શિયાળા માં ઘણા બધા એવા ખોરાક ખાવા માં આવે છે, જેનાથી શરીર માં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. શરીર મા ઘણા પ્રકાર ના ઝેરી તત્ત્વો હોય છે, જે શરીર ની રોગપ્રતિકારક શક્તિ ને ઘટાડી દે છે. આ કારણ ના લીધે શરીર મા પ્રવતતા બેક્ટેરિયા નો સામનો નથી કરી શકતા. તેમજ આવી નાની-નાની બાબતો ને લીધે આપણું શરીર રોગ મા સંપડાઈ જાય છે.
લગભગ દરેક ખાટાં ફળમાં વિટામિન- સીનું ઊંચું પ્રમાણ હોય છે. નારંગી, મોસંબી, દ્રાક્ષ, આમળા, લીંબુ, ક્વિી જેવાં ફળોમાં વિપુલ માત્રામાં વિટામિન – સી રહેલું છે. તમે તમારી રુચિ અને મોસમ અનુસાર આમાંથી કોઈ પણ ફળોનો તમારા ડાયેટમાં સમાવેશ કરી શકો છો. ફળોનો જ્યૂસ પીવાને બદલે તેને ખાવા એ વધુ સારું છે, કેમ કે ફળોને ખાવાથી તેમાં રહેલા ફાઈબર પણ શરીરને મળે છે, જે પાચનક્રિયાને વ્યવસ્થિત અને સારું બનાવે છે.
શિયાળા ની ઋતુમાં લીલા શાકભાજી વધારે પ્રમાણ માં મળતા હોય છે. કોબી ને પણ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામા આવે છે. આ કોબી ને શરીર માટે એક પાવરફૂલ ક્લિનિંગ એજન્ટ માનવામાં આવે છે. આ કોબી ને લીધે લિવર મજબૂત થાય છે. આ સિવાય તેમાં પ્રાપ્ત થતા એન્ટીઓક્સિડેન્ટ્સ શરીર ની પાચનતંત્ર ની નળીઓ ને સ્વચ્છ રાખી પેટ ને ઠંડું પાડે છે, અને આ સાથે તેમાં મળી આવતા ફાયબર શારીરિક રોગપ્રતિકારક મા વધારો કરે છે.
જો શિયાળા માં ડુંગળી ખાવા માં આવે તો તે શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા મા ઘણી મદદરૂપ થાય છે. આ ડુંગળી મા ફ્લેવેનોઈડ્સ નામ નું તત્ત્વ પૂરતા પ્રમાણ મા મળી રહે છે હ્રદય ની જે ધમનીઓ છે તેમાં ચરબી થતા અટકાવે છે. આ સાથે જ તેમાં રહેલા પોટેશિયમ તેમજ એન્ટીઓક્સિડેન્ટ્સ હ્રદય થી લગતા રોગો સામે પણ રક્ષણ આપે છે.
શિયાળા ની ઋતુ માં પાલક વધારે જોવા મળે છે. પાલકમાં પણ વિટામિન- સી, બીટા કેરોટિન, એન્ટી ઓક્સિડન્ટ્સ અને વિપુલ માત્રામાં આયર્ન રહેલું છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને વિવિધ ચેપી રોગો સામે લડવાની શક્તિ આપે છે. શિયાળામાં પાલક સરળતાથી ઉપલબ્ધ હોય છે. તમે તેને સલાડમાં, શાકમાં, સૂપમાં સામેલ કરી શકો છો. તેના પરાઠા, મૂઠિયા જેવી વિવિધ વાનગીઓ પણ બનાવી શકાય છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય પ્રમાણમા એન્ટિ ઓક્સિડન્ટ્સ લેવું જરૂરી છે. એન્ટિ ઓક્સિડન્ટ શરીરની ખરાબ પેશીને સારી કરે છે અને વૃદ્ધાઅવસ્થાને દૂર કરે છે. લસણ કે જે શરીર મા રહેલી રક્તવાહિનીઓ ને સ્વચ્છ રાખે છે. તેમજ રક્ત શુદ્ધ હોવા ને લીધે રક્ત દબાણ થી લગતી તમામ સમસ્યાઓ દુર રહે છે. આ સિવાય જો નિયમિતપણે આપણા ભોજન મા લસણ નો સમાવેશ કરવામા આવે તો શરીર મા રહેલા ખરાબ બેક્ટેરિયા નાશ પામે છે.
લીંબું કે તેને પણ એક સારા માં સારું શરીર માટે નુ ડિટોક્સિફાયર માનવામાં આવે છે. તો નિયમિતપણે સવાર ના સમયે ભૂખ્યા પેટે ગરમ પાણી મા લીંબુ નો રસ ઉમેરી ને આરોગવા મા આવે તો શરીર મા વિકસેલા ઝેરી તત્વો તેમજ બેક્ટેરિયા નો નાશ થાય છે. આ સિવાય આ લીંબું મા પ્રાપ્ત થતા એવા ગુણધર્મો પણ છે કે જેના નિત્ય સેવન થી કેન્સર જેવા જટિલ રોગ ની બનતી કોશિકાઓ નો પણ નાશ થાય છે.
બ્રોકોલી એ સુપર ફૂડ છે.
તેમાં વિટામિન – સી ઉપરાંત ભરપૂર માત્રામાં બીટા- કેરોટિન, ઝિંક અને સેલેનિયમ રહેલું છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ઘટકો શરદીની તકલીફમાં રાહત આપે છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનિજો છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને ઓસ્ટિયોપોરોસીસ થવાનું જોખમ ઘટાડે છે. બ્રોકલીને જેટલી ઓછી રાંધો તેટલાં તેના પોષક તત્ત્વો જળવાઈ રહે છે.
બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નિયમિત સમતોલ આહાર લેવો જરૂરી છે. આહારમાં વધારે પ્રમાણમાં પોષ્ટિક ફળ, શાકભાજી, અને પ્રોટિનયુક્ત વસ્તુનો સમાવેશ કરવો જોઈએ. આખા દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઇએ, યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી શરીરને શક્તિ મળે છે અને પાચન સારું થાય છે. પાણી શરીરના અનાવશ્યક પદાર્થને શરીરની બહાર કાઢે છે.