સસ્તું સરળ અને દવા કરતા વધુ ફાયદાકારક છે આનું માપસર નું સેવન, લોહી ને પાતળું કરે તેમજ બીપી અને અન્ય રોગો માં છે લાભદાયક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સોપારી મુખ્યત્વે પૂજા-પાઠ મા વપરાય છે. સોપારીના બે જ મુખ્ય ઉપયોગો જોયા છે. એક તો તે પીપળના પાન કે નાગરવેલના પાન સાથે પૂજામા શાંતિ પાઠ, હવન કે કળશ ની સ્થાપના કરવા સમયે ઉપયોગમા લેવામા આવે છે.
સામાન્ય રીતે સોપારી વિશે લોકો એવું માનતા હોય છે. કે સોપારી એ ખાવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો એવા છે કે જે સોપારીના ફાયદાઓ વિશે જાણે છે.
જુની અને પાકેલી સોપારી કફ અને પીત્ત દુર કરે છે. સોપારી કામોત્તેજક છે, તેમ જ પેશાબની વીકૃતીમાં લાભકારક છે. શેકેલી સોપારી ત્રણે દોષ દુર કરે છે.ચીકણી સોપારીનું દોઢ ગ્રામ ચુર્ણ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ મટે છે. અને પેટ માં રાહત રહે છે.

સોપારી એન્ટિઓક્સીડન્ટ ગુણતત્વ પણ ધરાવે છે. જેથી તેનુ આવશ્યક પ્રમાણમા નિયમિત સેવન કરવાથી શરીરના કોષોને રીન્યુ કરવામા ઉપયોગી સાબિત થાય છે તેથી શરીર ને સ્વસ્થ રાખવામા પણ તે ખૂબ જ સહાયરૂપ બને છે. રક્ત શુદ્ધીકરણ કરવામા અને પાચનતંત્ર તેમજ ચેતાતંત્રને ઉત્તેજિત કરવામા પણ તે ઉપયોગી છે. જેથી સોપારીએ તંદુરસ્તી જાળવવા માટે અક્સીર ઈલાજ છે.

સોપારી નું સેવન કરવાના કારણે સામાન્ય રીતે વ્યક્તિઓનું મોં સાફ રહે છે. નિયમિતરૂપે સોપારી નું સેવન કરવાના કારણે વ્યક્તિની ભૂખ માં વધારો થાય છે. સાથે-સાથે મોઢામાં લાળ રસમાં પણ વધારો થાય છે. કહેવાય છે કે સોપારી નું સેવન કરનારા વ્યક્તિઓ નામોમાં કેન્સર થવાની સંભાવના વધી જાય છે. પરંતુ જો તેનાથી ઊલટું વિચારીએ તો સોપારી નું સેવન કરવાના કારણે વ્યક્તિઓને અને પ્રકાર ના ફાયદા થાય છે. સોપારી ને ચાવવાના કારણે દાંત ની અંદર રહેલી કેવીટી દૂર થઇ જાય છે. સાથે સાથે તમારા દાંતની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા પણ ખતમ થઈ જાય છે. આથી કરીને વ્યક્તિનું મો સાફ રહે છે.સોપારી નું સેવન કરવાના કારણે વ્યક્તિને કબજિયાત અને ઝાડા ની સમસ્યા ક્યારેય થતી નથી. સાથે-સાથે સોપારી નું સેવન કરવાના કારણે વ્યક્તિને પેટ સંબંધી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

સોપારીનો ઉપયોગ ડાયાબિટીસની સમસ્યા ના ઈલાજ માટે પણ ખૂબ કારગર સાબિત થાય છે. નિયમિતરૂપે સોપારી નું સેવન કરવાના કારણે તથા મોઢાની અંદર તેને ચાવવાના કારણે મોઢામાં ભરપૂર માત્રામાં લાળ ઉત્પન્ન થાય છે. જે આપણા શરીરની અંદર જઈ શરીરમાં રહેલા ઇન્સ્યુલિનને કંટ્રોલ કરે છે. સોપારી નું સેવન કરવાના કારણે વ્યક્તિનું બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. અને સાથે સાથે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેમાંથી પણ છુટકારો મળી શકે છે. સોપારી એક પ્રકારનું એન્ટી ડિપ્રેશન એટલે કે તણાવને દૂર કરનાર ફળ છે. જેથી કરીને તેનો ઉપયોગ કરવાના કારણે વ્યક્તિ પોતાનો તણાવ દૂર કરી શકે છે.

કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ઘાવ થયો હોય તો સોપારી ના ઉકાળાને તે જગ્યાએ લગાવવાથી વહેતું લોહી બંધ થઈ જાય છે. અને સાથે સાથે તે એક પ્રકારના એન્ટીસેપ્ટિક તરીકે નુ પણ કામ કરે છે. સોપારી નું સેવન કરવાના કારણે વ્યક્તિને એડકીની સમસ્યામાંથી રાહત મળે છે. સાથે સાથે તેનું સેવન કરવાના કારણે વ્યક્તિ અવાજમાં ઘણું બધો સુધારો થાય છે. માંસપેશીઓ તાકાતવાર બને છે. સોપારી રક્ત પાતળુ કરે છે પરંતુ, જેમને કોલેસ્ટેરોલની સમસ્યા હોય તેમણે થોડા પ્રમાણમા સોપારી ચૂસવાની આદત પાડવી જોઈએ. જેથી તેમના રક્તનુ પરિભ્રમણ સરળતાથી થઈ શકે છે. અને તેમને હાઈ કે લો બ્લડ પ્રેશર ની સમસ્યા પણ નથી થતી.

આ ઉપરાંત સોપારીનો ઉપયોગ ત્વચાને લગતી અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં કરી શકાય છે. સોપારીને ઘસીને તેલની સાથે ભેળવી ત્વચા ઉપર લગાવવામાં આવે તો તેના કારણે કોઈપણ વ્યક્તિને ધાધર, ખરજવું, ખંજવાળ કે અન્ય પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઈ હોય તો તેના કારણે તેમાંથી રાહત મળી શકે છે. સોપારીના ચુર્ણ વડે પકાવેલા તેલની માલીસ કરવાથી કટીવાત (બૅકપેઈન) મટે છે. ખાવામાં સોપારીની માત્રા ૧/૨ થી ૧ ગ્રામ જેટલી જ હોવી જોઈએ. જે લોકો ને કૃમી રોગ થયો હોટ તો તેમાં થોડી વધુ લઈ શકાય. કૃમી થયા હોય તો સોપારીનો ભુકો ગરમ પાણી સાથે દીવસમાં ત્રણ-ચાર વાર લેવાથી ફાયદો થાય છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top