ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સાથે શરીરમાં જોવા મળે આ સંકેત તો સાવધાન, આ છે કિડની ખરાબ થવાના સંકેત, આજથી જ ચેતી કરી લ્યો આ ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કિડની શરીરમાંથી વધારાના પાણીની સાથે શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરે છે. હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની સંબંધિત સમસ્યા થવા લાગે છે. બાદમાં આ જ પરેશાનીઓ કિડની ફેલ થવાનું કારણ બને છે. જો કે, ડૉક્ટરોનું માનીએ તો કિડની ફેલ થતાં પહેલા શરીરમાં તેના લક્ષણો જોવા મળે છે. એટલે જો સમયસર આ લક્ષણો ઓળખીને સારવાર કરવામાં આવે તો કિડની ફેલ થતી બચાવી શકાય છે.

શરીરનું વજન અચાનક વધી જવું અને અન્ય અંગોમાં સોજો આવવો કિડની ખરાબ થવાનો એક સંકેત છે. એટલે ધ્યાન રાખો કે તમારા હાથ-પગ કે કોઈ અન્ય અંગમાં સોજો તો નથી આવ્યો ને. જો કોઈ કારણોસર સોજો હોય તો તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
પેશાબ કરતી વખતે લોહી પડતું હોય તો આ બાબત ચિંતાજનક છે. પેશાબ કરતી વખતે લોહી ટપકવું કિડની ખરાબ થયાના સંકેત છે.
જો વારંવાર પેશાબ જવું પડે અથવા તો પેશાબ ઓછો આવતો હોય તો આ બાબતને અવગણો નહીં. વારંવાર પેશાબ લાગવો કિડની ખરાબ થઈ હોવાનો સંકેત છે.

કિડની ખરાબ થવાના કારણે મગજમાં ઓક્સિજનની કમી ઊભી થાય છે. જેના કારણે વ્યક્તિના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે અને એકાગ્રતા ઘટી જાય છે. કિડની ખરાબ થવાથી શરીરમાં વધારે પાણી જમા થાય છે. જેના કારણે ફેફસામાં પાણી ભરાઈ જાય છે. જેથી તેની કાર્યક્ષમતા પર અસર પડે છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

કિડનીનું કામ બગડતાં લોહીમાં અશુધ્ધિ અને કચરો જમા થાય છે જેને કારણે સખત અને તીવ્ર ખંજવાળ આવે છે અને ત્વચા પર ઘસરકા ના નિશાન જોવા મળે છે. કિડનીમાં કોઈ સમસ્યા ઉદભવે તો લોહીમાં યુરિયાનું પ્રમાણ વધી જાય છે. આ યુરિયા દુર્ગંધ રૂપે મોંઢામા થતી લાળમાં ભળી જાય છે અને પેશાબ જેવી દુર્ગંધ પેદા કરે છે. ઘણી વાર આને લીધે મોઢામાં એક અપ્રિય સ્વાદ જેવું પણ લાગે છે.

નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં સુગરનું પ્રમાણ સામાન્ય રહે છે. નિયમિત કસરતથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય છે. કિડની ના રોગોના નિદાન માટે લોહીમાં ક્રિએટિનિન અને યુરિયા ના ભ્રમણની તપાસ દ્વારા કિડનીની કાર્યક્ષમતા વિષે માહિતી મેળવવામાં આવે છે. રોગને કારણે જયારે બંને કિડની 50 % કરતા વધુ બગડે ત્યારે જ લોહીમાં ક્રિએટિનિન અને યુરિયા નું પ્રમાણ સામાન્ય કરતા વધે છે. યુરિન એનાલીસીસ થી ઘણા કિડનીના રોગો વિષે માહિતી મળી શકે છે. બ્લડ પ્રેશર માપવું, પેશાબમાં પ્રોટીન અને રક્તકણ માટે તપાસ કરવી અને લોહીમાં ક્રિએટીનની તપાસ કરવી તે છે.

સમતોલ આહાર અને નિયમિત કસરત દ્વારા વજન જાળવી શકાય છે. યોગ્ય વજન જાળવવાથી ડાયાબિટીસ,લોહીનું દબાણ ,હૃદયરોગ અને આ પ્રશ્નોને કારણે થતા કિડનીના પ્રશ્નો અટકાવી શકાય છે. ધુમ્રપાન ને કારણે લોહીની નળીઓ સંકોચાય જાય અને તેથી કિડનીને લોહી ઓછું પહોચે છે. જે કિડનીની કાર્યક્ષમતા પર વિપરીત અસર કરે છે.

રોજબરોજ શરીરમાં કોઈને કોઈ દુખાવાની સમસ્યા થતી જ રહેતી હોય છે, ત્યારે મોટાભાગના લોકો દુખાવામાં રાહત મેળવવા માટે વિચાર્યા વગર પેઇનકિલર લઇ લેતા હોય છે પણ ખરેખર વ્યક્તિએ પેઈન કિલર લેવાથી બચવુ જોઈએ. પેઈનકિલર લેવાથી તે સમયે તો દુખાવામાં રાહત મળી જાય છે, પરંતુ આ પેઇનકિલર દવાઓના કારણે શરીરને ઘણું નુકશાન પહોંચે છે.

મીઠું આપણા જીવનમાં એક જરુરી વસ્તુ છે, પણ વધારે પડતું મીઠું તમારા સ્વાસ્થને ખરાબ કરી શકે છે. વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી કિડનીમાં કેલ્શિયમની માત્રામાં વધારો થાય છે, જેનાંથી કિડનીમાં પથરી એટલે કે સ્ટોનની સમસ્યા થવાનો ખતરો રહે છે. જો તમે સમસ્યાથી બચવા માંગતા હોવ તો મીઠાંનો વધુ પડતો ઉપયોગ કરવાનું ટાળો. સાથે જ વધુ મીઠું બ્લડપ્રેશરની બિમારીને નોતરે છે અને બલ્ડપ્રેશરને કારણે કિડની પર વધુ દબાણ આવે છે. લાંબા સમય સુધી જો આ સ્થિતી રહે તો કિડની માટે તે જોખમકારક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top