે છે.
મધમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. એટલા માટે તેના નિયમિત સેવનથી ત્વચા ઉપર ખીલ અને દાગ-ધબ્બા નથી થતા અને ત્વચા ઉપર નેચરલ ગ્લો બની રહે છે. સાથે જ, લીંબુના સેવનથી લોહી સાફ થાય છે, જેની અસર આપણી ત્વચા પર સાફ દેખાય આવે છે. એવું કહેવામાં આવે છે કે જેટલું લોહી સાફ હશે તેટલો જ તમારો ચહેરો વધારે નિખરશે. માટે ત્વચાને નિખારવા માટે રોજ મધ અને લીંબુ નાખીને નવશેકા પાણીનું સેવન કરવું જોઈએ.
મધ અને લીંબુને ગરમ પાણીમાં મેળવીને પીવાથી બ્લડ સરક્યુલેશન પણ તેજ રહે છે. વાસ્તવમાં ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન વધે છે. જેથી પરસેવા દ્વારા શરીરના ઝેરીલા તત્વો બહાર નિકળી જાય છે. અને શરીર નિરોગી રહે છે. લીંબુ અને મધ એકસાથે ખાવાથી તેનામાં રહેલા પૌષ્ટિક તત્વો ગંભીર હૃદયરોગના જોખમથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. જ્યારે મધ અને લીંબુનું સેવન જો એક સાથે કરવામાં આવે તો તેમાં હાજર મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવાં મિનરલ હાઈ બ્લડ પ્રેશરના જોખમને ઘણું ઘટાડવામાં મદદ કરે છે.
સતત કામ કરતાં રહેવાને કારણે અથવા તો પછી માનસિક રૂપે સ્વસ્થ ન હોવાને કારણે પણ ક્યારેક મૂડ ઓફ થવાની સમસ્યા જોવા મળે છે. જ્યારે મધ અને લીંબુનું સેવન જો ડ્રિંકનાં રૂપમાં કરવામાં આવે તો તમારો મૂડ ફ્રેશ રહે છે.