ભારત શેરડીના ઉત્પાદન માં મોખરાનું સ્થાન ધરાવે છે. શેરડીમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન જેવા લોહ તત્વો મળી રહે છે સાથે સાથે વિટામીન e અને વિટામીન બી કોમ્લેક્ષ હોય છે. શેરડી માં ફેટ નું પ્રમાણ બિલકુલ નથી હોતું. તેમાં ૩૦ ગ્રામ જેટલી કુદરતી ખાંડ મળે છે, એક ગ્લાસ શેરડી ના રસમાં ૧૩ ગ્રામ જેટલું ફાઈબર હોય છે.
શેરડીના રસમાં કેલ્શિયમ,પ્રોટીન, ફાઈબર, આર્યન, પોટેશીયમ, વિટામીન B, ઝિંક જેવા મિનરલ્સ અને વિટામીન ભરપુર મળે છે. શેરડીનો રસ કાર્બોહાઈડ્રેટ,પ્રોટીન,આયરન,પોટેશિયમ અને અન્ય ઘણા આવશ્યક પોષક તત્ત્વોથી ભરેલો હોવાને કારણે વ્યક્તિના આરોગ્ય અને ઉર્જાના સ્તરને જાળવી રાખે છે.જેના કારણે વ્યક્તિનો થાક દૂર થાય છે અને શક્તિ મળે છે.
ગળા ની ખરાશ ને દૂર કરવા માટે શેરડીના રસ નું સેવન ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. શેરડીના રસ મા એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રા માં હોય છે. જે કોઈ પણ પ્રકાર ના ઇન્ફેકશન થી બચાવવામાં મદદરૂપ સાબિત હાય છે. એસીડીટી ને કારણે થતી બળતરા માં શેરડી નો રસ ખુબ જ લાભકારી નીવડે છે. શેરડીના રસમાં લીંબૂ, ફુદીનો, અને સિંધા નમક નાખીને પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે.
દુબળા પાતળા લોકો માટે શેરડી નો રસ સારો હોય છે. તેમાં ફાઈબર ની માત્રા ભરપૂર પ્રમાણ માં હોય છે, જે વજન વધારવામાં ખુબ જ મદદ કરે છે.
બ્લડ પ્રેશર ને નોર્મલ રાખવા માટે પોટેશિયમ કેટલું જરૂરી છે. અને શેરડી ના રસ નું સેવન કરવાથી આપણા શરીર ને પુરતી માત્રા માં પોટેશિયમ મળી રહે છે. શેરડીનો રસ એન્ટી ઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ઇન્ફેકશનથી બચાવે છે. કોઈપણ પ્રકાર નો તાવ આવ્યો હોય ત્યારે શેરડી ના રસ નું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. પેશાબ માં થતી બળતરા, દર્દ, વગેરે જેવી મુત્રરોગ સબંધી સમસ્યાઓમાં શેરડીના રસનું સેવન ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.
શરીર માં જો શુગર ની ઉણપ હોય તો શેરડી નો રસ પીવાથી સારું રહે છે. શેરડીના રસ માં ઉત્તમ પ્રકાર નું લોહ તત્વ હોય છે, જે શરીર માં ઝડપ થી મિક્ષ થઇ ને લોહી નીક્મી ને દૂર કરે છે. શેરડીનો રસ પીવાથી મળ સાફ આવે છે. કબજીયાત થતી નથી. શેરડીનો રસ પીલીયા રોગો માં રામબાણ ઇલાઝ છે અને પીલીયા ને જળ મૂળ થી દૂર કરવાનો ગુણ ધરાવે છે. શેરડીના રસમાં આમળાનો રસ, દાડમ નો રસ અને મધ મિલાવીને પીવાથી પાંડુરોગમાં ફાયદો થાય છે.
શેરડીનો રસ કેન્સર જેવા જીવલેણ રોગોને અટકાવે છે.તે ફ્લેવોનોઇડ્સથી ભરપૂર હોય છે,જે કેન્સર વિરોધી એજન્ટો તરીકે ઓળખાય છે.ફલાવોનોઇડ કોષોને સંતુલિત કરવા અને કેન્સરની અસરોથી બચાવવા માટે કાર્ય કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન શેરડીનો રસ મહત્વપૂર્ણ હોય છે. તેમાં હાજર પોલિફેનોલ્સ ગર્ભાવસ્થા દરમિયાન ચયાપચય અને વજનને નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત, શેરડીનું ઓછું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઉર્જાના સ્તરને જાળવવામાં મદદ કરે છે.એક ગ્લાસ શેરડીનો રસ અને આદુનો રસ સગર્ભા સ્ત્રીઓમાં માંદગી ઘટાડવામાં મદદ કરી શકે છે.