શિયાળ માં કાળા તલના સેવનથી થાય છે આ ગજબના ફાયદા, આખું વર્ષ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા જરૂર કરો આ રીતે સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળામાં શિયાળુ પાક તો ખાવા જ જોઇએ પરંતુ તેની સાથે શિયાળામાં તલ જરૂરથી ખાવા જોઇએ. તલમાં મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ, આયરન, ઝિંક અને ફાઇબર પ્રચૂર માત્રામાં હોય છે. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો શિયાળામાં તલનું સેવન કરવાથી ત્વચામાં નિખાર તો આવે જ છે સાથે તેમાં મોનો-સેચુરેટેડ ફેટ એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે.

શિયાળો એ ખાવા પીવા માટે નાં દિવસો માનવામાં આવે છે. માટે જો તમે શિયાળામાં તંદુરસ્ત રહો, તો તમે કોઈ પણ ઋતુમાં બીમાર ઓછા પડો. આ સમયે લોકો હંમેશા શરીરને ગરમી મળે તે માટે ગરમા વસ્તુઓ ખાતા હોય છે. તેથી ઘરે ઘરે લોકો ગોળની વિવિધ આઇટમો બનાવીને પણ ખતા હોય છે. આ ગરમ વસ્તુઓમાં સિંગપાક, તલપાક, સુખડી વગેરે વગેરે. પરંતુ જો શિયાળામાં તલ ખાવામાં આવે તો તે તમારા શરીર માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

પાચન સંબંધી સમસ્યાઓમાં પણ તલ લાભકારક છે. તલના બીજમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તેનાથી કબજિયાત જેવી પાચન સાથે સંબંધિત સમસ્યાઓમાં ઘણો ફાયદો થાય છે.

તલમાં મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો હોય છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે તલ ખૂબ જ લાભકારક છે. સાથે જ આ દર્દીઓ માટે તલનું તેલ અને તલના બીજ પણ ખૂબ જ લાભકારક છે. તલમાં ભરપૂર માત્રામાં ઝિંક હોય છે. ઝિંક એક જરૂરી મીનરલ છે, જે ત્વચા માટે લાભકારક છે. ત્વચા સાથે સંબંધિત બીમારીઓમાં તલ વિશેષરૂપે મદદરૂપ સાબિત થાય છે.

સંધિવાની બીમારીમાં પણ તલ ખૂબ જ લાભદાયક છે. તલમાં કોપર હોય છે, જેમાં એન્ટી ઇફ્રામેટરી અને એન્ટી ઓક્સીડેન્ટ એન્ઝાઇમ હોય છે. સંધિવાની બીમારીમાં થતાં દુખાવા અને સોજામાં કોપર ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તલ હાડકા અને સાંધાને પણ ખૂબ જ મજબૂત બનાવે છે.

તલમાં એન્ટીઓકસીડેન્ટ્સ અને અન્ય પોષક તત્વો હોય છે, જેના કારણે હાર્ટ ડિસીઝ માટે પણ તલ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ઝિંક અને સેલ્નિયમ હોવાથી તે હાર્ટ ડીસિઝ સામે રક્ષણ આપે છે.

તલમાં આવેલા વિટામિનથી હાડકા મજબૂત રહે છે. શિયાળામાં તમે તલ ખાવાની ટેવ પાડી લો તો આ વાતાવરણમાં હાડકાના દર્દથી પરેશાન નહીં થાવ. એક ચમચી તલ ખાવાથી દાંત પણ મજબૂત થાય છે. તલમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટનું સ્તર ઉંચુ હોય છે, તેથી તલ ખાવાથી પ્રતિરોધકક્ષમતા વધે છે.

તલમાં સેસમીન નામનું એન્ટીઓક્સિડેન્ટ તત્વ હોય છે, જે કેન્સરની કોશિકાઓને વધતા રોકે છે. તેનાથી લંગ કેન્સર, પેટનું કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર થવાની આશંકા ઓછી રહે છે.

કાળા તલ શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. તલમાં સેસામીન અને સેસમોલીન નામના બે પદાર્થ મળે છે. આ બંને લીંગ્લાસ નામના ફાઇબરના જૂથો હોય છે. લિગ્નાન્સની અસરથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તલના આહારમાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે.

તલ સ્વાસ્થય માટે ખુબ સારા છે, પરંતુ તલનું વધુ પડતું સેવન કરવાથી શરીર માટે તે જીવલેણ સાબિત થાય છે. તેથી લિમિટમાં જ તલનું સેવન કરવું જોઈએ. તલના વધુ પડતા સેવનથી જલન જેવી સમસ્યા થઈ શકે છે. આ સિવાય તલ વધારે ખાવાથી એલર્જી થઈ શકે છે. તલના વધુ પડતા સેવનથી અતિસાર થઈ શકે છે. ત્વચા પર ખંજવાળ અને ફોડલીઓ પણ તલનું સેવન વધારે કરવાથી થઈ શકે છે.

તલના તેલની માથામાં માલિશ કરવાથી વાળનો જથ્થો વધે છે અને ચમકદાર પણ બને છે. આ સાથે વાળ ઓછા પણ ખરે છે. જો કે તમને ક્યારે પણ કોઇ વસ્તુ વાગી ગઇ હોય તો તલના તેલના ફૂઆ રાખી પટ્ટી બાંધવાથી લાભ થાય છે. ફાટેલી એડીઓ પર ગરમ તેલમાં તેલ સિંધણ મીઠુ અને મીણ મિક્સ કરી લગાવવાથી ફાયદો થાય છે. જો કે તલને વાટી માખણ સાથે ચહેરા પર લગાવાથી ચહેરાનો રંગ પણ નિખરે છે.

20-25 ગ્રામ તલ ચાવીને ઉપરથી ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો ઠીક થઈ જાય છે. અને જો તમને ખાંસી આવે છે તો તલનું  સેવન કરો ખાંસી ઠીક થઈ જશે. જો સૂકી ખાંસી હોય તો તલ અને સાકરને પાણીમાં ઉકાળી પીવાથી સૂકી ખાંસી દૂર થઈ જાય છે. બાળક સુતી વખતે પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળની સાથે ભેળવીને લાડુ બનાવી તેને રોજ રાત્રે એક લાડુ ખવડાવી દો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top