Breaking News

લોહીને વિકૃત સ્વરૂપ માંથી શુધ્ધ કરવાનો સરળ ઘરેલુ ઉપાય, ઘરે બેઠા દૂર થાશે શરીરણી ગંદકી

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

લોહી શરીરમાં રહેલા અસંખ્ય કોષોને પોષણ પૂર્વકનું કાર્ય કરે છે. જ્યારે રક્તપ્રવાહમાં કંઈ તકલીફ પડે ત્યારે આપણે માંદગી અનુભવીએ છીએ. અને રક્ત પ્રવાહ એકદમ વ્યવસ્થિત ચાલતો હોય તો આપણું શરીર સ્વસ્થ રહે છે. આજકાલ ની ખાણીપીણીની રીત તેમ જ આપણું અસ્વસ્થ જનજીવન ને હિસાબે શરીર ખરાબ અસર પડી શકે છે.

શરીરમાંથી અમુક વિજાતીય પદાર્થો નીકળી ન શકે ત્યારે શરીરની અંદર રહેલાં લોહીમાં ભળી જાય છે. અને આ કારણે લોહી અશુદ્ધ હોવાને કારણે અનેક રોગ ઉત્પન્ન થવાના ચાન્સ રહે છે. આથી આપણા લોહીને સાફ રાખવું એ આપણા હાથમાં છે.

તમે ભલે ગમેતેટલો સારો ખોરાક લો, એક્સરસાઇઝ કરો, પરંતુ જો તમારા લોહીમાં ખરાબી હશે તો તમે સંપૂર્ણપણે હેલ્ધી નથી અને તેના પરિણામ તમને કોઈ ન કોઈ રૂપમાં જોવા મળી જ શકે છે. લોહીની ખરાબીનો સૌથી મોટો લક્ષણ સ્કિન રોગના રૂપમાં સામે આવે છે. સ્કિન પર ડાઘ, ફોલ્લી અથવા ઈન્ફેક્શન આ તમામ ખરાબ લોહીના કારણે થાય છે. કાચા દૂધ ની લચ્છી પીવાથી લોહી શુદ્ધ થાય છે. કદાચ આ તમે સાંભળ્યું હશે, અને આમાં જો કોઈક વાર દૂધમાં મધ નાખીને પીવાય તો પણ ફાયદો રહે છે.

કુંવારપાઠું એ લોહીની શુદ્ધિકરણ માટે મહત્વનો ભાગ ભજવી શકે છે. એલોવેરાનો તાજો રસ તેમાં મધ ભેળવીને થોડો લીંબુનો રસ ભેળવીને સવારે અને સાંજે બે વખત પીવું જોઈએ. આની માત્રા 50 ગ્રામ એલોવેરા નો રસ, ૨૫ ગ્રામ મધ અને એક લીંબુનો રસ સવાર-સાંજ માટે સક્ષમ છે.

આમળા થી લોહીનું શુદ્ધિકરણ કરી શકાય છે. લોહીમાં રહેલી ગરમીને આમળા દૂર કરે છે, લોહીમાં રહેલી ગંદકીને પણ શુદ્ધ કરીને આપણું લોહી ચોખ્ખું બનાવે છે. આ સિવાય પણ આમળા ઘણા ફાયદાકારક છે. નવું લોહી પણ બનાવે છે.

હળદર ના ફાયદા તમને બધાને ખબર હશે, આપણા હળદરવાળા દૂધ ના ફાયદા વિશે પણ કહ્યું હતું. અડધી ચમચી હળદર અને એક ચમચી આમળા પીસીને ગરમ પાણી સાથે લઈ લો, તેનાથી રક્ત શુદ્ધ થાય છે. કારેલા જેટલા કડવા છે તેટલા જ ગુણકારી પણ છે, એક કપ પાણીમાં ૫૦ થી ૬૦ ગ્રામ કારેલાનો રસ ભેળવીને થોડા દિવસ સુધી સેવન કરવાથી રક્ત શુદ્ધ થાય છે.

ડુંગળી પણ લોહીના શુદ્ધિકરણ માટે કામ આવી શકે છે. ડુંગળીના રસ અને લીંબુનો રસ અથવા તેમાં મધ ભેળવીને દસ દિવસ રોજ પીવાથી અશુદ્ધ દૂર થાય છે તેમજ લોહીને શુદ્ધ કરે છે. ટમેટા નો રસ સવારે અને સાંજે એક એક ગ્લાસ પીવાથી લોહી શુદ્ધિકરણ માં મહત્વનો ભાગ ભજવી શકે છે. આ સિવાય ચામડી માટે પણ ટમેટાનો રસ સારો છે. ઘરે પણ તુલસીના પાનનું સેવન કરી શકો છો. તે શરીરમાં રહેલા લોહીને સાફ કરે છે. શરીરમાં યોગ્ય રીતે ઓક્સિજન પૂરો પાડે છે. શરીરને સ્વસ્થ રાખે છે.

લેમન જ્યૂસ લોહીને શુદ્ધ કરવાની પ્રાકૃતિક રીત છે. તેમા વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. અને તે શરીરના PH લેવલને મેન્ટેન રાખે છે. લીંબૂનો રલ પાચન ક્રિયાને યોગ્ય ઢંગથી ચલાવવા અને બ્લડમાં રહેલા ટોક્સિનને નીકાળવા માટે હેલ્પ કરે છે. રોજ સવારે ખાલી પેટ લેમન જ્યૂસ શરીરની ગંદકી દૂર કરે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબૂ નિચોવીને બ્રેકફાસ્ટ પહેલા પીવો ફાયદાકારક છે.

લોહીને શુદ્ધ કરવા માટે પાણી સૌથી જરૂરી ગણવામાં આવે છે. રોજ દિવસભરમાં બેથી ત્રણ લીટર પાણી શરીરની અશુદ્ધિઓને સરળતાથી દૂર કરી શકે છે. તે શરીરના ઓર્ગનને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. તથા વિટામીન અને મિનરલ્સનો ફ્લો બનાવી રાખે છે.

એપ્પલ સાઇડર વિનેગર અને બેકિંગ સોડાઆ મિક્સચર શરીરમાં યૂરીક એસિડને બહાર કરે છે અને લોહીને શુદ્ધ કરે છે. Ph  લેવલને મેન્ટેન કરવા અને બોડી ટીશ્યૂને ક્લિયર કરવામાં અકસીર છે. બે ચમસી એપ્પલ સાઇડર વિનેગર અને અડધી ચમચી બેકિંગ સોડાને એક ખાલી ગ્લાસમાં મિલાવો અને કેટલાક સમય માટે છોડી દો. જ્યારે બબલ ઓછા થઇ જાય તરત તેને પી જવો. અહીં એ વાતનું ધ્યાન રાખવું કે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો ડોક્ટરને પૂછીને જ તેનું સેવન કરવું જોઇએ.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!