લસણ દરેક પ્રકારના ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. તમે વિચાર પણ નહી શકો કે લસણની એક કળી આપણા અંદર ઉત્પન્ન થનાર અનેક રોગોનો નાશ કરી શકે છે. આ ઘણી બિમારીઓની સારવાર તથા ઉપચારમાં અસરકારક છે.
દરરોજ લસણની એક કળીનું સેવન કરવાથી શરીરને વિટામિન એ, બી અને સીની સાથે આયોડીન, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો એકસાથે મળી જાય છે. જેથી શરીરમાં આ પોષક તત્વોની ઉણપ સર્જાતી નથી અને અનેક સમસ્યાઓ દૂર રહે છે.
કોલેસ્ટ્રોલના દર્દી માટે પણ લસણ અત્યંત ફાયદાકારક હોય છે. આ લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે અને શરીરમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે. ઘા પડ્યા બાદ લોહી વહેવાનો ભય પણ રહેતો નથી.
લસણ હૃદયને ઓક્સીજન રેડીકલ્સના પ્રભાવથી બચાવે છે. જેથી હૃદયને કોઈ નુકસાન ન પહોંચે. તેના સલ્ફરયુક્ત યૌંગિક આપણી લોહી કોશિકાઓને અવરોધથી બચાવે છે. જેના કારણે એથ્રેરોસ્લેરોસિસની સમસ્યાને દૂર કરે છે. લસણની એન્ટી-ક્લોટિંગ પ્રોપર્ટી, લોહી કોશિકાઓમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે.
તમારા રોજિંદા ખોરાકમાં લસણ સામેલ કરી લેવાથી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. જો મોસમી શરદી અથવા ખાંસી થઈ જાય તો લસણની ચા બનાવીને પીવાથી બહુ જલ્દી ફાયદો થાય છે. જમતાં પહેલા થોડા લસણ ખાવાથી પેટમાં જીવાણુ અને ઝેરીલા પદાર્થ દૂર થાય છે. લસણમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટિક છે જેથી પેટમાં તે કુદરતી ફિલ્ટરનું કામ કરે છે. તેનાથી દાંતના દુઃખાવામાં પણ રાહત મળે છે.
લસણનું સેવન શરીરમાં ઈન્સ્યુલિનની માત્રાને વધારી દે છે. જેનાથી ડાયાબિટીસની બીમારીમાં ઘણો ફાયદો થાય છે. કારણકે લસણના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. લસણનું તેલ હથેળી અને પગમાં લગાવવાથી મચ્છરો પાસે આવતા નથી અને કરડતા નથી. સાથે જ ત્વચા પણ સુંવાળી થાય છે.નિયમિતપણે લસણનો ઉપયોગ અને સેવન કરવાથી ત્વચાના સંક્રમણ પણ દૂર થાય છે. સાથે ત્વચા સંબંધી રોગોમાં પણ રાહત મળે છે. જેમ કે રિંગવોર્મ, એથલીટ જેવા ત્વચાના રોગો દૂર થાય છે.
સરસિયાના તેલમાં લસણની કળી નાખી ઉકાળીને આ તેલ કાનમાં નાખવામાં આવે તો કાનના દુખાવામાં તરત જ રાહત મળે છે. બાળકો માટે પણ આ રીતે ઉપયોગ કરી શકાય છે.
લસણ માં એન્ટી બેક્ટેરીયલ ગુણો પણ રહેલા છે. જેના લીધે લસણ માં કેન્સર નો સામનો કરવાની ક્ષમતા રહેલી છે. તેમાં રહેલા તત્વો શરીર માટે ખુબ જ સારા છે. જો કોઈ વ્યક્તિ રોજ લસણ નું સેવન કરે છે અને રાતે એક કળી લસણ ખાય છે તો એમના શરીર માં કેન્સર થવાની શક્યતા ખુબ જ ઓછી થઇ જાય છે.
લસણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જેથી જો તમને ખીસ-ફોડલીની સમસ્યા રહેતી હોય તો તમારે સેવન કરવું જોઈએ. ખીલ પર લસણનો કટકો લઈ તેની પર ધીરે-ધીરે હળવા હાથે ઘસવાથી પિંપલ બહુ જલ્દી બેસી જાય છે.
લસણ માં પોટેશિયમ, ફોસ્ફરસ જેવા ગુણો રહેલા હોય છે. રોજ રાતે એક લસણ ની કળી ખાવાથી હાડકા પણ મજબુત બને છે. તમારા હાડકા માં ક્યારેય દુખાવો પણ નથી થતો અને તમારા દાત પણ મજબુત બને છે. આં માટે રોજ લસણ ની એક કળી રાતે ખાવી જોઈએ. જે દાત અને હાડકા બંને માટે ફાયદાકારક છે.
લસણ ના ઝીંક, પોટેશિયમ અને કોપર નું પ્રમાણ ઘણા વધુ પ્રમાણમાં હોય છે. જે તમારા વાળ ને હમેશા સ્વસ્થ અને ઘાટા બનાવી રાખવા માટે ખુબ જ ઉપયોગી છે. અને સાથે વાત સ્વસ્થ પણ રહે છે. તમારા વાળ માટે પણ લસણ ફાયદાકારક છે. જો તમે રોજ રાતે એક લસણ નું કળી ની સેવન કરશો તો તમે લાંબી ઉમર ના થશો ત્યાં સુધી તમારા વાળ એવા ને એવા રહે છે. અને તમે લાંબી ઉમર સુધી ટકલા નથી થતા.
જો તમારા શરીર માં મહેનત કરવાની ખામી છે મતલબ કે તમે શારીરિક કમી થી પરેશાન છો. જે તમારા શરીર માં ખુબ જ નબળાઈ હોય તો લસણ ની કળી ખાવાનું શરુ કરી દેવું જોઈએ. આવું કરવાથી તમારા શરીર માં સ્ટેમિના વધશે. સાથે શરીર ની ઉર્જા વધશે. અને તમારી શારીરિક કમઝોરી 3 મહિના માં દુર થશે. આ માટે લસણ ની એક કળી નું સેવન કરવું જોઈએ. સબ્જી માં પણ નાખી શકો પણ ધ્યાનમાં રહે ઉનાળામાં ન કરવું સેવન.
લસણ અને મધના મિશ્રણથી શક્તિ વધે છે અને પછી આ ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. ઈમ્યુન સિસ્ટમ મજબૂત થવાથી શરીર મૌસમની મારથી સેફ રહે છે અને કોઈ રોગ થતો નથી. Wઆ મિશ્રણને લેવાથી ગળાનું સંક્રમણ દૂર થાય છે કારણ કે એમાં એંટી ઈંફ્લેમેટરી ગુણ છે. આ ગળાની ખરાશ અને સોજો ઓછો કરે છે.