હિમોગ્બોલિનની ઉણપના કારણે જ એનીમિયા થાય છે. અને તે ખૂબ જ ખતરનાક છે. ખાણીપીણીમાં જો આર્યનની ઉણપ હોય તો એનીમિયા થાય છે. એનીમિયાને જીવલેણ બિમારી માનવામાં આવે છે. એનીમિયામાં આર્યનયુક્ત ખોરાક લેવો ખૂબ જ જરૂરી હોય છે. શેકેલા દાળિયા અને ગોળ એનીમિયાને ખત્મ કરી શકે છે.
જોકે દાળિયા અને ગોળ લોહી વધારવામાં એટલુ મદદગર નથી પરંતુ તેના ખાવાના ફાયદા છે. સ્કિનથી લઇને દાંત અને કબજિયાત જેવી બિમારીઓમાં કારગત સાબિત થાય છે. તેની સૌથી મહત્વની વાત છે કે ગોળ અને દાળિયા બંને સાથે ખાશો તો ફાયદારૂપ સાબિત થશે.
ગોળમાં સૌથી વધારે આર્યન હોય છે અને એનીમિયા આર્યનની ઉણપથી થાય છે. તેવામાં ગોળ ખાવાથી ફાયદો થશે. ગોળમાં માત્ર આર્યનની ઉણપ જ નહી પરંતુ સોડિયમ, પોટેશિયમ અને કેટલાક વિટામિન છે. રોજ ડાયટમાં ગોળ શામેલ કરવામાં આવે તો તેના ફાયદા અનેક છે. ગોળ ઇમ્યૂનને મજબૂત કરે છે.
વિટામિન અને પ્રોટીનથી ભરપૂર છે. દાળિયા કેલ્શિયમ અને વિટામિન જ નહીં પરંતુ ફોસ્ફરસ, પ્રોટીન અને આર્યન માટેનો પણ સારો સ્ત્રોત છે. એટલે કે દાળિયા ખાવાથી શરીરની કેટલીક બિમારીઓને સરળતાથી દૂર કરી શકાય છે. દાળિયા કિડની માટે પણ લાભકારક છે.
શરીરમાં એનર્જીનો સંચાર કરે છે, જેનાથી થાક અને કમજોરી દુર થાય છે. ગોળ અને દાળિયા ખાવાથી માંસપેશિઓ મજબૂત થાય છે.જો વર્કઆઉટ કરો છો તો આનું સેવન ખુબજ જરૂરી છે.
દાળિયા અને ગોળમાં ઝિંક હોય છે, અને તે સ્કિન માટે ફાયદારૂપ છે. આ સાથે જ તેનાથી મળતા વિટામિન B6 મગજને શાર્પ બનાવે છે. દાળિયા અને ગોળમાં ફાઇબર હોય છે અને પાચનશક્તિને સારી બનાવે છે. આ સાથે જ કબજિયાત જેવી બિમારીને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
જો તેને સાથે ખાવામાં આવે તો તે દવાનું કામ કરે છે. ખાસ વાત એ છે કે જ્યારે અને ગોળ સાથે ખાવામાં દાળિયા આવે તો તે શરીરને પોષક તત્વો મળે છે. એટલે દાળિયા અને ગોળ માત્ર એનીમિયા માટે નહી પરંતુ ઘણી બિમારીઓ માટે ફાયદારૂપ છે. જો વજનને નિયંત્રણમા રાખવા માંગો છો તો રોજ દાળિયા અને ગોળ ખાવા જોઈએ. આનાથી વજન નિયંત્રણમાં આવે છે. શરીરમાં પાચનશક્તિ ખરાબ થાય છે કબજીયાત અને એસિડીટી થાય છે. આથી ગોળ અને દાળિયા નું સેવન કરવાથી ફાયદો થશે. ફાઈબર પાચન શક્તિને ઠીક કરી દે છે.
દાળિયા પ્રોટીનથી ભરપૂર હોય છે. જ્યારે તેને ગોળની સાથે ખાવામાં આવે છે. ત્યારે તેનાથી મસલ્સ સારા બને છે. સાથે જ તેની મેટાબોલિક રેટ પણ સારુ બને છે અને વજન ઉતારવા માટે લાભદાયી છે. દાળિયા અને ગોળમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે, જેથી દાંત અને હાડકા માટે પણ લાભદાયી છે.ગોળ ખાઈ તે ચોકડા ખમે એટલેકે જેને મજબુત થવુ હોય તેણે ગોળ ખાવો જોઈએ.
લોહીમાં હીમોગ્લોબીનની ઉણપ મોટાભાગે મહિલાઓમાં જોવા મળે છે. આવામાં મહિલાઓ જો તેની ડાયટમાં આયરનથી ભરપુર ખોરાક લે તો તેને ખુબજ ફાયદો થશે. દાળિયા અને ગોળ ખાવાથી આ ફાયદો થશે. સાથે શરીરમાં રહેલ લોહીની ઉણપ ઓછી થઈ જશે. દાળિયા અને ગોળ સ્નાયુઓને મજબૂત બનાવવામાં ખૂબ જ મદદગાર થાય છે. કારણ કે આમાં પ્રોટીનની માત્રા હોય છે. આ પ્રોટીન સ્નાયુઓને સ્થિર રાખે છે. દાળિયા સાથે ગોળ ખાવાથી શરીરનો મેટાબોલિક દર વધે છે, જેનાથી ચરબી ઓછી થાય છે અને મેદસ્વી પણ આને પણ ધીમેધીમે ઘટાડે છે.
ગોળ અને દાળિયા માં પોટેશિયમ મળી આવે છે. જેનું કારણ એ છે કે હાર્ટએટેક જેવી હૃદયની બીમારીઓથી બચવામાં મદદ કરે છે. એના સિવાય જેમને હૃદય થી સંબંધિત બીમારી હોય તો તેમણે પણ રોજ ગોળ અને ચણા ખાવા જોઈએ. દાળિયા અને ગોળ માંથી ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે. એનાથી તમારૂ પાચન તંત્ર સારુ રહે છે. અને કબજિયાત જેવી બીમારી હોય તો તે સમાપ્ત થઇ જાય છે.દાળિયા અને ગોળ ખાવાથી હાડકા મજબુત બને છે. એવું એટલા માટે કેમકે ગોળ અને ચણા માં કેલ્શિયમ પુષ્કળ માત્રામાં મળે છે.
ગોળ અને દાળિયા માં એમિનો એસિડ, ટ્રિપ્ટોફેન અને સેરોટોનિન હોય છે. જેનાથી તણાવ ઓછું થાય છે અને હતાશા પણ ઓછી થાય છે. જો તમને વસ્તુઓ ભુલવાની બીમારી છે તો રોજ ગોળ અને ચણા ખાવા જોઈએ. આમાં રહેલા વિટામિન B6 તમારા મગજમાં યાદશક્તિને વધારશે. જેનાથી યાદશક્તિ પણ વધશે.