મીઠા લીમડાનો ઉપયોગ આપણે ત્યાં શાક વઘારમાં અને અન્ય વઘાર અપાઈ શકે તેવી વાનગીઓમાં સોડમ લાવવા માટે થાય છે. મીઠા લીમડાના પાનના મસાલા માટે ના ઉપયોગને કારણે તેને ‘કઢી લીમડો’ પણ કહેવાય છે. મોટેભાગે આપણે દાળ-શાકમાં રહેલા મીઠા લીમડાના પાંદડાંને દૂર કરી દઈએ છીએ પણ ખરા અર્થમાં તે પણ કોઈ ઔષધિથી કમ નથી હોતાં!
મીઠા લીમડાને કડવા લીમડા સાથે કોઈ સબંધ નથી.મીઠા લીમડાના પર્ણમાંથી થોડેઘણે અંશે વિટામીન એ, બી, સી અને ઇ પ્રાપ્ત થાય છે. તદ્દોપરાંત, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, કોપર જેવા પોષકતત્ત્વો પણ કઢી લીમડામાં ઉપલબ્ધ છે. વધારામાં, એમિનો એસિડ, નાયસિન, ફ્લાવોનોઇડ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા સ્ત્રોત પણ મળી આવે છે.
લીમડામાં આર્યન અને ફોલિક એસિડની પર્યાપ્ત માત્રા હોય છે. જે એનિમિયાને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. તેનામાં સમાયેલ વિટામિન એ અને સી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મીઠા લીમડાનાં દસ પાંદડાંનો બે ચમચી રસ અને એક ચમચી લીંબુનો રસ ઠંડા પાણીમાં મેળવીને તેમાં જરૂર પૂરતી સાકર નાખવી. તેમાં મરીનો પાવડર પણ ઉમેરવો. આ શરબત પીવાથી ઉપર્યુક્ત સમસ્યાઓનું નિવારણ કરી શકાય છે.મીઠું, જીરુ, હિંગ અને મીઠા લીમડાનાં પાંદડાંથી વઘારેલી છાશ જમતી વખતે લેવાથી મરડો, મ્યુણે કોલાયટીસ જેવી સમસ્યાઓમાં થોડી રાહત થાય છે.
ડાયાબિટિસથી પીડાતી વ્યક્તિઓ માટે લીમડાના સેવનની સલાહ આપવામાં આવે છે. તેમાં સમાયેલ ફાઇબર ઇન્સુલિન પર સકારાત્મક પ્રભાવ નાખે છે. જેથી બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે. વિટામીન-એ ની કમીને લીધે રતાંધળાપણું આવે છે અને આંખોની કાર્યક્ષમતા પર ખરાબ અસર પડે છે. આમ તો દૂધ, લીલાં શાકભાજી અને ગાજર વિટામીન-એ ના ભરપૂર સ્ત્રોત છે પણ મીઠા લીમડામાંથી પણ વિટામીન એ મળી રહે છે. જેનાથી રતાંધળાપણું દુર રહે છે.
મીઠા લીમડામાં રહેલા કાર્બોજોલે એલ્કલોઇડ્સમાં ઝાડાને બંધ કરવાની ક્ષમતા હોય છે. કહેવામાં આવે છે કે, મીઠા લીમડાના પાનનું દરરોજ સેવન કરવાથી ઝાડાથી તકલીફથી છુટકારો થાય છે. મીઠા લીમડાના સેવનથી લોહીમાં કોલેસ્ટ્રોલને ઘટાડે છે. મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી વજન વધવાનો ખતરો ઘટે છે.જો કોઈને ક્યાંય પણ ઇજા થઇ હોય અથવા સ્કિન પર ઇજા, દાઝી ગયા હોય તો મીઠો લીમડો ફાયદેમંદ છે. મીઠા લીમડામાં હાજર રહેલા એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ સ્કિન માટે ગુણકારી છે. આ માટે ઘાવ પર મીઠા લીમડાની પેસ્ટ કરીને લગાડવાથી ફાયદો થાય છે.
વાળ ખરવાની સમસ્યા હોય તો મીઠા લીમડાના સૂકા પાનની ભુકી તલ કે નારીયેળના તેલ સાથે ઉકાળી અને માથામાં ચોપડી દેવાનો ક્રમ થોડા દિવસો સુધી કરવાથી વાળના મૂળની મજબૂતાઈમાં વધારો થાય છે. શરીરમાં આયર્નના શોષણ માટે જવાબદાર ફોલિક એસિડ મીઠા લીમડાના પાંદડામાં મળે છે.
જે મહિલાઓ ગર્ભવતી હોય તેના માટે પણ આ પાંદડા ઉપયોગી છે. તેમાં ફોલિક એસીડ હોય છે જેના લીધે તે સ્ત્રી અને બાળક બન્ને માટે ખુબ જ ઉપયોગી છે. મીઠા લીમડામાં એન્ટીસેપ્ટિક, એન્ટી ફંગલ, એન્ટી ઓક્સીડેન્ટ ગુણો હોય છે જેના લીધે તે બાળક અને બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે અનેક કાર્યો કરે છે. રોજિંદા આહારમાં લીમડાના વપરાશથી દિમાગ તેજ થાય છે. લીમડાના સેવનથી યાદશક્તિ નબળી થઇ જવી તેમજ અલ્ઝાઇમર જેવી બીમારીઓમાં લાભ થાય છે. માનસિક તાણથી મગજને શાંત કરવામાં મદદ કરે છે. લીમડામાં સમાયેલ લિનાલૂલ નામનું તત્વ માનસિક તાણને દૂર કરે છે.એન્ઝાઇટી અને ડિપ્રેશનન ઓછું કરવા માટે લીમડાનું તેલ ફાયદાકારક સાબિત થયું છે. રાતના સૂતા પહેલા તકિયા પર બે-ત્રણ ટીપા કરી લીફ એસેન્શિયલ ઓઇલના છાંટવા.