શિયાળા દરમિયાન દેશમાં ઘણા પરંપરાગત ખોરાક તૈયાર કરવામાં આવે છે, જે ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે. તેને બનાવવામાં મગફળી,દાળિયા, તલ ડ્રાય ફ્રૂટ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ખાવાથી શરીરને ફાયદો થાય છે. આ ઋતુમાં લોકો ઘણીવાર ખાવા પીવામાં પણ બેદરકાર રહે છે. જેના કારણે વજન પણ ઘટે છે. તો આવી સ્થિતિમાં આ વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી વજન પણ વધારી શકાય છે. આ સિવાય શિયાળામાં આ ખાદ્યપદાર્થોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
શિયાળો આવતાની સાથે જ ઠંડી ના કારણે કસરત, જીમ જેવી શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ જ ઓછી થઈ જાય છે, જે આપણા સ્વાસ્થ્યના વિકાસને અસર કરે છે. બીજી તરફ, ગોળ અને સીંગદાણામાં ઘણા બધા એમિનો એસિડ હોય છે, જે આપણા શરીરના વિકાસમાં મદદ કરે છે. તેથી શિયાળામાં ગોળની ચિક્કી અવશ્ય ખાવી જોઈએ. જેનાથી તમારું શરીર પણ સ્વસ્થ રહે છે. મગફળી, તલ, દાળિયાની ગોળ સાથે ચિક્કી બને છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે. ખાસ કરીને શિયાળામાં તેને ખાવાના અનેક ફાયદા છે. તે નર્વસ સિસ્ટમને નોર્મલ રાખવાની સાથે શિયાળામાં થતાં સ્કિન પરના ફેરફારથી પણ સ્કિનને બચાવે છે.
શિયાળો આવતા જ ત્વચામાં ફેરફાર થવા લાગે છે, આવી સ્થિતિમાં ત્વચાને શરીરની અંદરથી પોષણની જરૂર હોય છે. બીજી તરફ, ચિક્કીમાં ઘણા સોજો વિરોધી ગુણો પણ હોય છે. જે ત્વચાની સમસ્યાઓને દૂર રાખે છે, કારણ કે મગફળીમાં વિટામિન ઇ, ઝિંક જેવા પોષક તત્વો મળી આવે છે, જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. સીંગદાણા ની ચીક્કી બનાવવા માટે ગોળ અને ખાંડ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે શિયાળામાં તમને ગરમ રાખવા અને સ્વસ્થ રાખવા માટે ગોળની ચિક્કી વધુ ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં લોકોની શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે. અને આપણો મેટાબોલિક રેટ પણ ઘટી જાય છે.
તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તો આ સમસ્યાને દૂર કરવા માટે જરૂરી છે કે તમે તમારા આહારમાં પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ ખાઓ. આ માટે ગોળ અને સીંગદાણામાંથી બનાવવામાં આવતી ચીક્કી શ્રેષ્ઠ વિકલ્પ છે. તે ફાઇબરથી ભરપૂર હોય છે. તેથી પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. તલની તાસીર ગરમ હોય છે. તેથી ઠંડીની સીઝનમાં તલ ખાવાની ખાસ સલાહ આપવામાં આવે છે. ગોળમાંથી બનેલી દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તલની ચીક્કી ગોળ અને તલમાંથી બને છે. અને કેટલાક લોકો તેમાં માવો પણ વાપરે છે. તલ માં ખુબ માત્રામાં તેલ ની માત્રા હોય છે જેના કારણે સાંધાના દુખાવા, ગેસ, કફ માટે ખુબજ લાભકારી હોય છે.
તલ શરીરને શક્તિ આપવાનું કામ કરે છે, અને નબળાઈ દૂર કરે છે. તલ અને ગોળમાંથી બનેલી ચીક્કી શરીરમાં મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. આ બધી વસ્તુઓ સ્વસ્થ શરીર માટે જરૂરી છે. તાજગીનો અનુભવ કરાવશે. તલમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
ઘણા લોકોને જમીયા પછી કઈક મીઠી વસ્તુ ખાવાની ટેવ હોય છે. જો કે શિયાળામાં તમારે બીજી મીઠાઈઓ ખાવા કરતા સ્વસ્થ લાડુ ખાવા જોઈએ. શિયાળામાં અળસીના દાણા, કાળા તલના લાડુ વગેરે ઘરે જ બનાવવામાં આવે છે. બાળકો ને તલ-ગોળના લાડુ અને ચિક્કી ચોક્કસ ખવડાવો કારણકે આ લાડુ કમ્બાઈન્ડ કેલ્શિયમનો સોર્સ છે. જે લોકો દૂધ પિતા નથી, લેક્ટોઝની તકલીફ છે, કે પછી કોલેસ્ટેરોલ વધે છે. તો તેમણે તલ-ગોળ ના લાડુ ખાવા જોઈએ.
શિયાળામાં સુસ્તી અને આળસને દૂર કરવા આ લાડુને નિયમિત ખાવા જોઈએ . કેટલાક લાડુ દવા જેવું કામ કરે છે અને આ ઋતુમાં થતી શરદી જેવી સમસ્યાઓથી દૂર રહેવા માટે દરરોજ સેવન કરવું જોઈએ. ફિટ અને ફ્રેશ રહેવા માટે બપોરના ભોજન પછી લાડુ દરરોજ ખાઈ શકાય છે. ઠંડીમાં મગફળી, ગોળ અને તલ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. તે શરીરને ગરમ રાખે છે. અને ઘણી બધી બીમારીઓથી બચાવે છે.