સરગવાને દરેક પ્રકારે સેવન કરી શકાય છે. સરગવો કે જેની અંદર આવેલી દરેક વસ્તુ તેનું ઝાડ, સરગવાની શીંગો, સરગવાની શીંગો ના બીજ, સરગવાના ફુલ તેના દરેકના ઔષધીય ગુણો છે પરંતુ સરગવાના પાંદડા ની અંદર જે પ્રોટીન હોય છે જે સામાન્ય રીતે બીજા કોઈ જ ઝાડનાં પાંદડાં હોતા નથી.
સરગવા ના ઝાડ ના પાંદડા ની અંદર ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે તેમજ અમીનો એસિડ પણ હોય છે આ સિવાય બીજી વસ્તુ ની વાત કરીએ તો તેની અંદર પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, વિટામિન સી, વિટામિન એ, વિટામીન ડી ખૂબ જ પ્રમાણમાં હોય છે. આ છોડમાં ખુબ જ વધુ એન્ટીઓક્સિડન્ટ છે. તે કેન્સરના સેલ્સ ને વધતા રોકે છે, તેમાં વિટામીન સી અને બીટા કેરોટિન હોય છે. તેની સાથે તેમાં ક્લોરોજેનિક ઍસિડ અને ક્યૂરેસટીન પણ છે . જે સેલ્સ માટે રક્ષાત્મક કવચ નું નિર્માણ કરે છે. સરાગવા ના ઝાડ નો રસ કાઢીને તેને ગોળ સાથે સેવન કરવાથી તરત જ માથાનો દુખાવામાં રાહત મળે છે.
સર્દી ખાંસી,ગળાની ખરાશ અને છાતીમાં બલગમ જામી જવા ઉપર સરગવા નો ચૂર્ણ નો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક હોય છે. તેને માટે તેના પાંદડા, ફૂલ કે ફળ નો ઉપયોગ કરો. સરગવા નું ચૂર્ણ પાચનતંત્ર ને પણ મજબુત બનાવવાનું કામ કરે છે. તેના ફળમાં રહેલ ફાઈબર્સ કબજિયાત ની તકલીફ નહી થવા દે.
આ છોડની પાતળી છાલ અને સીંગો માં ખુબ જ મિનરલ્સ છે. અને વિટામિન્સ હોય છે અને તેનો ૧ નાનો કપ ૧૫૭ % આરડીએ વિટામીન સી આપે છે. જે જગ્યાએ આ છોડ ન મળે ત્યાં તેના પાંદડા અને ફૂલ ને સુકવીને તેનું છુર્ણ કામમાં લેવું જોઈએ. જો લીવર ખરાબ થઇ ગયું છે તો તે તેને સુધારે છે, તે લીવર ના સોજા ને ઓછો કરે છે. જેનાથી લીવર સારું કામ કરવા લાગે છે. જો કોઈને ઘુટણ બદલવા માટે ડોક્ટરે કહી દીધું છે. તો સરગવા ના ચૂર્ણ નો પ્રયોગ કરીને જુઓ, આમાં કેલ્શિયમ અને આયરન વધુ પ્રમાણમાં મળી રહે છે. જેના સેવન થી હાડકા મજબુત થાય છે, અને હાડકાનો ઘસારો અટકે છે.
જો હમેશા શરીરમાં નબળાઈ, થાક કે ચિડીયાપણું બની રહે છે. તો સરગવા ના પાંદડા , જડ, તેની છાલ, સીંગો ને ભેગા કરી તેને સુકવી દો અને પછી તેનું ચૂર્ણ બનાવી લો. રોજ સવારે સાંજે એક એક ચમચી ચૂર્ણ પાણી સાથે ફાકી મારી લઇ લો. સરગવા નું નિયમિત સેવન બ્લડ પ્રેશર ને નિયમિત કરે છે. તેમાં રહેલા વિટામીન સી, બેડ કોલેસ્ટોલ ને નિયંત્રિત કરે છે અને આનું નિયમિત સેવન હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી સ્થિતિ આવવા જ નહી દે.
સરાગવા ના સૂપ નો નિયમિત સેવન થી સેક્સ્યુઅલ હેલ્થ સારી થાય છે. સરગવો મહિલા અને પુરુષ બન્ને માટે સરખા પ્રમાણ માં ફાયદાકારક છે. અસ્થમા ની ફરિયાદ થવા પર પણ સરગાવા નું સૂપ પીવું ખુબ જ ફાયદાકારક થાય છે. સરગવા નું ચૂર્ણ લોહીની સફાઈ કરવામાં પણ મદદ કરીને પણ મદદ કરે છે. લોહી સાફ થવાથી ચહેરા ઉપર પણ નીખાર આવે છે. ચહેરા ઉપર ડાઘ ધબ્બા,ખીલ, માં રાહત થશે.
જો ડાયાબીટીસ છે, તો આ માટે સરગવાનું ચૂર્ણ ખુબ જ કામનું છે, તેના પડદા ને છાયામાં રાખી સુકવી ને ૧ ચમચી દિવસ માં બે વખત ભોજન ની અડધી કલાક પહેલા સેવન કરો. તેમાં આરામ મળશે. સરગવા માં વિટામીન એ,ડી અને કેલ્શિયમ ભરપુર માત્ર માં હોય છે, કીડની ના રોગીઓ ને ડાયેટ ની મર્યાદા હોય છે, તેવામાં તેમણે જરૂરી પોષક તત્વો ની ઉણપ થઇ જાય છે, એવામાં સરગવો તેમના માટે ખુબ જ ફાયદાકારક ડાયટ છે. અને કીડની ની ના ઇલેક્ટરોલાઇટ ને બેલેન્સ કરવાનું કામ છે. તેમાં તે ખુબ સારી રીતે કામ કરે છે.
જો કીડની એક વખત કામ કરવાનું બંધ કરી દે તો લોહીમાં ફોસ્ફોરસ વધી જાય છે. જેનાથી શરીર નું કેલ્શિયમ ઓછું થઇ જાય છે. જેનાથી હાડકાના ઘણા બધા રોગ થઇ શેક છે,તેવામાં આવા રોગી જેને કીડની ની કોઈ તકલીફ છે, તો સરગવાનું સેવન જરૂર કરવું જોઈએ.
સરગવા પાનની અંદર સારા પ્રમાણમાં ફાઈબર પણ હોય છે. જે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદરૂપ થાય છે. તેમજ તેની અંદર કલોરોજેનિક નામનો એક એન્ટીઓક્સીડન્ટ એસિડ હોય છે. જે પ્રાકૃતિક સ્વરૂપ એ આપણા શરીરની અંદર રહેલું ફેટ ઓછુ મદદરૂપ કરે છે.